બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Smart city department has prepared a strong action plan against violators of traffic rules in Ahmedabad,

માસ્ટર પ્લાન / અમદાવાદીઓ હવે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ન કરતા, ટ્રાફિક વિભાગે તૈયાર કર્યો જોરદાર એક્શન પ્લાન, જાણો વિગત

Malay

Last Updated: 08:56 AM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારની હવે ખેર નહીં, ટ્રાફિક વિભાગે બનાવ્યો એક્શન પ્લાન.

  • અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરાશે
  • CCTV કેમેરાના સોફ્ટવેરને અપગ્રેડ કરી ટ્રાફિક નિયમનું પાલન કરાવાશે
  • વીડિયો રેકોર્ડિંગ કરીને કરાશે દંડનીય કાર્યવાહી 

Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે આકરી કાર્યવાહી કરવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. 

ટ્રાફિક નિયમો તોડનારની ખેર નહીં: અમદાવાદમાં લાગશે નવા 2146 CCTV, હાલમાં  રોજના 5 હજાર ઇ-મેમો થાય છે ઇશ્યૂ | Traffic violators will not be fine: 2146  new CCTVs will be installed ...

CCTV કેમેરાના સોફ્ટવેર અપગ્રેડ કરાશે 
સ્માર્ટ સિટી વિભાગ દ્વારા CCTV કેમેરાના સોફ્ટવેર સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવશે. જે બાદ વીડિયો રેકોર્ડિંગ કરીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સિસ્ટમને અપગ્રેડ કરીને હેલ્મેટ, સીટ બેલ્ટ, રોંગસાઈડમાં જતા વાહનનું રેકોર્ડિંગ કરવામાં આવશે. જે બાદ તમામને ઈ-મેમો મોકલવામાં આવશે. 

નિયમો તોડનારને ફટકારવામાં આવશે દંડ
CCTV કેમેરાના સોફ્ટવેરને અપગ્રેડ કરીને રેડલાઈટ અને સ્ટોપ લાઈન વાયોલેશનનું ડીટેક્શન કરાશે. તો સીટ બેલ્ટ કે સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ નહીં પહેરનારાને મેમો મોકલવામાં આવશે. વાહન ચલાવતી વખતે મોબાઈલના ઉપયોગને ડીટેક્ટ કરાશે. રોંગ સાઈડમાં વાહન હંકારનારા કે રોડ પર થુંકનારા ઝડપી લેવાશે. BRTS કોરિડોર ગેરકાયદે વાહન ચલાવનારાને શોધી લેવાશે. સાથે જ રોડ ઉપર પાર્કિંગ થતું અટકાવાશે.

વિવિધ ગુનાનું રેકોર્ડિંગ કરી ઈ-મેમો મોકલાશે
સીસીટીવી કેમેરા દ્વારા રિક્ષામાં 3થી વધુ પેસેન્જર, ટુ-વ્હીલર પર 2થી વધુ બેસાડનારા પકડાશે.  સાથે જ ડાર્કફીલ્મ ઓન ગ્લાસ, ફેન્સી નંબર પ્લેટ લગાવનારાને પણ ડીટેક્ટ કરાશે. આ ઉપરાંત સીસીટીવી દ્વારા હેવી ગુડ્સ વ્હીકલ પર બાજ નજર રાખવામાં આવશે. રોંગસાઈડમાં પ્રવેશી ટ્રાફિક કરનારાઓને ડીટેક્ટ કરાશે. હેલ્મેટ, સીટ બેલ્ટ, રોંગસાઈડ જતા વાહનો, વધુ સ્પીડ સહિત વિવિધ ગુનાનું રેકોર્ડિંગ કરી ઈ-મેમો મોકલવામાં આવશે.

નિયમો તોડ્યા તો ઘરે આવશે ઈ-મેમો

- રેડલાઈટ અને સ્ટોપ લાઈન વાયોલેશનનુ ડીટેક્શન કરાશે
- સીટ બેલ્ટ કે સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ નહી પહેરનારા પકડી શકાશે
- વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપયોગ ડીટેક્ટ કરાશે
- ડ્રંક ડ્રાઈવ કેસ ડીટેક્ટ થઈ શકશે
- રોંગ સાઈડમાં વાહન હંકારનારા કે રોડ પર થુંકનારા ઝડપી લેવાશે
- BRTS કોરિડોર ગેરકાયદે વાહન ચલાવનારાને શોધી લેવાશે
- રોડ ઉપર પાર્કિંગ થતુ અટકાવાશે
- રિક્ષામાં 3થી વધુ પેસેન્જર, ટુ-વ્હીલર પર 2થી વધુ બેસાડનારા પકડાશે
- ડાર્કફીલ્મ ઓન ગ્લાસ, ફેન્સી નંબર પ્લેટ લગાવનારા ડીટેક્ટ કરાશે
- વન-વે મા પ્રવેશનારાઓને ઝડપી લેવાશે
- હેવી ગુડ્સ વ્હીકલ પર બાજ નજર રખાશે
- રોંગસાઈડમાં પ્રવેશી ટ્રાફિક કરનારા ડીટેક્ટ કરાશે
- રસ્તા ઉપર ખાડા-ભુવા, રખડતા પશુઓ ડીટેક્ટ કરાશે
- રોડ પર કોણે કચરો નાંખ્યો છે તે શોધી શકાશે
- ખોટી કે બનાવટી નંબર પ્લેટ ડીટેક્ટ કરાશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ