બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Some home remedies provide relief from the problem of piles

ઉપાય / રાડ પડાવી દેનાર બવાસીરમાંથી તરત મળી જશે આરામ, રસોડાની આ ચીજ લાગી જશે કામમાં

Kishor

Last Updated: 07:48 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાઈલ્સની સમસ્યા સામે કેટલાક ઘરેલુ ઉપાય એવા છે જેનાથી રાહત મેળવી શકાય છે. ત્યારે આવો જાણીએ વિસ્તારથી

  • મોટાભાગના લોકોના લોકોને હોય છે પાઈલ્સની સમસ્યા
  • પાઈલ્સથી મળ ત્યાગ કરતી વેળાએ અનુભવાય છે ખૂબ જ મુશ્કેલી
  • ઘરગથ્થુ ઉપચારથી થઇ શકે છે રાહત

આજે ખોટા પ્રકારની લાઇફ સ્ટાઇલને પગલે મોટાભાગના લોકોમાં પાઈલ્સએ સૌથી મોટી સળગતી સમસ્યા બની ગઈ છે. જેને આપણે સામાન્ય ભાષામાં બવાસીર તરીકે ઓળખીએ છીએ. ખૂબ જ જટિલ ગણાતી આ સમસ્યા ખરાબ પાચન તંત્રને પગલે જન્મે છે અને તેનાથી વ્યક્તિ ખૂબ જ પરેશાની ભોગવતો હોય છે. આ એક એવી સમસ્યા છે જેમાં મળ માર્ગમાં સોજો આવે છે અને મળનો ત્યાગ કરતી વેળાએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત બેચેની પણ અનુભવાય છે અને ઉઠવા બેસવામાં પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. જો સમયાંતરે તેનો ઈલાજ કરવામાં ન આવે તો ક્યારેક ઓપરેશન કરવાની પણ નોબત આવતી હોય છે. પરંતુ આ સમસ્યા સામે કેટલાક ઘરેલુ ઉપાય એવા છે જેનાથી રાહત મેળવી શકાય છે.

હળદરએ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાથી પ્રાચીન સમયથી જ તેને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે હળદર પાઈલ્સમાં પણ ખૂબ જ રાહતરૂપ સાબિત થઈ શકે છે. હળદરમાં રહેલું કકર્યુંમીન તત્વ તથા એન્ટિસેપ્ટિક અને એન્ટીવાયરલ તથા એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિકારસીનોજેનિક ગુણો પાઈલ્સની સમસ્યા સામે પ્રાથમિક તબ્બકે રાહત આપે છે.

પાઈલ્સની પ્રોબ્લેમનો રામબાણ ઈલાજ છે આ ઉપચાર, મહિલા અને પુરૂષ બંને માટે છે  અસરકારક | causes and effective remedies fo piles problem in man and woman
હળદર અને નારિયેળના તેલ

હળદર અને નારિયેળના તેલને મિક્સ કરી બવાસીરમાં લગાવવાથી રાહત મળી રહે છે. હળદરમાં બળતરા દૂર કરવાના ગુણ હોવાથી પીડાથી છુટકરો મળી શકે છે. હળદર અને નાળિયેર તેલને રૂ વડે બવાસીર પર લગાવવું!

હરસ-મસાની સમસ્યા હોય તો ઘરે જ આ દેશી ઉપચાર કરો, ઓપરેશન વિના જ દૂર થઈ જશે  તકલીફ | causes and remedies for piles problem in man and woman

ડુંગળીનો રસ અને હળદર
વધુમાં ડુંગળીનો રસ અને હળદર લગાવવાથી પણ રાહત મળે છે.  ડુંગળીમાંથી રસ કાઢી લીધા બાદ સરસવનું તેલ અને હળદર મિક્સ કરી પાઈલ્સ પર લગાવી 30 મિનિટ રાખવાથી ફાયદો થઈ શકે છે.

એલોવેરા જેલ અને હળદરની પેસ્ટ

વધુમાં એલોવેરા જેલ અને હળદરની પેસ્ટથી પણ દુખાવામાં રાહત મળે છે. એલોવેરામાં પણ બળતરા દૂર કરવાના ગુણ હોય છે.બીજી બાજુ હળદરમાં સરસવના તેલને ભેળવીને પણ પાઈલ્સ પર લગાવવામાં આવે તો લોહી  બંધ થઈ શકે છે અને સોજો પણ ઓછો થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ