બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Snow forecast with rain again in hill states

મોસમમાં પલટો! / હજુ ઠંડીનો છેલ્લો રાઉન્ડ બાકી: પહાડી રાજ્યોમાં ફરી વરસાદ સાથે હિમવર્ષાની આગાહી

Priyakant

Last Updated: 04:14 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે કહ્યું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરીથી એક્ટિવ થતાં 18થી 20 ફેબ્રુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તાર, ખાસ કરીને પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે

  • હજુ ઠંડીનો છેલ્લો રાઉન્ડ આવશે
  • પહાડો પર ફરીથી વરસાદ અને હિમવર્ષાની આગાહી
  • દિલ્હી સહિત ઉત્તર ભારતમાં મોસમનો મિજાજ બદલાશે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા પહાડી રાજ્યોમાં વરસાદ સાથે હિમવર્ષા થવાની સંભાવના છે અને સાથે સાથે અરુણાચલ પ્રદેશમાં પણ હળવો કે મધ્યમ વરસાદ તેમજ હિમવર્ષા થઈ શકે છે. આથી હવામાન વિભાગનું કહેવું છે કે પહાડો પર થનારી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં થઈ શકે છે અને તેથી દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ જોવા મળશે. જોકે, દિલ્હી અને ઉત્તર ભારતમાં હંગામી રાહત બાદ ગરમીનો દોર ચાલુ રહેશે. 

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસમાં દિલ્હીના તાપમાનમાં વધારો થઈ શકે છે. આજે મહત્તમ તાપમાન 28  ડિગ્રી અને લઘુતમ તાપમાન 10 ડિગ્રી રહેશે. સાથે જ 19-20 ફેબ્રુઆરી સુધી લઘુતમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
પહાડો પર હિમવર્ષાના કારણે ઠંડીનો દોર જોવા મળશે. જોકે, કોલ્ડવેવ જેવી તીવ્ર ઠંડી નહીં પડે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહે ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે. પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30ડિગ્રી થશે. અમદાવાદમાં પણ લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચશે. મુંબઈમાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી થશે. હૈદરાબાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચશે.

આ સાથે હવામાન વિભાગે કહ્યું છે કે, પંજાબના અમૃતસરમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ એટલે કે 8.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને લુધિયાણામાં લઘુતમ તાપમાન સામાન્યથી 3 ડિગ્રી સેલ્સિયસ વધુ એટલે કે 11.8 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં આજ કાલ લઘુતમ તાપમાન 8થી 10 ડિગ્રીને રેન્જમાં જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી છે કે, આજે ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં ઝંઝાવાતી પવનો ફૂંકાઈ શકે છે. શ્રીનગરમાં આજે લઘુતમ તાપમાન માઈનસમાં રહી શકે છે. આ ઉપરાંત પહલગાંવમાં લઘુતમ તાપમાન માઈનસ ૩ અને મહત્તમ તાપમાન 10 ડિગ્રી રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ