બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Simplicity is synonymous with CM, Bhupendra Patel paid fare on domestic flight

મહામંથન / સાદગીના પર્યાય CM, ભૂપેન્દ્ર પટેલે ડોમેસ્ટીક ફ્લાઈટમાં ચૂકવ્યું ભાડું, દીકરાને દાખલ કરવા માટેની એમ્બ્યુલન્સનો લાખોનો ખર્ચ ભોગવ્યો

Vishal Khamar

Last Updated: 09:06 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાદગીની ચર્ચા હાલ તો ચાલી રહી છે. વડાપ્રધાન દ્વારા પણ ભુપેન્દ્ર પટેલનાં વખાણ કર્યા છે. ત્યારે ભુપેન્દ્ર પટેલે ડોમેસ્ટીક ફ્લાઈટમાં ભાડું ચૂકવી પોતાનાં દિકરાની ખબર કાઢવા જતા હતા. એટલું જ નહી એમ્બ્યુલન્સને 3 લાખનો ખર્ચ પણ મુખ્યમંત્રીએ ભોગવ્યો છે.

આ સાદગીનો પરિચય બીજા કોઈએ નહીં પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો છે.. મુખ્યમંત્રીની સાદગીની ચર્ચા થોડા અલગ કારણોથી સામે આવી કે જેમાં મુખ્યમંત્રીના દીકરાને બ્રેઈનસ્ટ્રોક આવતા પહેલા અમદાવાદ અને બાદમાં સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવ્યા હતા.  આ સમય દરમિયાન એર એમ્બ્યુલન્સનો 3 લાખ રૂપિયાનો ખર્ચ મુખ્યમંત્રીએ ખુદ ભોગવ્યો હતો એટલુ જ નહીં પણ જેટલીવાર દીકરાની તબિયત પૂછવા મુંબઈ જવાનું થયું એટલી વાર તેઓ ચાર્ટર્ડ પ્લેનને બદલે ડોમેસ્ટીક ફલાઈટમાં ગયા અને તેનું પણ 65 હજાર રૂપિયાનું ભાડુ ચુકવ્યું..  મોટેભાગે એવું અનેકવાર બને છે કે ઉદ્યોગપતિના ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ નેતાઓ છૂટથી કરે છે, માત્ર નેતા જ નહીં પણ તેના પરિવારજનો પણ સરકારી કે ચાર્ટર્ડ પ્લેનનો છૂટથી ઉપયોગ કરે તેવા અનેક કિસ્સા સામે આવે છે ત્યારે મુખ્યમંત્રીની એ સાદગી કે જેના વખાણ ખુદ પ્રધાનમંત્રીએ પણ કર્યા તે સાદગી હવે બીજા નેતાઓ માટે પણ પરિચાયક બનશે કે કેમ. મુખ્યમંત્રીએ બતાવેલી સાદગી જાહેરજીવનમાં વૈભવી જીવનશૈલીમાં રાચતા નેતાઓ માટે સાદગીના નવા યુગની શરૂઆત કરાવશે કે કેમ.

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાદગીને સાર્થક કરી બતાવી
  • CM એટલે કોમન મેન એ વાક્યને મુખ્યમંત્રીએ સાર્થક કરી બતાવ્યું
  • મુખ્યમંત્રીના દીકરાને સારવાર અર્થે મુંબઈ લઈ જવા એર એમ્બ્યુલન્સની મદદ લેવાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાદગીને સાર્થક કરી બતાવી. CM એટલે કોમન મેન એ વાક્યને મુખ્યમંત્રીએ સાર્થક કરી બતાવ્યું. મુખ્યમંત્રીના દીકરાને સારવાર અર્થે મુંબઈ લઈ જવા એર એમ્બ્યુલન્સની મદદ લેવાઈ. એર એમ્બ્યુલન્સનું 3 લાખ રૂપિયાનું બીલ મુખ્યમંત્રીએ ખુદ ભર્યું. દીકરાને મળવા મુંબઈ જતી વખતે પણ ડોમેસ્ટીક ફ્લાઈટમાં ભાડું ખર્ચીને ગયા. સરકારી સંપતિને પોતીકી ગણીને દુરુપયોગ કરનારા સત્તાધીશોએ શીખવા જેવો કિસ્સો છે. ખુદ પ્રધાનમંત્રી મોદી પણ મુખ્યમંત્રીની સાદગી ઉપર ઓવારી ગયા છે.  પ્રધાનમંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રીએ નીતિમત્તા અને સાદગીનો દાખલો બેસાડ્યો છે. CMના પરિવારે પણ આજદિન સુધી સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો નથી. ઉદ્યોગપતિઓ પાસે પણ ચાર્ટર્ડ પ્લેન ઉપલબ્ધ પરંતુ મુખ્યમંત્રીએ મદદ ન લીધી.

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાણે કે સાદગીનો પર્યાય બની ગયા છે
  • મુખ્યમંત્રી બનતી વખતે ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલા અંગે સૂચના આપી હતી
  • CMએ કહ્યું હતું કે તેમનો કાફલો પસાર થાય ત્યારે કોઈ ટ્રાફિક ન રોકવામાં આવે

CMને સાદગી પસંદ છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાણે કે સાદગીનો પર્યાય બની ગયા છે. મુખ્યમંત્રી બનતી વખતે ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલા અંગે સૂચના આપી હતી. CMએ કહ્યું હતું કે તેમનો કાફલો પસાર થાય ત્યારે કોઈ ટ્રાફિક ન રોકવામાં આવે. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ શીલજમાં કાર્યકરો સાથે બાંકડે બેસીને ચા પીધી હતી. બગોદરા પાસેની એક હોટલમાં પણ મુખ્યમંત્રી અચાનક રોકાઈ ગયા હતા. હોટલમાં પણ મુખ્યમંત્રીએ ખાટલા ઉપર બેસીને ચાની ચુસ્કી માણી હતી. મુખ્યમંત્રીએ હાજર લોકો સાથે ફોટા પણ પડાવ્યા હતા. સચિવાલયમાં પણ તેઓ સામાન્ય માણસને આસાનીથી મળે છે.

ગુજરાતના મુખ્યમંત્રીને કઈ સુવિધા મળે છે?

  • મુખ્યમંત્રી તરીકે 3 લાખ 21 હજારનો પ્રતિ મહિને પગાર
  • CM અને તેના પરિવારને નિશુલ્ક તબીબી સારવાર
  • રહેવા માટે નિશુલ્ક રહેઠાણ
  • નિશુલ્ક મુસાફરી ભથ્થું
  • મુખ્યમંત્રીને મળતા વેતનની દર 10 વર્ષે સમીક્ષા
  • ફોન બીલ, વાહન સહિત અન્ય સુવિધાઓ મળે છે 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ