બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / shravan month 2023 starts today chat these shiva mantras

ધર્મ / શ્રાવણ માસમાં આ મંત્રોચ્ચારથી કરો ભગવાન શિવને પ્રસન્ન, મહાદેવની કૃપાથી બનશે બગડેલા તમામ કામ

Arohi

Last Updated: 09:49 AM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shravan Month 2023: હિન્દી કેલેન્ડર અનુસાર આજથી ભોલેનાથનો પ્રિય મહિનો શ્રાવણ શરૂ થઈ ચુક્યો છે.  એવામાં શ્રાવણના મહિનામાં ભગવાન શિવજીના આ મંત્રોનો જાપ કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થશે.

  • હિન્દી કેલેન્ડર અનુસાર આજથી શરૂ થયો શ્રાવણ 
  • શ્રાવણ મહિનામાં શિવજીના આ મંત્રોનો કરો જાપ 
  • શિવજી પ્રસન્ન થઈ ઈચ્છા કરશે પુરી

હિન્દી કેલેન્ડર અનુસાર શિવજીને અતિપ્રિય શ્રાવણ મહિનો શરૂ થઈ ચુક્યો છે. ગુજરાતમાં 17મીએ સોમવતી અમાસ અને 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે. શ્રાવણ મહિનામાં ચારે બાજુ ભોલેનાથના નામની ગૂંજ હોય છે. કહેવાય છે કે માતા પાર્વતીએ પણ શિવજીને પતિના રૂપમાં મેળવવા માટે શ્રાવણ મહિનામાં જ કઠોર તપ કર્યું હતું અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે માતા પાર્વતીને પત્નીના રૂપમાં સ્વીકાર કર્યા હતા. 

એટલે કે સારા વરની પ્રાપ્તિ માટે આ મહિનામાં ભગવાન શિવજીની પૂજા-અર્ચના જરૂર કરવી જોઈએ. તેના ઉપરાંત શ્રાવણમાં આ શિવ મંત્રોનો જાપ કરવાથી પણ ખાસ શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. 

  1. દરેક પ્રકારના સુખ અને વૈભવ મેળવવા માટે તમારે શિવજીના અધોર મંત્રનું નિત્ય 11 વખત જાપ કરવું જોઈએ. મંત્ર છે-  ऊँ अघोरेभ्यो अथघोरेभ्यो, घोर घोर तरेभ्यः। सर्वेभ्यो सर्व शर्वेभ्यो, नमस्ते अस्तु रूद्ररूपेभ्यः।।
  2. શિક્ષાના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તમારે ભગવાન શિવના આ મંત્રનો દરરોજ 51 વાખત જાપ કરવો જોઈએ. મંત્ર છે- ऊँ शं शंकराय भवोद्भवाय शं ऊँ नमः।
  3. જીવનશાથીની સાથે સંબંધમાં મિઠાસ માટે તમારે શિવજીના આ મંત્રને દરરોજ 108 વખત જાપ કરવો જોઈએ. મંત્ર છે- ऊँ शिवाय नमः ऊँ।
  4. તમારા બિઝનેસની ગતિ વધારવા માટે સાથે જ તમે ઈચ્છો છો કે તમારો બિઝનેસ બીજા શહેરો સુધી જાય તો શ્વાવણ મહિનામાં દરરોજ તમારે ભગવાન શિવના આ મંત્રનો 216 વખત જાપ કરવો જોઈએ. મંત્ર છે- ऊँ शं शिवाय शं ऊँ नमः।
  5. નોકરીમાં પદોન્નતિની સાથે સેલેરીમાં વધારો મેળવવા માંગતા હોય તો શ્રાવણ મહિના વખતે તમને ભગવાન શંકરના આ મંત્રનો દરરોજ 21 વખત જાપ કરવો જોઈએ. મંત્ર છે- नमामिशमीशान निर्वाण रूपं। विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपं।।
  6. પોતાના સ્વાસ્થ્યને ઉત્તન બનાવવા માટે કે પછી પહેલાથી ચાલી આવતી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે શ્રાવણ મહિના વખતે તમારે શિવજીના ત્ર્યમ્બક મંત્રનું 31 વખત જાપ કરવો જોઈએ. મંત્ર છે- ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥
  7. પોતાની આર્થિક સ્થિતિ સારી બનાવવા માટે શ્રાવણ મહિના વખતે તમારે ભગવાન શિવના આ મંત્રનું નિત્ય 51 વખત જાપ કરવો જોઈએ. મંત્ર છે- ऊँ शं भवोद्भवाय शं ऊँ नमः।।
  8. ઈચ્છા અનુસાર વર કે વધુ મેળવવા માટે શ્રવાણ મહિનામાં શિવજીના આ મંત્રને દરરોજ 11 વખત જાપ કરવો જોઈએ. મંત્ર છે- निजं निर्गुणं निर्विकल्पं निरीहं। चिदाकाश माकाश वासं भजेऽहं।।
  9. પોતાના કરિયરમાં પ્રગતિ મેળવવા માટે શ્રાવણ મહિના વખતે તમારે શિવજીના આ મંત્રને દરરોજ 111 વખત જાપ કરવો જોઈએ. મંત્ર છે- ऊँ शं विश्वरूपाय अनादि अनामय शं ऊँ।
  10. ઓફિસમાં બેક-બાઈટિંગથી બચવા માટે શ્રાવણ મહિના વખતે તમારે ભગવાન શંકરના આ મંત્રનો 21 વખત દરરોજ જાપ કરવો જોઈએ. મંત્ર છે- ऊँ क्लीं क्लीं क्लीं वृषभारूढ़ाय वामांगे गौरी कृताय क्लीं क्लीं क्लीं ऊँ नमः शिवाय।।
  11. તમારા પડોસિઓ અને સગા-સંબંધીઓથી સારા સંબંધ બનાવવા માટે શ્રાવણના મહિના વખતે તમારે ભગવાન શિવને આ મંત્રનો દરરોજ 366 વખત જાપ કરવો જોઈએ. મંત્ર છે- शं शं शिवाय शं शं कुरु कुरु ऊँ।।
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ