બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Somnath temple special worship and beautification of the Lord was performed on the third day of Shravan in the

ધર્મ / શ્રાવણમાં સોમનાથમાં ખાસ પૂજા, 'દાદા'ને ચરણે ધરાવાઈ આકડાની માળા, શિવલિંગ પર મૂકાઈ રજત મુખાકૃતિ

Dinesh

Last Updated: 10:13 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણના તૃતીય દિવસે સોમનાથ મહાદેવ શિવજીને પ્રિય માનવામાં આવતા અર્ક એટલે કે આંકડાના પુષ્પોનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો, જ્યોતિર્લિંગ પર શિવજીની રજત મુખાકૃતિ બિરાજમાન કરવામાં આવી હતી

  • સોમનાથ મંદિરમાં ભગવાનનો વિશેષ પૂજન અને શ્રૃંગાર કરવામાં આવ્યો
  • શ્રાવણના તૃતીય દિવસે ભગવાન શિવજીને પ્રિય અર્ક પુષ્પોનો શ્રૃંગાર કરાયો
  • ભક્તોને અર્ક પુષ્પોથી સુશોભિત શિવજીના સૌમ્ય સ્વરૂપના દર્શન કર્યા

શિવ ભક્તોનો મહા ઉત્સવ એટલે કે પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થઈ ગયો છે, ત્યારે સોમનાથ મંદિરમાં ભગવાન મહાદેવજીને નિત્યક્રમ ઉપરાંત વિશેષ પૂજન અને શ્રૃંગાર કરવામાં આવ્યો છે. મહાદેવને શ્રાવણ માસ દરમિયાન પ્રત્યેક દિવસે વિશેષ સાયમ શ્રૃંગાર કરવામાં આવે છે.

આંકડાના પુષ્પોનો શ્રૃંગાર
આજે શ્રાવણના તૃતીય દિવસે સોમનાથ મહાદેવ શિવજીને પ્રિય માનવામાં આવતા અર્ક એટલે કે આંકડાના પુષ્પોનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. જ્યોતિર્લિંગ પર શિવજીની રજત મુખાકૃતિ બિરાજમાન કરવામાં આવી હતી. જેથી ભક્તોને અર્ક પુષ્પોથી સુશોભિત શિવજીના સૌમ્ય સ્વરૂપના મનમોહક દર્શનનો લાભ મળ્યો હતો.

અર્ક ફૂલની પૂજા કરવાનું અનેરો મહત્વ છે
સનાતન ધર્મમાં પ્રાચીન સમયથી મહાદેવને અર્ક ફૂલની પૂજા કરવાનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર અર્ક પુષ્પને શિવજીની ઉપાસનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. અર્ક પુષ્પ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. તેના કર્મફળમાં સુધારો થાય છે, તેમજ પૂજા કરનારને આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે. શિવ ઉપાસનામાં અર્ક પુષ્પ શ્રેષ્ઠ તત્વ હોવાનું વર્ણન સનાતન સંસ્કૃતિની પ્રાચીન પરંપરાઓમાં પણ જોવા મળે છે. અર્ક પુષ્પથી ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોનો માનસિક સંયમ વધે છે અને તેમને મહાદેવની અનુભૂતિ તરફ આગળ વધવામાં મદદ મળે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ