બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / single use plastic to be banned in ahmedabad from 1st july

અમદાવાદ / તમારા રોજિંદા વપરાશની ચીજો પર આ તારીખથી લાગુ થશે પ્રતિબંધ, સ્ટ્રો, કપ, ડિશ સહિત આટલી વસ્તુઓ સામેલ

Mayur

Last Updated: 05:06 PM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે રોજ વપરાશમાં લો છો એવી કેટલીય પ્લાસ્ટિકની વસ્તુઓ પર હવે અમદાવાદમાં પ્રતિબંધ લાગુ થવા જઈ રહ્યો છે. ઝભલાં થેલીઓ સહિત અનેક સિંગલ યુઝ પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ હવે બંધ થઈ જશે.

  • અમદાવાદમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ \
  • ૧ જુલાઈથી થશે લાગુ 
  • રોજિંદા વપરાશની ચીજો પર પ્રતિબંધ 
           

અમદાવાદમાં ૧ જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાશે
પ્લાસ્ટિક સ્ટ્રો, ચા-પાણી-જ્યુસના કપ, નાઇફ, ફોર્ક, સ્પૂન, લંચપેક કે ડિનરપેકમાં વપરાતી પ્લાસ્ટિકની થાળી વગેરેના ઉપયોગ-વેચાણ, ઉત્પાદનકર્તા-સંઘરાખોરો સામે આકરાં પગલાં લેવાશે

સામાન્ય વરસાદમાં પણ શહેર જળબંબાકાર થઈ જતું હોઈ તે માટે મ્યુનિ. સત્તાવાળાઓ ઝભલાં થેલીઓ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને મુખ્ય જવાબદાર ગણે છે. આવો પ્લાસ્ટિકનો કચરો આડેધડ રીતે વપરાતો હોઈ તે વરસાદના પાણી સાથે વહીને કેચપીટમાં ઠલવાઈને વરસાદી પાણીના નિકાલને અવરોધે છે. મશીન હોલમાં ઘૂસી જઈને ગટરના પ્રશ્નો ઊભા કરે છે. આમ તો તંત્ર છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ હાથ ધરે છે, પરંતુ તે ક્યારેક જ થતી હોઈ ખાસ અસરકારક બનતી નથી, જોકે હવે આગામી તા. ૧ જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પ્રતિબંધ મુકાવાનો છે.



શહેરમાં પ્લાસ્ટિકનો છૂટથી ઉપયોગ થતો હોઈ તે પ્રી-મોન્સૂન એક્શન પ્લાનના ફિયાસ્કા માટે જવાબદાર છે તેવું પૂર્વ     કમિશનર વિજય નેહરાની જાત તપાસમાં જાણવા મળ્યું હતું. તંત્રે ઓગસ્ટ-૨૦૧૯માં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે ઝુંબેશ પણ આરંભી હતી, જોકે આ ઝુંબેશ પ્લાસ્ટિકના વેપારીઓના ઉગ્ર વિરોધના પગલે અચાનક બંધ કરી દેવાઈ હતી.

હવે તા. ૧ જુલાઈથી ફરી મ્યુનિ. સત્તાધીશો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ-ઉપયોગ, સંગ્રહ કે ઉત્પાદન કરનારા સામે તંત્ર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ અને મ્યુનિ. તંત્રના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના બાયલોઝ તેમજ જીપીએમસી એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવાનું છે, જે સંદર્ભમાં આજે સત્તાવાળાઓએ જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરી છે.

કેન્દ્રના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય દ્વારા ગત તા. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ નોટિફિકેશનથી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-૨૦૧૬માં સુધારો કર્યો છે, જે મુજબ મ્યુનિ. કોર્પોરેશનની ગત તા. ૨૬ નવેમ્બર, ૨૦૨૧માં મળેલી સામાન્ય સભાના ઠરાવ નંબર-૯૧૩ અનુસાર મળેલી મંજૂરી મુજબ અમદાવાદના હદ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ-ઉપયોગ, સંગ્રહ અને ઉત્પાદન પર પ્રતિબંધ મુકાયો હોઈ તેને તા. ૧ જુલાઈ, ૨૦૨૨થી અમલમાં મુકાશે.


થર્મોકોલ, પ્લાસ્ટિક પ્લેટ્સ, કપ, ગ્લાસ જેવી ચીજો થશે બંધ 

પ્લાસ્ટિક સ્ટિક સાથેના ઇયર બડ્સ, બલૂન માટેની પ્લાસ્ટિક સ્ટિક, પ્લાસ્ટિક ધ્વજ, કેન્ડી સ્ટિક, આઇસક્રીમ સ્ટિક, ડેકોરેશન માટેના થર્મોકોલ, પ્લાસ્ટિક પ્લેટ્સ, કપ, ગ્લાસ તેમજ કટલરીની વસ્તુઓ જેવી કે ફોર્ક, સ્પૂન, નાઇફ, સ્ટ્રો, ટ્રે, મીઠાઇનાં બોક્સ સાથે વીંટળાયેલી પેકિંગ ફિલ્મ, ઇન્વિટેશન કાર્ડ, સિગારેટ પેકેટ્સ, ‌‌િસ્ટરર્સ વગેરેના વેચાણ-ઉપયોગ, સંગ્રહ કે ઉત્પાદન પર પ્રતિબંધ મુકાશે.
હોટલ-રેસ્ટોરાં, શાળા-કોલેજ, કોમર્શિયલ એકમો, કોમ્પ્લેક્સ, મોલ, સિનેમા હોલ, હોસ્પિટલો, સરકારી કચેરીઓ-મિલકતો, ખાનગી ઓફિસો, માર્કેટ, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, જાહેર સ્થળો, પર્યટન સ્થળો, ધાર્મિક સ્થળો, બાગ-બગીચાઓ સહિત તમામ જગ્યાઓ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પૂર્ણ પ્રતિબંધ લાગશે.

૧૦૦ માઇક્રોનથી પાતળું પ્લાસ્ટિક તથા પીવીસી બેનર્સ પર પ્રતિબંધ
સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેના પૂર્ણ પ્રતિબંધ હેઠળ તંત્રે ૧૦૦ માઇક્રોનથી પાતળું પ્લાસ્ટિક અથવા પીવીસીનાં બેનર્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
તહેવારો-લગ્નપ્રસંગોમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત
તંત્ર દ્વારા તા. ૧ જુલાઈ, ૨૦૨૨થી લગ્નપ્રસંગ, જાહેર મિટિંગ સહિતના તમામ કાર્યક્રમોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ-ઉપયોગ, સંગ્રહ સામે પ્રતિબંધ મુકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ