બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / six wickets were taken in six balls by virandeep singh

ભૂક્કા કાઢી નાંખ્યા! / VIDEO: 6 બોલમાં 6 વિકેટ લઈને આ બૉલરે રચ્યો ઈતિહાસ, લોકોને યાદ આવી ગયો યુવરાજ સિંહ

Khevna

Last Updated: 11:27 AM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળ પ્રો ક્લબ ચેમ્પિયનશીપનાં એક મુકાબલામાં 6 બોલ્સ પર પર 6 વિકેટ પડી. આમાં એક હેટ્રિક પણ સામેલ છે. આમ કરનાર બોલર છે વિરનદીપ સિંહ. જાણો આ વિષે વિગતવાર

  • 6 બોલ  પર લીધી 6 વિકેટ 
  • લેફ્ટ હેન્ડ સ્પિનર વિરનદીપ સિંહે બનાવ્યો આ રેકોર્ડ 
  • યુવરાજ સિંહની અપાવી દીધી યાદ 

6 બોલ  પર લીધી 6 વિકેટ 

ક્રિકેટમાં દરરોજ કોઈને કોઈ નવો રેકોર્ડ બનાવતું જ હોય છે. 19 સપ્ટેમ્બર 2007નો દિવસ કદાચ જ કોઈ ભૂલી શક્યું હશે. આ દિવસે  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડકપની મેચ ચાલી રહી હતી અને યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 છક્કા માર્યા હતા. ક્રિકેટનાં ફેન્સ તે ક્ષણને ક્યારેય ભૂલી શકે નહી. અહી એવો જ એક ચોંકાવનાર રેકોર્ડ બન્યો છે. નેપાળ પ્રો ક્લબ ચેમ્પિયનશીપનાં એક મુકાબલામાં 6 બોલ્સ પર પર 6 વિકેટ પડી. આમાં એક હેટ્રિક પણ સામેલ છે. આમ કરનાર બોલર છે વિરનદીપ સિંહ. 

લેફ્ટ હેન્ડ સ્પિનર વિરનદીપ સિંહે બનાવ્યો આ રેકોર્ડ 

નેપાળ પ્રો ક્લબ ચેમ્પિયનશીપની મમેચો રમાઈ રહી છે. બુધવારે મલેશિયા ક્લબ ઈલેવન અને પુશ સ્પોર્ટ્સ દિલ્લી વચ્ચે મુકાબલો ચાલી રહ્યો હતો. આ મુકાબલામાં 6 બોલ્સ પર 6 વિકેટ પડી. લેફ્ટ હેન્ડ સ્પિનર વીરનદીપ સિંહે આ ઓવરમાં 5 વિકેટ લીધી. ખાસકરીને બોલિંગમાં હેટ્રિક લેવી મુશ્કેલ હોય છે. મલેશિયામાં વિરનદીપ સિંહે આ સાથે જ પોતાનું નામ ઈતિહાસમાં દાખલ કરાવી દીધું છે. તેઓ 29 T20 ઇન્ટરનેશનલ મેચ રમી ચુક્યા છે. 

ઈતિહાસ તરીકે દાખલ થયો આ રેકોર્ડ 

વિરનદીપની આ ઓવર ક્રિકેટનાં ઈતિહાસમાં દાખલ થઇ ગઈ છે. જ્યારે આ રેકોર્ડ બન્યો, તો સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકોએ તેમના વખાણ કર્યા હતા. ક્રિકેટમાં રેકોર્ડ બને છે અને તૂટે પણ છે, પરંતુ આવા રેકોર્ડ ઓછા તૂટે છે. આ મેચમાં માત્ર 2 ઓવર ફેંકનાર વિરનદીપ સિંહે માત્ર 9 રન ખર્ચ કરી એક હેટ્રિક સહીત કુલ પાંચ વિકેટ લીધી હતી. આ પહેલા એક જ ઓવરમાં 6 વિકેટ પડવાની ઘટના વર્ષ 1951માં બની હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ