બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / sleep problem things you Night be doing wrong

હેલ્થ ટિપ્સ / શું તમને પણ રાતે નથી આવતી પૂરતી ઊંઘ? આજે જ સુધારો આ 5 આદતો

Bijal Vyas

Last Updated: 10:18 AM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્થ એક્સપર્ટના મતે, દરેક વ્યક્તિએ રાત્રે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જ જોઈએ. ઘણા એવા લોકો છે જેમને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે

  • રાત્રિનું ભોજન હંમેશા વહેલા કરવુ જોઇએ
  • રાત્રે હેવી ડિનર કરવાથી ખોરાક પચવામાં ઘણી તકલીફ થાય છે
  • ચા અને કોફી સિવાય અન્ય ઘણી વસ્તુઓ શરીરમાં કેફીનનું સ્તર વધારવા માટે જવાબદાર છે

Sleep Problem:ઊંઘ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પૂરતી ઊંઘ લેવાથી આપણું મેટાબોલિઝમ યોગ્ય રીતે કામ કરી શકે છે. હેલ્થ એક્સપર્ટના મતે, દરેક વ્યક્તિએ રાત્રે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જ જોઈએ. ઘણા એવા લોકો છે જેમને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, એ જરૂરી છે કે, તમે રાત્રે સૂતા પહેલા રૂટિનનું પાલન કરો, જેથી તમને સારી ઊંઘ આવે. તો આવો લોકોની આવી જ કેટલીક ભૂલો વિશે જાણીએ, જેના કારણે તમારે ઊંઘમાં ખલેલ અને અનિદ્રાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

1. ડિનર અને ઊંઘ વચ્ચે ઓછો સમયઃ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે રાત્રિનું ભોજન એટલે કે ડિનર રાત્રે વહેલું કરવું જોઈએ. આવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જ્યારે તમે રાત્રે મોડા ડિનર કરો છો, ત્યારે તમને છાતીમાં બળતરા-એસિડિટીનો સામનો કરવો પડે છે અને ઊંઘવામાં ઘણી તકલીફ થાય છે. રાત્રે આપણું મેટાબોલિઝમ કામ કરવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિમાં, તમારે સૂવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા તમારું રાત્રિભોજન કરી લેવુ જોઇએ.

Topic | VTV Gujarati

2. હેવી ડિનર લેવુંઃ રાત્રે હેવી ડિનર કરવાથી ખોરાક પચવામાં ઘણી તકલીફ થાય છે અને તમારે બ્લોટિંગનો સામનો કરવો પડે છે. આ કારણે તમારે અપચો, કબજિયાત અને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

3. પોષક તત્વોનું સેવન ન કરવુંઃ રાત્રે લાઇટ ડિનર કરવું જોઇએ, પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે ડાયટમાં પોષક તત્વોનો સમાવેશ ન કરવો જોઇએ. તે મહત્વનું છે કે તમે આહારમાં ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ વગેરેનો સમાવેશ કરો. આનાથી તમને અડધી રાત્રે ભૂખ લાગશે નહીં અને તમે આરામથી સૂઈ શકશો.

Topic | VTV Gujarati

4. કેફીનનું સેવનઃ ચા અને કોફી સિવાય અન્ય ઘણી વસ્તુઓ શરીરમાં કેફીનનું સ્તર વધારવા માટે જવાબદાર છે. ઘણીવાર લોકોને ડિનર પછી ચોકલેટ ખાવાની આદત હોય છે. ઉલ્લેખનીય છે કે કેફીન તમારા જ્ઞાનતંતુઓને ઉત્તેજિત કરે છે. આની સીધી અસર તમારી ઊંઘ પર પડી શકે છે.

5. આલ્કોહોલનું સેવનઃ આલ્કોહોલ ઊંઘ માટે ખૂબ જ ખતરનાક છે. જેના કારણે રાત્રે ઘણી વખત તમારી ઊંઘ તૂટી જાય છે અને તમને બીજા દિવસે કામ કરવા માટે જરૂરી સારી ઊંઘ પણ નથી મળતી.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ