બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Since this morning, there has been normal rainy weather in Gujarat, the farmers are happy with the rain suitable for sowing

મેઘાડંબર / હવે ગુજરાતમાં ‘અષાઢ જામ્યો’: નદીઓમાં આવ્યા નવા નીર, ખેતરો પાણીથી તરબતર, 6 ઇંચ વરસાદે ઉમરગામને ધમરોળી નાખ્યું

Malay

Last Updated: 01:12 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આજે સવારથી જ ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રો ખુશ ખુશ થઈ ગયા છે.

 

  • ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો 
  • સવારના 6થી 10 સુધીમાં 45 તાલુકામાં વરસાદ
  • ધોરાજી, કપરાડા, પોરબંદર દોઢ ઈંચથી વધુ વરસાદ
  • વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશી
  • ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી

હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડના ઉમરગામમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 

ગુજરાતમાં ચાર દિવસ વરસાદની આગાહી, તારીખો નોંધી લેજો: સૌરાષ્ટ્રથી લઈને  ઉત્તર-મધ્ય ગુજરાતને ઘમરોળશે મેઘરાજા | The Meteorological Department has  predicted another 4 ...

45 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો
સવારથી અત્યાર સુધીમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો ભેસાણ, ગણદેવી, ધોરાજી, કપરાડા, પોરબંદર દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે કુતિયાણામાં સવા ઈંચ, જેતપુરમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે.  ઉમરગામ, માણાવદર, વાપી, ભાણવડ તાલુકામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ભેસાણમાં પોણો ઈંચ, ગણદેવીમાં પોણો ઈંચ, ધોરાજીમાં પોણો ઈંચ, કપરાડામાં પોણો ઈંચ, પોરબંદરમાં પોણો ઈંચ, પારડીમાં પોણો ઈંચ, જાફરાબાદમાં અડધો ઈંચ, મેંદરડામાં અડધો ઈંચ નોંધાયો છે.

ગાંધીનગરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ આજે વરસાદ શરૂ થયો છે.

ગુજરાતમાં વરસાદને લઈને વધુ એક આગાહી, આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો  તમારા શહેરમાં પડશે કે નહીં | weather department forecast for rain in Gujarat

વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
ગાંધીનગર ઉપરાંત વડોદરા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તરસાલી, માંજલપુર, વારી, રાજમહેલ રોડ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વરસાદ શરૂ થતાં લોકો રેઈનકોટ પહેરીને નોકરી-ધંધે જતાં જોવા મળ્યા હતા. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. 

અમદાવાદમાં પડ્યો ધીમીધારે વરસાદ
અમદાવાદ શહેરમાં આજ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરના કેટલાક વિસ્તારોમાં સવારના 10 વાગ્યા પછી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. શહેરના સોલા, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, એસ જી હાઈવે, ઘાટલોડીયા, ત્રાગડ, ઓગણજમાં વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

પ્રથમ સારા વરસાદના કારણે ધરતીપુત્રોમાં આનંદ
વલસાડ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. વલસાડના વાપી, ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. પ્રથમ સારા વરસાદના કારણે ધરતીપુત્રો ખુશ ખુશ થઈ ગયા છે. ઉમરગામ અને વાપીના જાહેર રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. ઉમરગામના ગાંધીવાડી અને પાવર હાઉસ વિસ્તારમાં પાણી ભરાયા છે. તો વાપી રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાયા છે. સ્ટેશન રોડ પર પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલીઓ વધી છે. 

ભાવનગર પંથકમાં વાવણીની શરૂઆત
ભાવનગર જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે જિલ્લાના સિહોર, ઘોઘા પંથકમાં વાવણીની શરૂઆત કરી દેવામાં આવી છે. સિહોર,ઘોઘા પંથકમાં વાવણી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે, ગઈકાલે ઘોઘા, સિહોર, ભાવનગરમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.

દમણ અને દાદરાનગર હવેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ
દમણ અને દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સેલવાસમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ખાનવેલ અને દમણમાં 4-4 ઈંચ વરસાદ થયો છે. ભારે વરસાદથી સેલવાસના રસ્તાઓ પર પાણી ભરાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં આજ સવારથી વરસાદ શરૂ
8 દિવસના વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં આજ સવારથી ફરી વરસાદ શરૂ થયો છે. જિલ્લાના વાવ તાલુકામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ શરૂ થતાં લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો છે.

ઉપલેટામાં ધોધમાર વરસાદ 
રાજકોટના ઉપલેટા પંથકમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટાના ભાયાવદર, પાનેલી, મોજીરા, ગઢાળા, અરણી, ખીરસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પર વરસાદી પાણી વહેવા લાગ્યા છે. ખેતરોમાં પણ વરસાદી પાણીથી તરબતર થયા છે.  દ્વારકાના ખંભાળિયા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયામાં ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાયા છે. દ્વારકાના રામનાથ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
સુરત જિલ્લામાં પણ વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેથી બારડોલી, કામરેજ, પલસાણા, મહુવા, માંગરોળ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ