બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Significance of First Letter of Name in Vedic Astrology

Name Astrology / રૂપિયાને હાથનો મેલ સમજે છે આ અક્ષર વાળા લોકો, પણ પ્રેમને વ્યક્ત કરવામાં પડે છે પાછા, ઈમાનદારીના છે પર્યાય

Kishor

Last Updated: 04:38 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'M' અક્ષરવાળા લોકોનો ભાગ્ય અંક 4 હોય છે અને M અક્ષરવાળા લોકોને હિંમતવાન અને બુદ્ધિશાળી હોવાનું પણ માનવામાં આવે છે. ઉપરાંત ઉદાર મનના હોય છે.

  • વૈદિક જ્યોતિષમાં વ્યક્તિના નામના પહેલા અક્ષરનું ઘણુ મહત્વ
  • 'M' અક્ષરવાળા લોકો વિશે જાણો વિસ્તારથી
  • M અક્ષરવાળા લોકો હિંમતવાન અને બુદ્ધિશાળી હોય છે

વૈદિક જ્યોતિષમાં વ્યક્તિના નામના પહેલા અક્ષરનું ઘણુ મહત્વ હોય છે અને પહેલો અક્ષર વ્યક્તિનો સ્વભાવના અને વ્યક્તિત્વ તથા ભવિષ્ય જાણવામાં પણ મદદરૂપ થઇ શકે છે. ત્યારે આજે 'M' અક્ષરવાળા લોકો વિશે વિસ્તારથી જાણીએ! અંકશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે 'M' અક્ષરવાળા લોકોનો ભાગ્ય અંક 4 હોય છે અને M અક્ષરવાળા લોકોને હિંમતવાન અને બુદ્ધિશાળી હોવાનું પણ માનવામાં આવે છે. વધુમાં તે જે પણ કામ હાથમાં લે તે ઈમાનદારીથી પૂર્ણ કરે છે. ઉપરાંત સ્વભાવે થોડા ગુસ્સાવાળા આ લોકોનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષિત હોય છે. જે અન્ય લોકોને તાત્કાલીક આકર્ષિત કરી શકે છે.
 

વારંવાર તેમની કારકિર્દી બદલતા રહે છે
ખાસ એવુ પણ માનવામાં આવે છે કે 'M' અક્ષરવાળા લોકો ઈમાનદારીથી પોતાનું કામ કરતા હોવાથી તે અન્ય લોકોની પાસેથી પણ સારા કામની આશા, અપેક્ષા રાખતા હોય છે.  આવા લોકો બદલાવથી જરા પણ ડરતા નથી અને  તેઓ વારંવાર તેમની કારકિર્દી બદલતા રહે છે, આવા લોકો સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને કોઈપણ કામ કરતા પહેલા કામ વિશે અગાઉથી જ આયોજન કરી લેતા હોય છે. જેને લઈને સફળતાની તક પણ તેના માટે વધી જતી હોય છે. વ્યવહારિક જ્ઞાન પણ તેનામાં ખૂબ ભરેલું હોય છે.

 પાણીની જેમ વાપરે છે પૈસા 

'M' અક્ષરવાળા લોકો હંમેશા ઊંડા ચિંતનમાં હોવાનું પણ માનવામાં આવે છે અને રાજકારણમાં તે સારું નામ કમાઈ શકે છે. વારંવાર ગુસ્સો આવવો એ તેઓની મોટી નબળાઈ માનવામાં આવે છે. નાની-નાની વાતો પર ગુસ્સે થઈ જાય છે, આ ટેવને લઈને તે ક્યારેક મુશ્કેલીમાં પણ મુકાઈ જતા હોય છે. નીડરતાનો ગુણ ધરાવતા આવા લોકો કોઈપણ કામ કરવામાં અચકાતા નથી. થોડા શરમાળ સ્વભાવના હોય છે. તેમજ જલ્દી પ્રેમમાં પડતા નથી અને એક વખત પ્રેમમાં પડ્યા બાદ તે જીવનભર સાથ નિભાવે છે. બીજી બાજુ તેઓ પાણીની જેમ પૈસા વાપરે છે. એટલે કે ઉદાર મનના હોય છે. આ લોકો ખર્ચાળ સ્વભાવના હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ