બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Some people don't want peace in India: Mohan Bhagwat's big statement on Vijayadashami

પ્રહાર / 'કેટલાંક લોકો નથી ઇચ્છતા કે ભારતમાં શાંતિ રહે, એટલે જ સમગ્ર વિશ્વમાં...', વિજયાદશમીના પર્વ પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 12:24 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mohan Bhagwat Statement News: મોહન ભાગવતે કહ્યું, દેશમાં મજબૂત સરકાર હોવા છતાં આટલા લાંબા સમયથી મણિપુરમાં હિંસા કોના બળ પર ચાલી રહી છે?

  • વિજયાદશમી નિમિત્તે RSSના મુખ્યાલયમાં શસ્ત્ર પૂજા કરવામાં આવી 
  • કેટલાક લોકો ભારતમાં શાંતિ નથી ઈચ્છતા: મોહન ભાગવત 
  • સમાજમાં વિખવાદ ફેલાવવાના થઈ રહ્યા છે પ્રયાસો: મોહન ભાગવત 

Mohan Bhagwat Statement : આજે વિજયાદશમી નિમિત્તે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયમાં શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગાયક શંકર મહાદેવને મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. RSS ચીફ મોહન ભાગવતે રેશિમબાગ મેદાનમાં કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું હતું. ભાગવતે કહ્યું કે, કેટલાક લોકો ભારતમાં શાંતિ નથી ઈચ્છતા. સમાજમાં વિખવાદ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કટ્ટરતા ગાંડપણ ફેલાવે છે. જેના કારણે દુનિયામાં યુદ્ધો થાય છે.

શું કહ્યું મોહન ભાગવતે ? 
RSS ચીફ મોહન ભાગવતે કહ્યું કે, દુનિયામાં ભારતીયોનું ગૌરવ વધી રહ્યું છે. આપણો દેશ દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. દિલ્હીમાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદેશી મહેમાનોની આતિથ્ય સત્કાર બદલ ભારતની પ્રશંસા કરવામાં આવી હતી. વિશ્વએ વિવિધતાથી શણગારેલી આપણી સંસ્કૃતિનું ગૌરવ અનુભવ્યું. નોંધનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપના વર્ષ 1925માં વિજયાદશમીના દિવસે કરવામાં આવી હતી. આ દિવસે સંઘ શસ્ત્ર પૂજન કરે છે. RSS વડા મોહન ભાગવત પણ નાગપુરમાં મુખ્યાલયમાં સંબોધન કરે છે.

મણિપુર હિંસાને લઈ શું કર્યો દાવો ? 
આ સાથે આરએસએસ ચીફે દાવો કર્યો હતો કે, મણિપુરમાં હિંસા કરાવવામાં આવી છે.  તેમણે કહ્યું- મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાય વર્ષોથી સાથે રહે છે. તેમની વચ્ચે કોમી આગ કેવી રીતે શરૂ થઈ? હિંસા કરનારાઓમાં શું સરહદ પારના કટ્ટરપંથીઓ પણ હતા? વર્ષોથી દરેકની સેવા કરતી સંઘ જેવી સંસ્થાને કોઈપણ કારણ વગર આમાં ખેંચવામાં આવી. મણિપુરમાં અશાંતિ અને અસ્થિરતાથી વિદેશી શક્તિઓને ફાયદો થઈ શકે છે. દેશમાં મજબૂત સરકાર હોવા છતાં આટલા લાંબા સમયથી આ હિંસા કોના બળ પર ચાલી રહી છે? 

લોકસભાની ચૂંટણીને લઈ પણ આપ્યું મોટું નિવેદન 
મોહન ભાગવતે કહ્યું કે, 2024માં લોકસભા ચૂંટણી થવાની છે. લોકોની લાગણી ભડકાવીને મત માંગવાનો પ્રયાસ ન થવો જોઈએ, પરંતુ તેમ છતાં થાય છે. આનાથી સમાજની એકતાને ઠેસ પહોંચે છે. મતદાન કરવું એ દરેક વ્યક્તિની ફરજ છે. દેશની એકતા, અખંડિતતા, ઓળખ અને વિકાસ જેવા મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમારો મત આપો.

સમાજમાં વિખવાદ ફેલાવવાના થઈ રહ્યા છે પ્રયાસો: ભાગવત 
સામાજિક અરાજકતા પર ભાગવતે કહ્યું, કેટલાક અસામાજિક લોકો પોતાને સાંસ્કૃતિક માર્ક્સવાદી અથવા વોક કહે છે, પરંતુ તેઓ 1920ના દાયકાથી માર્ક્સને ભૂલી ગયા છે. તેઓ વિશ્વની તમામ સારી વસ્તુઓ અને સંસ્કૃતિનો વિરોધ કરે છે. તેઓ અરાજકતાનો પ્રચાર કરે છે. તે ચિંતાનો વિષય છે સૌથી સારી વાત એ છે કે, લડાઈ છોડીને સમાધાન તરફ આગળ વધો. આપણે બધા એક જ પૂર્વજોના વંશજ છીએ. આપણે એક માતૃભૂમિના સંતાન છીએ. આના આધારે આપણે ફરી એક થવું પડશે.

રામ મંદિરના ઉદ્ઘાટનને લઈ શું કહ્યું ? 
ભગવાન રામ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં મંદિરમાં પ્રવેશ કરવાના છે. રામલલાનો ગર્ભગૃહમાં અભિષેક કરવામાં આવશે. ઉદ્ઘાટનના દિવસે દરેક વ્યક્તિ માટે ત્યાં પહોંચવું શક્ય બનશે નહીં. તેથી તેઓ જ્યાં પણ હોય, ત્યાંના રામ મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરે. તેનાથી દરેક હૃદયમાં મનનો રામ જાગશે અને મનની અયોધ્યા સજાવશે. સમાજમાં સ્નેહ, જવાબદારી અને સદભાવનું વાતાવરણ ઊભું કરશે.

ચંદ્રયાન મિશન-એશિયન ગેમ્સને લઈ શું કહ્યું ? 
મોહન ભાગવતે કહ્યું કે, આપણા દેશના ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં પ્રથમ વખત 100 મેડલ જીત્યા. ખેલાડીઓએ કુલ મેડલ (28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ) જીતીને અમને ગૌરવ અપાવ્યું હતું. અમે તેમને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ. ચંદ્રયાન મિશનએ પણ ભારતની તાકાત, બુદ્ધિમત્તા અને કૌશલ્યનું શાનદાર પ્રદર્શન કર્યું. રાષ્ટ્રના નેતૃત્વની ઈચ્છા આપણા વૈજ્ઞાનિકોના પોતાના જ્ઞાન અને ટેકનિકલ કૌશલ્યો સાથે એકીકૃત રીતે જોડાયેલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ