બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / So MP CM Mohan Yadav can't stay overnight in Ujjain city from now know the reason

માન્યતા / તો શું હવેથી ઉજ્જૈન નગરીમાં MPના CM મોહન યાદવ રાત્રિ રોકાણ નહીં કરી શકે? કારણ જાણી ચોંકી ઉઠશો

Megha

Last Updated: 10:09 AM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન તો રાષ્ટ્રપતિ, ન વડાપ્રધાન, ન મુખ્યમંત્રી. ઉજ્જૈનમાં ક્યારેય કોઈ મોટા નેતા કે મંત્રી રાતવાસો કરતાં નથી, માન્યતા છે એક જે પણ રાજા અહીં રાત્રે રોકાઈ છે, તેનું સિંહાસન જલ્દી જ છીનવાઈ જાય છે

  • ઉજ્જૈનના મોહન યાદવને એમપીના નવા સીએમ બનાવવામાં આવ્યા છે
  • ઉજ્જૈનમાં ક્યારેય કોઈ મોટા નેતા કે મંત્રી રાતવાસો કરતાં નથી 
  • જે પણ રાજા અહીં રાત્રે રોકાઈ છે, તેનું સિંહાસન જલ્દી જ છીનવાઈ જાય છે

ગઇકાલે મધ્યપ્રદેશને તેના નવા મુખ્યમંત્રી મળી ગયા છે. મોહન યાદવને એમપીના નવા સીએમ બનાવવામાં આવ્યા છે અને તેઓ મહાકાલના શહેર ઉજ્જૈનની દક્ષિણ વિધાનસભાથી ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ સાથે ઉજ્જૈન તેમનું વતન પણ છે. પરંતુ હવે મહાકાલની નગરી ઉજ્જૈન વિશે એક પૌરાણિક કથાની ચર્ચા થઈ રહી છે. 

શું હવે મોહન યાદવ રાત્રે પોતાના ઘરે નહીં રોકાઈ?
ન તો રાષ્ટ્રપતિ, ન વડાપ્રધાન, ન મુખ્યમંત્રી. ઉજ્જૈનમાં ક્યારેય કોઈ મંત્રી રાતવાસો કે રાત્રિ રોકાણ નથી કરતાં ન કરતાં. કારણ કે જે પણ રાજા અહીં રાત્રે રોકાઈ છે, તેનું સિંહાસન જલ્દી જ છીનવાઈ જાય છે. ઘણા મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સાથે આવું બન્યું પણ છે. પરંતુ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવેલા મોહન યાદવ તો ઉજ્જૈનના રહેવાસી છે અને ઉજ્જૈનના ધારાસભ્ય છે, તો શું હવે તેઓ રાત્રે પોતાના ઘરે નહીં રોકાઈ? જો કે આ વાત કિમે મોહન યાદવ માટે કેટલી સાચી સાબિત થાય છે એ તો આગળ જતાં જ ખબર પડશે. 

કોઈ મોટા નેતા, રાજા કે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન રાત્રિ રોકાણ નથી કરતાં 
મુખ્યમંત્રી માટે નામ આવતાની સાથે જ મોહન યાદવે કહ્યું કે આ મહાકાલ બાબાની કૃપા છે. પણ એક રીતે જોવા જઈએ તો આ માન્યતા સદીઓથી ચાલી આવે છે કે મહાકાલની નગરીમાં કોઈ મોટા નેતા, રાજા કે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન રાત્રે આરામ કરતા નથી. કારણ કે બાબા મહાકાલ પોતે અંહીના રાજા છે. ખાસ કરીને સિંધિયા શાહી પરિવારનો કોઈ સભ્ય ઉજ્જૈન ક્યારેય રોકાયા નથી. તેઓ ચોક્કસપણે ઉજ્જૈનની મુલાકાતે આવે છે, પરંતુ પાછા ફરે છે. આ સિવાય મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત રાજ્ય સરકારના ઘણા મંત્રીઓ પણ ક્યારેય ઉજ્જૈનમાં રાત્રે રોકાતા નથી.

જેઓ રોકાયા તેઓ તેમની ખુરશી ગુમાવી
ઈન્દિરા ગાંધી 29 ડિસેમ્બર 1979ના રોજ મહાકાલ મંદિર આવ્યા હતા. જ્યારે તે મંદિરે પહોંચી ત્યારે ભસ્મ આરતી ચાલી રહી હતી. તેથી જ તેણે બહારથી જ દર્શન કર્યા હતા.એવું માનવામાં આવે છે કે જે રાજા અથવા નેતા અહીં રાત્રિ આરામ કરે છે તેણે પોતાનું પદ છોડવું પડે છે. દેશના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઈ વિશે એવું પણ કહેવાય છે કે તેઓ એક રાત ઉજ્જૈનમાં રોકાયા અને બીજા જ દિવસે તેમની સરકાર પડી ગઈ. આ સાથે કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા પણ ઉજ્જૈનમાં રોકાયા, 20 દિવસ બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

શા માટે આવી માન્યતા છે?
વિક્રમાદિત્યના સમયમાં ઉજ્જૈનનું પ્રાચીન શહેર રાજ્યની રાજધાની હતું. મંદિર અને બત્તીસીના સિંહાસન સાથે જોડાયેલા રહસ્યો અનુસાર, રાજા ભોજના સમયથી, કોઈ પણ રાજા ઉજ્જૈનમાં રાતવાસો કરતા નથી. ઘણા લોકો તેને કાલિદાસની નગરી પણ માને છે. આ જ શહેરમાં, બાબા મહાકાલેશ્વરના 12 જ્યોતિર્લિંગોમાંનું એક શિવલિંગ ઉજ્જૈનમાં પણ છે, આ તે શિવલિંગ છે જેનું મુખ દક્ષિણ તરફ છે. એવું કહેવાય છે કે દક્ષિણ દિશા મૃત્યુ અથવા સમયની દિશા છે, તેથી જ આ શિવલિંગને મહાકાલ કહેવામાં આવે છે.

એવી પણ પ્રચલિત માન્યતા છે કે દુષણ નામના રાક્ષસે ઉજ્જૈનીમાં ખૂબ જ આતંક મચાવ્યો હતો, લોકો ચિંતિત હતા. તેમની રક્ષા માટે ભગવાન શિવ મહાકાલના રૂપમાં પ્રગટ થયા. મહાકાલે દુષણનો વધ કર્યો અને લોકોને આતંકમાંથી મુક્ત કર્યા. રાક્ષસથી મુક્તિ મળ્યા બાદ લોકોએ ભગવાન શિવને ઉજ્જૈનમાં નિવાસ કરવાની પ્રાર્થના કરી, ભગવાને આ વાત સ્વીકારી અને શિવલિંગના રૂપમાં ઉજ્જૈનમાં સ્થાયી થયા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ