બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Somnath Mahadev Pilgrims digital doctor services gujarat

સુવિધા / સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો હવે લઇ શકશે ડિજિટલ ડૉક્ટરની સેવાનો લાભ, 5 જ મિનિટમાં જ મળશે 20 રિપોર્ટ

Hiren

Last Updated: 09:16 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પવિત્ર યાત્રાધામ અને બાર જ્યોર્તિલીંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન માટે આવનારા ભક્તો હવે વધુ એક નવતર સુવિધા ડિજિટલ ડૉક્ટરનો લાભ પણ મેળવી શકશે.

  • સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો હવે ડિજિટલ ડૉક્ટરની સેવાનો લાભ લઇ શકશે
  • ડિજિટલ ડૉક્ટર-હેલ્થ પોડ મશીન દ્વારા 5 જ મિનિટમાં ઇ.સી.જી સહિત 20થી વધારે મેડીકલ રિપોર્ટ મળશે
  • બોડી માસ ઇન્ડેક્ષ-બ્લડપ્રેશર-બોડી સેલ માસ-મીનરલ કન્ટેન્ટ-પ્રોટીન કન્ટેન્ટ જેવા રિપોર્ટ ત્વરાએ ઉપલબ્ધ થશે

સોમનાથ ટ્રસ્ટને આ હેતુસર એક અદ્યતન હેલ્થ પોડ-ડિજિટલ ડૉક્ટર મશીન કેનેડાના દાનવીર મુકુંદ પુરોહિત પરિવાર દ્વારા ભેટ આપવામાં આવ્યું છે. આ ડિજિટલ ડૉક્ટર-હેલ્થ પોડ મશીન દ્વારા પાંચ મિનીટથી પણ ઓછા સમયમાં ઇ.સી.જી સહિત 20થી વધારે મેડીકલ રિપોર્ટ મેળવી શકાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં દાતા મુકુંદ પુરોહિતે આ મશીન સોમનાથ ટ્રસ્ટને અર્પણ કરતો પત્ર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહેરી, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇને ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રીએ પુરોહિત પરિવારના આ માનવ આરોગ્ય કલ્યાણલક્ષી અભિગમની સરાહના કરી હતી. આ હેલ્થ પોડ ડિજિટલ ડૉક્ટર મશીનની મુખ્ય ખાસિયત છે કે તે બેઠા બેઠા જ વ્યક્તિનો ઇ.સી.જી કાઢી લે છે અને તે પણ ફક્ત 5 મિનિટથી પણ ઓછા સમયમાં સાથે સાથે આ

મશીનથી બોડી માસ ઇન્ડેક્સ, બ્લડપ્રેશર, બોડી સેલ માસ, બોડી ફેટ માસ, બોડી, મીનરલ કન્ટેન્ટ, મીનરલ એન્ડ પ્રોટીન કન્ટેન્ટ, વીસકેરાલ ફટન્ડ અને બીજા અન્ય રિપોર્ટ આપે છે. આ મશીન ટેલિમેડિસિન સાથે જોડાયેલું છે જેનાથી દર્દીનો રિપોર્ટ આવતાની સાથે જ તે પેનલ પર રહેલા એક્સપર્ટ ડૉક્ટર્સની સાથે એક ક્લિકથી વાત કરી શકે છે અને ડૉક્ટર રિપોર્ટ જોઇને દવા પ્રીસ્ક્રાઇબ કરે છે. આ મશીન સાથે જોડાયેલ ડાયેટિશિન ડૉક્ટર દર્દીનો ડાયટ ચાર્ટ બનાવી મોકલે છે.

આ મશીન દ્વારા પ્રાપ્ત થયેલ રિપોર્ટ દર્દીને તેના ઇમેઇલ પર, વોટ્સઅપ પર પણ મળે છે. ઇમેઇલ પર દર્દીના દરેક રિપોર્ટની ડિટેઇલ્સ મોકલવામાં આવે છે. આ મશીન અત્યંત આધુનિક ડિજિટલ ટેક્નોલોજીથી જોડાયેલ છે.

મશીન દ્વારા નીકળતા દરેક રિપોર્ટ ક્લિનીકલી માન્ય છે. ઓડિયો આઉટપુટ તથા વિડિઓ કોન્ફરેન્સની સુવિધા ધરાવતું મશીન જે 4 ઇંચના થર્મલ પ્રિન્ટર, પેમેન્ટ ગેટવે સાથે જોડાયેલ છે. બાયોમેટ્રિક લોગીન, બારકોડે રીડર, સ્માર્ટકાર્ડ પેમેન્ટ અને બીજી અનેક પ્રકારની સુવિધાથી સજ્જ આ મશીન અંદાજે રૂપિયા 10 લાખની કિંમત ધરાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ