બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / side effects of cashew do you eat more cashewnuts

હેલ્થ ટિપ્સ / કાજુ બહુ ભાવતા હોય પણ ખાવા માટે તૂટી ન પડતાં! કંટ્રોલ નહીં રાખો તો હેલ્થને થઈ શકે છે આવા નુકસાન

Bijal Vyas

Last Updated: 06:55 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાજૂ દરેક વ્યક્તિને ભાવે છે, અને કાજૂ સ્વાસ્થ્ય માટે લાભદાયી પણ છે, પરંતુ જો જરુર કરતા વધારે ખાવામાં આવે તો તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

  • વધારે પડતા કાજૂનુ સેવન કરવાથી તમને હેવીનેસ થઇ શકે છે
  • કાજૂમાં કેલેરીની માત્રા ખૂબ વધારે હોય છે
  • કાજૂમાં વધારે સોડિયમ હોવાથી બ્લડ પ્રેશરની સમસ્યા થઇ શકે છે 

side effects of cashew:કાજૂ દરેકને ભાવતા હોય છે પરંતુ કેટલાંક લોકો એવા પણ હોય છે, જે આખા દિવસમાં ગમે ત્યારે ગમે તેટલી માત્રામાં કાજૂ ખાતા રહે છે. ઘણી વખત તમારા શરીરને ફાયદો કરનારા કાજૂ તમારા આરોગ્યને બગાડી પણ શકે છે. આવો જણાવીએ કે કાજૂનું વધારે પડતુ સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે.

પેટ ખરાબ 
કાજૂ ડાઇજેસ્ટ કરવામાં થોડા ભારે હોય છે. જો તમે સતત કાજૂ ખાઓ છો તો તમને ઇનડાઇજેશનની સમસ્યા થઇ શકે છે. 

ઘભરામણ 
વધારે પડતા કાજૂનુ સેવન કરવાથી તમને હેવીનેસ અને ઘભરામણનો અનુભવ થઇ શકે છે. જે હેલ્થ માટે નુકસાન કારક છે. 

કાજૂમાં છુપાયેલુ છે સારા સ્વાસ્થ્ય માટેનુ રહસ્ય, જાણો ફાયદા | health  benefits of eating cashew nuts or kaju

હેવી કેલેરી
કાજૂમાં કેલેરીની માત્રા ખૂબ વધારે હોય છે. તેથી જરુરથી વધારે કાજૂ ખાવાથી બચવુ જોઇએ. 

વધે છે વજન 
જેવી રીતે કાજૂની વધુ માત્રામાં કેલેરી મળી આવે છે તેવી જ રીતે તેનુ વધારે પડતુ સેવન કરવાથી તમારા વજનમાં પણ વધારો થઇ શકે છે. 

સોડિયમનું વધવુ 
કાજુમાં સોડિયમની માત્રા વધારે હોય છે. તેથી નમકીન એટલે ખારા કે મસાલાવાળા કાજૂનુ સેવન જરુરથી વધારે ના કરવુ જોઇએ. 

હાર્ટ બ્લડ પ્રેશર 
કાજૂમાં વધારે સોડિયમ હોવાથી બ્લડ પ્રેશરની સાથે સાથે સ્ટ્રોક, હૃદય અને કિડનીની સમસ્યાનો ખતરો વધી શકે છે. 

શિયાળામાં ભૂલથી પણ આ લોકોએ ન ખાવા કાજૂ, નહીં તો થશે નુકસાન | cashew side  effects for health kaju ke nuksan

એલર્જીનો ડર
ઘણા લોકોને કાજૂના કારણથી એલર્જી થઇ શકે છે. જેનાથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે. 

પેટમાં દુખાવો
વધારે કાજૂ ખાધા બાદ ઘણા લોકોને ઉલ્ટી, ઝાડાની ફરીયાદ રહે છે. જેના કારણે પેટમાં પણ દુખાવો થવા લાગે છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ