બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / Sim Card New Rules telecom department sim card strict rules will be implemented

કામની વાત / હવે સરળતાથી સિમકાર્ડ નહીં મળે! 1 ઓક્ટોબરથી લાગુ થશે આ કડક નિયમ, ફટાફટ આ કામ પૂર્ણ કરી લો

Arohi

Last Updated: 11:11 AM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sim Card New Rules: જો તમે પણ એકથી વધારે સિમ રાખો છો અથવા તો લિમિટથી વધારે સિમ એક્ટિવ છે તો આ વાત ખાસ જાણી લેજો. 1 ઓક્ટોબરથી કડક નિયમ લાગુ થવા જઈ રહ્યા છે.

  • હવે સરળતાથી સિમકાર્ડ નહીં મળે
  • 1 ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ
  • ફટાફટ આ કામ પૂર્ણ કરી લો

ટેલીકોમ ડિપાર્ટમેન્ટ ભારતમાં સિમ કાર્ડને લઈને ઘણા નવા નિયમ લઈને આવ્યું છે જે લોકોના સિમ કાર્ડ ખરીદવા અને એક્ટિવ કરવાની રીતને વધારે કડક કરવા જઈ રહ્યું છે. ટેલીકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતમાં સિમ કાર્ડના વેચાણ અને ઉપયોગ કરવાનાને લઈને નવા નિયમ જોડ્યા છે અને જુના નિયમોમાં થોડા વધારે ફેરફાર કર્યો છે. 

સિમ કાર્ડને નકલી રીતે વેચાણ કરવા પર રોક માટે બનાવેલા નવા નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે. ટેલીકોમ કંપનીઓને 30 સપ્ટેમ્બર પહેલા પોતાના બધા સેલ્સ સેન્ટરનું રજીસ્ટ્રેશન કરવાનું છે. નવા નિયમ લાગુ થયા બાદ સિમ કાર્ડ વેચનાર દુકાનોને સાવધાન રહેવું પડશે. જો દુકાનની તરફથી કોઈ ગડબડ થાય તો તેને 10 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. 

એક ઓક્ટોબરથી લાગુ થશે આ નવા નિયમ 
નવા નિયમ અનુસાર મોટી ટેલીકોમ કંપનીઓને પોતાના સિમ કાર્ડ વેચનાર દુકાનોની સારી રીતે તપાસ કરી લેવી પડશે. તેમને એ કન્ફર્મ કરવાનું રહેશે કે દુકાનો બધા નિયમોને ફોલો કરે. તેનાથી બધી વસ્તુઓ સેફ અને સિક્યોર રહેશે.

તેના ઉપરાંત, ટેલીકોમ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે અસમ, કાશ્મીર અને ઉત્તર પૂર્વ જેવા અમુક એરિયામાં ટેલીકોમ ઓપરેટરને પહેલા બધી દુકાનોનું પોલીસ વેરિફિકેશન શરૂ કરવાનું રહેશે. વેરિફિકેશન બાદ જ તે તેમને નવા સિમ કાર્ડ વેચવાની પરમિશન આપી શકે છે. 

સિમ ગુમ થવા પર કે ડેમેજ થવા પર શું કરવું? 
સિમ કાર્ડ ગુમ થવા પર કે ડેમેજ થવા પર રિપ્લેસમેન્ટ માટે પણ તમારે દરેક પોલીસ વેરિફિકેશનનો સામનો કરવો પડશે. આ પ્રોસેસ એવી હશે જે નવું સિમ કાર્ડ લેવા પર કરવી પડે છે. નવા નિયમ લેવા પાછળનું કારણ સિમ કાર્ડ વધારે સેફ અને સિક્યોર બનાવવું છે અને આ નિર્ણય દેશ અને દેશની સુરક્ષા માટે જરૂરી સ્ટેપ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ