બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Skin Care Home Remedies For Pimples face pack for pimples

Skin Care / ખીલ દૂર કરવાના ઘરેલુ ઉપાય: આ 5 ચીજ લગાવવાથી Pimples થી મળશે છૂટકારો, નહીં દેખાય પણ એક પણ ખીલ

Arohi

Last Updated: 04:32 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home Remedies For Pimples: એવા ઘરગથ્થુ ઉપાય છે જે પિંપલ્સને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપાય એકદમ સરળ પણ છે.

  • આ ઘરગથ્થુ ઉપાય પિંપલ્સ કરશે દૂર 
  • ચહેરા પર નહીં દેખાય પણ એક પણ ખીલ
  • ઘરમાં રહેલી આ 5 વસ્તુઓથી થઈ જશે કામ 

જો તમે પણ પિંપલ્સથી પરેશાન છો અને તેનાથી બને તેટલું જલ્દી છુટકારો મેળવવા માંગો છો તો અમુક એવા ઘરગથ્થુ ઉપાયો છે જે ખિલને દૂર કરવામાં તમારી મદદ કરશે. ચહેરા પર ફેસ માસ્ક લગાવીને તમે ખિલને દૂર કરી શકો છો. 

ખીરા કાકડીનું ફેસ માસ્ક 
ચહેરા પર ખીરા કાકડીનું ફેસ માસ્ક લગાવીને પિંપલ્સથી છુટકારો મેળવી શકાય છે. પિંપલ્સ દૂર કરવા માટે આ ફેસ પેકને બનાવવા માટે 2 ચમચી ઓટમીલમાં એક ચમચી પિસેલી ખીરા કાકડી અને એક ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. ચહેરા પર આ ફેસ માસ્કને 15થી 20 મિનિટ માટે રાખ્યા બાદ તેને ધોઈ લો. ખિલ દૂર થવા લાગશે. 

મધનું ફેસ માસ્ક 
એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપુર મધનું માસ્ક ખીલને દૂર કરવામાં અસરકારક હોય છે. મધનો તમે સાધો જ ઉપયોગ કરી શકો છો. તેને તમે હથેળી પર લઈને આખા ચહેરા પર લગાવો અને લગભગ અડધા કલાક બાદ ચહેરાથી ધોઈ લો. ખીલ અને ચહેરા પરના જીણા જીણા દાણા દૂર કરવામાં આ ફેસ માસ્ક સારી રીતે અસર કરે છે. 

હળદરનું ફેસ માસ્ક 
હળદરને તેના અનેક ગુણોના કારણે સ્કિન કેયરમાં ખૂબ ઉપયોગમાં લેવામાં આવે છે. એન્ટીમાઈક્રોબિયલ અને એન્ટી-ઓક્સીડેન્ટ્સથી ભરપુર હળદરને ચહેરા પર લગાવવા માટે તેને બેસન, ચંદન અને થોડા પાણીની સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેમાં ઘી પણ નાખી શકો છો. તૈયાર ફેસ માસ્ક 10 મિનિટ લગાવીને રાખ્યા બાદ ધોઈ લો. 

એલોવેરા જેલ 
ચહેરા પર એલોવેરા જેલ લગાવવા પર તેના સૂદિંગ અને હીલિંગ ગુણ પિંપલ્સને દૂર કરવામાં અને ઈન્ફ્લેમેશનને ઓછુ કરવાનું કામ કરે છે. આખા ચહેરા પર એલોવેરા જેલ દિવસમાં 2 વખત લગાવી શકાય છે. 

ગ્રીન ટી લગાવો 
સ્કિન કેરમાં ગ્રીન ટીને અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. ગ્રીન ટી લગાવવા માટે એક કપમાં ગરમ પાણી નાખો અને ગ્રીન ટી બનાવી લો. હવે તેને ઠંડુ થવા દો ત્યાર તેને કોટનથી આખા ચહેરા પર લગાવો. પિંપલ્સ ઓછા થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ