બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Social media friendship fraud in Surat, police investigate

ચોંકાવનારો કિસ્સો / સુરતમાં સોશિયલ મીડિયા થકી મિત્રતા કરવી વિદ્યાર્થીને ભારે પડી, શખ્સોએ આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, રૂ. 10 હજાર પણ પડાવી લીધા

Malay

Last Updated: 11:59 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતમાં સોશિયલ મીડિયા પર મિત્રતા કરી વિદ્યાર્થીને મળવા બોલાવ્યો, નજીકના ખેતરમાં લઇ જઇ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી 10 હજાર પણ પડાવી લીધા

  • સુરતમાં સોશિયલ મીડિયાનું વધતું દુષણ 
  • APP મારફતે વિદ્યાર્થી સાથે શખ્સે કરી મિત્રતા 
  • મળવા બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
  • વિદ્યાર્થી પાસેથી 10 હજાર પણ પડાવી લીધા 

Surat News: સુરતમાં એક વિદ્યાર્થીને સોશિયલ મીડિયા થકી અજાણ્યા યુવકો સાથે મિત્રતા કરવી ભારે પડી. અજાણ્યા યુવકોએ વિદ્યાર્થીને મળવા બોલાવી નજીકના ખેતરમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી રૂ.10 હજાર પડાવી લીધા. હાલ વિદ્યાર્થીએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

હાર્દિકને મળવા બોલાવ્યો
મળતી માહિતી અનુસાર, સુરતના નાનીવેડ ખાતે રહેતા અને M.comમાં અભ્યાસ કરતા હાર્દિક (નામ બદલ્યું છે)ની ગ્રીન્ડર એપ પર તબરીશ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. જે બાદ તેણે ચેટિંગ શરૂ કરી હતી. જે બાદ ગત 2 ઓક્ટોબરના રોજ તબરીશે હાર્દિકને વરિયાવ બ્રિજ પાસે મળવા બોલાવ્યો હતો. જે બાદ હાર્દિક નક્કી કરાયેલા સમયે મળવા પહોંચ્યો હતો. જ્યાં આ યુવાન હાર્દિકને તેની મોપેડ પર બેસાડી વરીયાવ બ્રિજની આગળ ફાટક નજીકના ખેતરમાં લઈ ગયો હતો.

ખેતરમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ
ખેતરમાં થોડીવાર બાદ અન્ય ત્રણ યુવકો આવી પહોંચ્યા હતા. જેમાંથી એક યુવકે હાર્દિકને માર મારી તેનો ફોન ઝૂંટવી લીધો હતો. જે બાદ તબરીશે હાર્દિક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને અન્ય યુવકોએ તેનો વીડિયો ઉતારી લીધો હતો. જે બાદ આ યુવકોએ હાર્દિક પાસે રૂ.30 હજારની માંગ કરી હતી. જોકે, હાર્દિક પાસે આટલા રૂપિયા ન હોવાથી આ ઈસમોએ તેને મિત્ર પાસેથી પૈસા માંગવા જણાવ્યું હતું. 

વિદ્યાર્થી પાસેથી 10 હજાર પણ પડાવી લીધા 
જેથી હાર્દિકે મિત્રોને ફોન કરીને ઓનલાઈન 10 હજાર મંગાવ્યા હતા. મિત્રો પાસેથી આવેલા પૈસા આ શખ્સોએ પોતાના ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે બાદ બીજા પૈસાની વ્યવસ્થા નહીં થતાં ચારેયે તેને મોબાઈલ ફોન પાછો આપી છ વાગ્યે ત્યાંથી જવા દીધો હતો. બીજા દિવસે તબરીશે હાર્દિકને વ્હોટ્સએપ કોલ કરી બીજા રૂ.5 હજારની માંગણી કરી હતી અને પૈસા નહીં આપે તો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ તમામથી કંટાળીને હાર્દિકે પોતાના ભાઈને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી ભાઈએ તેને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપતા હાર્દિક સિંગણપોર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેણે તબરીશ, શોક્ત, ઇમરાન અને વાજીદ સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે હાર્દિકની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ