હળદરવાળુ દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ આ પરેશાનીઓનો સામનો કરી રહેલ વ્યક્તિએ ભૂલથી પણ સેવન ના કરવું.
હળદરવાળા દૂધ દરેક માટે નથી ફાયદાકારક
વધારે માત્રામાં હળદર ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થાય છે
હળદરવાળુ દૂધ પુરુષોના સ્પર્મ ક્વોલિટી પર ખરાબ પ્રભાવ પાડે છે
લોકો સ્વસ્થ્ય રહેવા માટે હળદર વાળા દૂધ પીવાની સલાહ આપતા હોય છે, જેના અનેક ફાયદા પણ છે. હળદર એન્ટીસેપ્ટિક ગુણથી ભરપુર હોય છે, તેવામાં જો તમે દૂઘની સાથે મિક્સ કરીને તેને પીવો છો તો તેનો ગુણોમાં વધારો થાય છે. હળદરવાળુ દૂધ અનેક બીમારીઓમાં લાભદાયી છે. પરંતુ અમુક લોકોને આ દૂધ નુકશાન પહોંચાડી શકે છે. તો આવો જાણીએ કે કઇ સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ હળદરવાળા દૂધનું સેવન ના કરવું જોઇએ?
1. ગર્ભવતી મહિલાએ ના પીવુ આ દૂધ
પ્રેગ્નેટ મહિલાઓને હળદરવાળુ દૂધ પીવાનું કહેવામાં આવે છે જેથી બાળક ગોરુ આવે. પરંતુ હળદર ગર્ભાશયને સંકોચે છે, ગર્ભાશયમાં રક્ત સ્ત્રાવ અથવા ગર્ભાશયમાં ટ્વિચ પેદા કરી શકે છે. ઘણા કેસમાં હળદર કેન્સર સેલ્સથી લડવામાં મદદ કરે છે. તો બીજા કેસમાં જોવા મળ્યુ છે કે આ બ્રેસ્ટ કેન્સરને પ્રોત્સાહન આપે છે.
2. પેટને લગતી સમસ્યા
જે લોકોને પેટને લગતી સમસ્યા હોય તો આ લોકોએ હળદરવાળુ દૂધનું સેવન ઓછામાં ઓછુ કરવુ જોઇએ. વધારે માત્રામાં હળદર ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થાય છે. તેવામાં હળદરવાળુ દૂધ પીવાથી પેટ ખરાબ થઇ શકે છે. હળદરમાં રહેલા કરક્યબમિન એક્ટિવ કંપાઉન્ડના કારણથી ઝાડા અને ઉબકા જેવી સમસ્યા થઇ શકે છે. તે સાથે તમને મસાલા ખાવાથી એલર્જી થતી હોય તો હળદરનો ઉપયોગ પણ બંધ કરવો, નહીં તો એલર્જી વધી શકે છે.
3.ગોલબ્લેડર અને લીવરની સમસ્યા
જો તમારા શરીરમાં કોઇપણ ભાગમાં સ્ટોન છે તો હળદરવાળુ દૂધ પીવાથી પરહેઝ કરવો જોઇએ. ખાસ કરીને ગ્લોબ્લેડરની તકલીફ હોય તે લોકોએ ખાસ કારણ કે તેમની મુશ્કેલી વધી શકે છે. જો તમને લીવરથી જોડાયેલી કોઇ સમસ્યાથી પીડાઇ રહ્યા છો તો ભૂલથી પણ હળદરવાળા દૂધનું સેવન ના કરો, કારણ કે આનાથી તમારી સમસ્યા વધી શકે છે.
4. વધારે છે ઇનફર્ટિલિટી
હળદરવાળુ દૂધ પુરુષોના સ્પર્મ ક્વોલિટી પર ખરાબ પ્રભાવ પાડે છે. તેને પીવાથી શુક્રાણુ નબળા થઇ જાય છે. તેથી જો ફેમિલી પ્લાનિંગ કરી રહ્યાં હોય તો ભૂલથી પણ હળદરવાળા દૂધનું સેવન ના કરો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.