બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / Slab of dilapidated building collapses in Bhavnagar: 20 people rescued

મોટી દુર્ઘટના / ભાવનગરમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી: 20 લોકોનું રેસ્ક્યુ કરાયું, અગાઉ નોટીસ આપવા છતાંય આવી ગંભીર બેદરકારી કેમ?

Malay

Last Updated: 02:00 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar News: ભાવનગરમાં માધવ હિલ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 20 જેટલા લોકોનું રેસક્યું કરાયું છે.

  • ભાવનગરમાં બિલ્ડિંગનો ભાગ ધરાશાયી 
  • 10થી 15 લોકો દટાયાની આશંકા 
  • 9 માળનું બિલ્ડિંગ 10 વર્ષથી હતું જર્જરિત હાલતમાં

જૂનાગઢ બાદ ભાવનગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભાવનગર વાઘાવાડી રોડ પર આવેલા માધવ હિલ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે. આ અંગેની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. ફાયરની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 20 લોકોના રેસ્ક્યુ કરાયા છે. હજુ 10થી 15 લોકો કાટમાળની નીચે દટાયા હોવાની આશંકા છે.

ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં 
કાટમાળ હટાવવા માટે JCB મશીનની પણ મદદ લેવામાં આવી છે. તો ફાયરની ટીમની સાથે સ્થાનિકો પણ કાટમાળ હટાવવાની કામગીરીમાં જોડાયા છે. પોલીસ અને 108ની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગની સાથે સ્થાનિકો પણ બચાવકાર્યમાં જોડાયા છે.

બિલ્ડિંગને આપવામાં આવી હતી નોટિસ
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગ ઘણા સમયથી જર્જરિત હતું. આ બિલ્ડિંગમાં પ્રથમ ત્રણ માળમાં 200થી વધુ દુકાનો આવેલી છે. જ્યારે બિલ્ડિંગના 5 માળમાં રહેણાક ફ્લેટ આવેલા છે. અગાઉ આ જર્જરિત બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી. હજુ સુધી જાનહાનિના કોઇ સમાચાર નથી. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.  

જૂનાગઢમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં 4ના મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જૂનાગઢમાં 2 માળની જર્જરિત બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 2 બાળકો સહિત 4 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ 4  વ્યક્તિના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાને લઇને CM ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ