બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shri kashi vishwanath temple varanasi soon launch mobile app for time slot

હાઈટેક મંદિર / મહાશિવરાત્રી નિમિત્તે આ મંદિરમાં અનોખી વ્યવસ્થા, દર્શન કરવા જતાં પહેલા એપથી કરાવી શકશો બુકિંગ

Khyati

Last Updated: 11:05 AM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાશિવરાત્રિએ કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે કરવો પડશે સ્લોટ બુક. મંદિર પ્રશાસન દ્વારા એપ્લિકેશન કરવામાં આવી રહી છે તૈયાર

  • કાશી વિશ્વનાથ ધામ મંદિર પ્રશાસનનો મહત્વનો નિર્ણય 
  • મહાશિવરાત્રિને લઇને કરવામાં આવી તૈયારીઓ
  • મોબાઇલ એપ્લિકેશન કરવામાં આવી રહી છે તૈયાર 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કર્યુ હતું. વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓની વધતી સંખ્યા વચ્ચે હવે કોરિડોર હાઇટેક બનાવવા મંદિર પ્રશાસને એક પ્રયાસ કર્યો છે.મહાશિવરાત્રિનો પર્વ આવી રહ્યો છે ત્યારે મંદિર પ્રશાસને આ ભારે ભીડને ધ્યાને રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે.

મોબાઇલ એપ્લિકેશન તૈયાર

કાશી વિશ્વનાથ મંદિરના ટ્રસ્ટના નામે એક મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી રહી છે. જેના દ્વારા શ્રદ્ધાળુઓ ટાઇમ સ્લોટ બુક કરી શકશે. મંદિર પ્રશાસને આ અંગે શ્રદ્ધાળુઓ પાસેથી પ્રતિક્રિયા માંગી છે. જે મુજબ તૈયારીઓ વધુ સુદ્ધઢ કરવાનો મંદિર પ્રશાસન તરફથી દાવો કરવામાં આવ્યો છે. કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યપાલક અધિકારી સુનીલ વર્માએ આ અંગે જણાવ્યુ કે શ્રદ્ધાળુઓ પાસેથી તેઓના ટાઇમિંગ અંગે સૂચી તૈયાર કરવામાં આવી રહી છે. જે પ્રમાણે અમે તૈયારીઓ કરીશું.

શ્રદ્ધાળુઓને નહી પડે તકલીફ

સુનીલ વર્માએ વધુમાં એમ પણ જણાવ્યુ કે શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે પ્રમાણેની સુવિધાઓ કરવામાં આવે તેવો અમારો પ્રયત્ન રહેશે. આ એપ્લિકેશનથી શ્રદ્ધાળુઓ અંગે પૂર્વાનુમાન કરીને તે પ્રમાણે તૈયારી કરવામાં આવશે. જેનાથી ભીડને મેનેજ કરવી સરળ રહેશે. પાણી, વૉશરુમ સહિત અન્ય સુવિધાઓ પણ વધારવામાં આવશે.

ટાઇમિંગ પ્રમાણે તૈયારી કરાશે

વિશ્વનાથ મંદિરના સીઇઓએ જણાવ્યુ કે એપ્લિકેશનમાં માત્ર તમારે એક્સપ્રેશન જાહેર કરવાનું રહેશે કે તેઓ કયા ટાઇમિંગમાં આવી રહ્યા છે. જેનો ઉદ્દેશ એ છે કે એક્સપ્રેશન અનુસાર તમામ તૈયારીઓ કરી શકાય. એમ પણ જણાવ્યુ કે આ પ્રકારની સૂચના કલેક્ટ કરવાની એપ્લિકેશન કહી શકાય છે. તેમણે આગળ એમ પણ જણાવ્યુ કે આ એપ્લિકેશનમાં ટાઇમિંગ સ્લોટમાં સંખ્યાને જોઇને સુવિધાઓ ઉપલબ્ધ કરવા પર ફોકસ કરી શકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ