બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Siddhapur MLA Chandanji Thakore wrote a letter to the CM

ઉત્તર ગુજરાત / લીલો દુષ્કાળ જાહેર કરો અને પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવો: ધારાસભ્યએ CMને લખ્યો પત્ર

Priyakant

Last Updated: 12:47 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના ધારાસભ્યએ લખેલા પત્રમાં ઉત્તર ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઇ

  • સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે CMને લખ્યો પત્ર
  • ઉત્તર ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ
  • ઉત્તર ગુજરાતમાં વરસાદથી થયેલા નુકસાન અંગે રજૂઆત
  • ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે કરીને વળતર ચુકવવા માંગ

રાજ્યમાં સતત વરસાદને કારણે અનેક જગ્યાએ દુષ્કાળની સ્થિતિ બની છે. તેવામાં હવે સિધ્ધપુર ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યએ લખેલા પત્રમાં ઉત્તર ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઇ છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પડેલ ભારે વરસાદથી ખેડૂતોને નુકસાનની રજૂઆત કરાઇ છે. જેમાં ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવા માંગ કરવામાં આવી છે. 

ચોમાસામાં મોડે મોડે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આવ્યો હોય ખેડૂતોને મોટું નુકશાન થયું છે. જેમાં અતિશય વરસાદને કારણે ખેડૂતના ખેતરોમાં પાણી ભરાઈ જતાં ભારે પાક નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. તેવામાં હવે ઉત્તર ગુજરાતના સિધ્ધપુરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. 

સિદ્ધપુર MLAએ પત્રમાં શું લખ્યું ? 

પાટણ જિલ્લાના સિધ્ધપુર વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય ચંદનજી ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી છે. આ સાથે ચંદનજીએ ઉત્તર ગુજરાતમાં પડેલ ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનની રજૂઆત કરી છે. પત્રમાં ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવા માંગ પણ કરાઇ છે. 

આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી 

ગુજરાતમાં આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતા છે. જોકે ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા હવે નહિવત છે પરંતુ દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  આજે દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ જેવા કે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડે તેવી શક્યતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ