બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / આરોગ્ય / side effects of sleeping with your phone next to your bed

Side Effects of Mobile / તકીયા નીચે મોબાઇલ રાખીને સૂવાની આદત હોય તો ચેતી જજો, નહીં તો કેન્સરથી લઇને આ બીમારીના બનશો ભોગ

Bijal Vyas

Last Updated: 11:20 AM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો મોબાઈલનો ઉપયોગ કર્યા પછી કાં તો લોકો મોબાઈલને તકિયાની નીચે રાખીને સૂઈ જાય છે અથવા તણાવ અને ડિપ્રેશનનું સ્તર પણ વધી શકે છે....

  • મોબાઈલ ફોન રેડિયો ફ્રીક્વન્સી રેડિયેશન કેન્સરના જોખમને વધારે છે
  • માથામાં સતત દુખાવાની સમસ્યા રહે છે.             
  • મોબાઇલના કારણે તણાવ અને ડિપ્રેશનનું સ્તર પણ વધી શકે છે

Side Effects of Mobile: અત્યારના સમયમાં મોબાઈલ ફોન ઝડપથી આપણી દિનચર્યાનો એક ભાગ બની ગયો છે. બાળકોથી લઈને વડીલો સુધી, આજકાલ દરેક વ્યક્તિ પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ ફોન પર વિતાવે છે. ઓફિસનું કામ હોય કે સ્કૂલનું કામ, દરેક વ્યક્તિ પોતાના કામ માટે મોબાઈલનો ઉપયોગ કરે છે. આ સિવાય ઘણા લોકો ફ્રી ટાઇમમાં સ્ક્રીન સ્ક્રોલ કરવામાં પોતાનો સમય પસાર કરે છે. ઘણા લોકોને ખાસ કરીને રાત્રે સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાની આદત હોય છે. એટલું જ નહીં, મોબાઈલનો ઉપયોગ કર્યા પછી કાં તો લોકો મોબાઈલને તકિયાની નીચે રાખીને સૂઈ જાય છે અથવા તણાવ અને ડિપ્રેશનનું સ્તર પણ વધી શકે છેતો તેનો ઉપયોગ કરતી વખતે અચાનક ઊંઘ આવી જાય છે.

આવી સ્થિતિમાં ફોનને તકિયા પર રાખીને સૂવાથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જેના કારણે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર થાય છે. જો તમે એવા લોકોમાંથી એક છો જેઓ રાત્રે સૂતી વખતે તકિયાની નીચે મોબાઈલ રાખે છે તો તરત જ તમારી આદત સુધારી લો. આવો તેના કેટલાક ગેરફાયદા વિશે માહિતી મેળવીએ...

side-effects-of-using-mobile-smartphone-during-late-night

ઊંઘની સમસ્યા અથવા ઇન્સોમનિયા
મોબાઈલ ફોનમાંથી નીકળતી વાદળી પ્રકાશ મેલાટોનિનના ઉત્પાદનમાં અવરોધ લાવી શકે છે. મેલાટોનિન એક હોર્મોન છે જે ઊંઘને ​​નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તેના પ્રોડક્શનમાં થનારા અવરોધને કારણે ઊંઘ આવવી અને સુવાનું મુશ્કેલ બની શકે છે.

કેન્સરને વધવાનો ખતરો 
કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે મોબાઈલ ફોન રેડિયો ફ્રીક્વન્સી રેડિયેશન નીકળે છે, જેના સંપર્કમાં આવવાથી અમુક પ્રકારના કેન્સરનું જોખમ વધી શકે છે, જેમ કે મગજનું કેન્સર થવાનો ખતરો વધી શકે છે. 

પ્રજનન ક્ષમતામાં કમી
કેટલાક અભ્યાસોએ એ પણ દર્શાવ્યું છે કે મોબાઈલ ફોનમાંથી રેડિયો ફ્રીક્વન્સી રેડિયેશનના સંપર્કમાં આવવાથી પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તામાં ઘટાડો થઈ શકે છે, જે પ્રજનન ક્ષમતામાં ઘટાડો તરફ દોરી શકે છે.

Topic | VTV Gujarati

માથામાં દુખાવો
કેટલાક લોકો કે જેઓ મોબાઈલ ફોન માથા પાસે રાખીને સૂઈ જાય છે તેઓને પણ માથાનો દુખાવો થઈ શકે છે. આ ફોન દ્વારા ઉત્પન્ન થતી ગરમી અથવા રેડિયો ફ્રીક્વન્સી રેડિયેશનના સંપર્કને કારણે હોઈ શકે છે.

તણાવ અને ડિપ્રેશનમાં વધારો 
જો રાત્રે સૂતી વખતે મોબાઈલ તમારા તકિયા નીચે અથવા માથા પર રાખવામાં આવે તો તેનાથી તણાવ અને ડિપ્રેશનનું સ્તર પણ વધી શકે છે. ખરેખર, મોબાઈલના ઉપયોગથી શરીરમાં કોર્ટિસોન નામના સ્ટ્રેસ હોર્મોનનું સ્તર વધે છે અને તમે ઊંઘમાં પણ તણાવમાં રહો છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ