બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Silence will not solve problems, Sonia Gandhi's big attack on the Center

નિવેદન / 'ચૂપ રહેવાથી દેશની સમસ્યા....', સોનિયા ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર

Megha

Last Updated: 10:24 AM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનિયાએ મોદી સરકાર પર એજન્સીઓનો દુરુપયોગ કરવાનો, સંસદમાં વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ, મીડિયા પર દબાણ અને ન્યાયતંત્રની વિશ્વસનીયતાને ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

  • સંસદમાં વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો 
  • મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે પણ મોદી સરકાર પર પ્રહારો કર્યા
  • 45 લાખ કરોડનું જનતાનું બજેટ કોઈપણ ચર્ચા વગર પસાર થઈ ગયું

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. જણાવી દઈએ કે એક અખબારમાં લખવામાં આવેલા લેખમાં સોનિયાએ મોદી સરકાર પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો, સંસદમાં વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરવાનો, મીડિયા પર દબાણ કરવાનો અને ન્યાયતંત્રની વિશ્વસનીયતાને ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ સોનિયાએ પોતાના લેખમાં મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે પણ મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. 

45 લાખ કરોડનું જનતાનું બજેટ કોઈપણ ચર્ચા વગર પસાર થઈ ગયું
મોદી સરકાર પર આકરા પ્રહારો  કરતાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે દેશની સમસ્યાઓ મૌનથી ઉકેલાશે નહીં. સોનિયા ગાંધી કહ્યું કે 'વિપક્ષના વિરોધનો સામનો કરવા માટે સરકારે અનેક ઉપાયો કર્યા. તેમાં ભાષણો કાઢી નાખવા, ચર્ચા અટકાવવી, સંસદના સભ્યો પર હુમલો કરવો અને અંતે ઝડપી ગતિએ કોંગ્રેસના સાંસદને ગેરલાયક ઠેરવવાનો સમાવેશ થાય છે. પરિણામે 45 લાખ કરોડનું જનતાનું બજેટ કોઈપણ ચર્ચા વગર પસાર થઈ ગયું. લોકસભામાં ફાઇનાન્સ બિલ પસાર થયું ત્યારે પણ પીએમ મીડિયા કવરેજ સાથે તેમના મતવિસ્તારમાં પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં વ્યસ્ત હતા.'

વિરોધ પક્ષોને આ મુદ્દો ઉઠાવતા અટકાવવામાં આવી 
વિપક્ષને અદાણી અને બેરોજગારી સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરતા અટકાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષે લખ્યું કે વડાપ્રધાન આજની સમસ્યાઓ માટે વિપક્ષને જવાબદાર માને છે. જ્યારે વિરોધ પક્ષોને આ મુદ્દો ઉઠાવતા અટકાવવામાં આવી રહ્યા છે. અદાણી સહિતના અનેક મુદ્દા ઉઠાવતા અટકાવવામાં આવ્યા હતા. ઈન્ટરપોલે દેશના ભાગેડુ મેહુલ ચોક્સી વિરુદ્ધ જારી કરાયેલી રેડ કોર્નર નોટિસ પાછી ખેંચી લીધી છે.

'લોકશાહીના ત્રણેય સ્તંભ તૂટી રહ્યા છે'
આગળ એમને કહ્યું હતું કે, 'છેલ્લા મહિનાઓમાં આપણે લોકતંત્રના ત્રણેય સ્તંભો, ધારાસભા, કાર્યપાલિકા અને ન્યાયતંત્રનું વ્યવસ્થિત પતન જોયું છે. એમ કે સંસદમાં તાજેતરની ઘટનાઓ કોઈ લો કે સભ્યપદ સમાપ્ત કરવામાં આવી રહ્યું છે. દેશના મહત્વના મુદ્દાઓની અવગણના કરવામાં આવી રહી છે. 

ED અને CBIનો દુરુપયોગ થઈ રહ્યો છે
સોનિયા ગાંધીએ કહ્યું કે આજના સમયમાં ED અને CBIનો દુરુપયોગ થઈ રહ્યો છે. રાજકીય પક્ષોના નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એજન્સીઓ દ્વારા નોંધાયેલા 95 ટકા કેસ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ છે. જેઓ ભાજપમાં જોડાયા તેમની સામેના કેસ ગાયબ થઈ ગયા. રાષ્ટ્રીય સુરક્ષા માટેના કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ