બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / signs of toxic relationship bad for mental health personality disorders
Manisha Jogi
Last Updated: 01:54 PM, 21 February 2024
જ્યારે પણ તમે કોઈ નવા રિલેશનમાં બંધાઓ છો ત્યારે પાર્ટનરની અનેક બાબતોને નજરઅંદાજ કરવા લાગો છો, જે તમારા માનસિક આરોગ્ય માટે ખૂબ જ ખરાબ માનનવામાં આવે છે. રિલેશનમાં એક કે બે બાબતો નજરઅંદાજ કરો તે સામાન્ય છે, પરંતુ તમે બધી જ વાતો ઈગ્નોર કરીને જીવી રહ્યા છો, તો તમારે એલર્ટ થઈ જવું જોઈએ. અહીંયા અમે તમને કેટલીક એવા લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ, જે તમારું રિલેશન ટોક્સિક હોવાનું જણાવે છે.
ADVERTISEMENT
ભૂતકાળમાં જ જીવવું- નિષ્ણાંતો અનુસાર જો તમે તમારા રિલેશનમાં સારી બાબતોને યાદ કરીને જ જીવી રહ્યા છો, તો તમારે સતર્ક થઈ જવું જોઈએ. તમે ભૂતકાળમાં જીવી રહ્યા છો અને વર્તમાનનો નજરઅંદાજ કરી રહ્યા છો, તો તે રિલેશન ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. આ પરિસ્થિતિમાં સ્ટ્રેસ થઈ શકે છે.
બિલ્કુલ બદલાઈ જવું- સંબંધમાં તમને ખુદને ભુલી ગયા છો અને સામેવાળી વ્યક્તિ અનુસાર જીવી રહ્યા છો, તો તમારે એલર્ટ થઈ જવું જોઈએ. જ્યારે તમે એક સારા અને સાચા રિલેશનમાં રહો છો, તો તમારે ખુદને ભૂલવાની જરૂર નથી. સંબંધમાં તમે ખુદને સતત ભૂલીને પાર્ટનર સાથે વાત કરવી પડે છે, તો તે ખૂબ જ ગંભીર બાબત છે.
ADVERTISEMENT
વનસાઈડ કોશિશ- સંબંધ સાચવવા માટે માત્ર એક વ્યક્તિ જ સતત કોશિશ કરતી હોય તો તે તેના માનસિક આરોગ્ય માટે ખૂબ જ જોખમી ચે. જો તમારી સાથે પણ આ રીતે થતું હોય તો તમારે તમારા પાર્ટનર સાથે વાત કરીને આગળ વધવું જોઈએ.
ઊર્જીમાં ઘટાડો- જો તમને એવું લાગી રહ્યું છે કે, તમારા સંબંધમાં તમને એનર્જી ફીલ ના થતી હોય અને તમે કોઈ બાબતે ફોકસ કરી શકતા નથી. તમને યોગ્ય પરિણામ મળતું નથી તો તે રિલેશનથી દૂર થઈ જવું જોઈએ.
વધુ વાંચો: સાયલન્ટ કિલર ડાયાબિટીસ, આજથી જ શુગર લેવલને કંટ્રોલમાં કરવા અજમાવો આ નુસખા
સુરક્ષિત ફીલ ના થવું- તમને તમારા પાર્ટનર સાથે સુરક્ષિત ફીલ થવું જોઈએ. આ પ્રકારે ના થાય તો તમારે સમજી જવું જોઈએ કે, સંબંધ ખૂબ જ ગંભીર સ્તરે પહોંચી ગયો છે. આ પરિસ્થિતિમાં પાર્ટનર સાથે વાત કરીને આગળ વધો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.