બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / shrawan 2022 to fulfill your every wish do offer those 5 grains to lord shiva mahadev

Shrawan 2022 / શ્રાવણમાં ભોલેનાથને અર્પણ કરો આ 5 પ્રકારના અનાજ, થશે ઘણા લાભ, જાણો પૂજા વિધિ

Arohi

Last Updated: 05:01 PM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ માસની શરૂઆત થાડ દિવસોમાં થશે. આ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવશે. શ્રાવણમાં ભોલેનાથ તેમના ભક્તો પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે.

  • ફળ-ફૂલની સાથે ચઢાવો આ વસ્તુઓ 
  • મહાદેવને અતિ પ્રિય છે કાળા તલ 
  • શ્રાવણમાં જલ્દી પ્રસન્ન થાય છે ભોળેનાથ 

અષાઢ મહિનો પૂરો થતાની સાથે જ શ્રાવણ માસનો પ્રારંભ થશે. શ્રાવણ મહિનો ભોલેનાથની પૂજા માટે સમર્પિત છે. આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે. જેના કારણે તેઓ પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. શ્રાવણ એ શિવનો પ્રિય મહિનો છે. આ જ કારણ છે કે શિવભક્તો પણ આ મહિનાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. 

આમતો ભોળા ભંડારી શુદ્ધ પાણીના જલાભિષેકથી પણ ખુશ થઈ જાય છે. પરંતુ જો તમે શ્રાવણમાં ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા માંગતા હોવ તો તેમના મનપસંદ ફળો અને ફૂલોની સાથે આ 5 પ્રકારના અનાજ અર્પણ કરો. શિવને આ 5 પ્રકારના અનાજ અર્પિત કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને કષ્ટોથી મુક્તિ મળશે. જાણો કયા છે આ પાંચ અનાજ....

શ્રાવણમાં શિવજીને અર્પણ કરો આ 5 અનાજ 


અક્ષત 
શ્રાવણ માસમાં શિવલિંગ પર સફેદ ચોખા અથવા અક્ષત અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. શ્રાવણના સોમવારના દિવસે શિવજીને મુઠ્ઠીભર અક્ષત અર્પણ કરો અને પછી આ અક્ષત કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. આમ કરવાથી ધન અને ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે. પરંતુ ધ્યાન રાખો કે ચોખાનો એક પણ દાણો તૂટેલો ન હોય.

કાળા તલ 
ભાંગ, ધતુરા અને બિલિપત્રની જેમ શિવલિંગ પર કાળા તલ પણ ચઢાવવામાં આવે છે. કારણ કે ભગવાન શિવને કાળા તલ ખૂબ પ્રિય છે. શ્રાવણમાં શિવને કાળા તલ અર્પણ કરવાથી માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

તુવેરની દાળ 
શ્રાવણ માસમાં શિવલિંગ પર પીળી તુવેરની દાળ ચઢાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.

ઘઉં
જો કોઈ કારણથી વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા વિઘ્નો આવી રહ્યા હોય તો શ્રાવણ મહિનામાં શિવલિંગ પર ઘઉં અર્પણ કરવા જોઈએ. આ સાથે ઘઉં ચઢાવવાથી બાળકોમાં પણ ખુશીઓ આવે છે અને વ્યક્તિનું બૌદ્ધિક સ્તર પણ વિકાસ પામે છે.

મગ
શ્રાવણ માસમાં શિવલિંગ પર લીલા મગની દાળ ચઢાવો. આનાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ