બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / shraddha kapoor trolled over buying lamborghini worth rs 4 crore

મનોરંજન / શ્રદ્ધા કપૂરે ખરીદી કરોડોની લેમ્બોર્ગિની, 325 kmph ની ટોપ સ્પીડ! લોકોએ બરાબરની કરી ટ્રોલ, કહ્યું મેટ્રો વખતે મોટી પર્યાવરણ કાર્યકર્તા બની ગઈ હતી

Arohi

Last Updated: 12:47 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shraddha Kapoor Trolled: હાલમાં જ શ્રદ્ધા કપૂરે 4 કરોડની લેમ્બોર્ગિની લીધી છે. જ્યાં એક તરફ એક્ટ્રેસના ફેંસ તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે તો ત્યાં જ બીજી તરફ ટ્રોલર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

  • શ્રદ્ધા કપૂરે ખરીદી 4 કરોડની ગાડી 
  • 325 kmph ની છે ટોપ સ્પીડ! 
  • લોકોએ બરાબરની કરી ટ્રોલ

એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે હાલમાં જ 4 કરોડની લેમ્બોર્ગિની ખરીદી છે. જેના બાદ એક્ટ્રેસના ફેંસ તેને શુભકામનાઓ આપી રહ્યા છે. પરંતુ ઘણા લોકો તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરી રહ્યા છે. હકીકતે એક્ટ્રેસને કાર્સનો ખૂબ જ શોખ છે. તેણે પોતાના કાર કલેક્શનમાં વધુ એક મોંઘી ગાડીને એડ કરી છે જે 4.64 કરોડની લેમ્બોર્ગિની છે. જોકે આ ગાડીને લઈને એક્ટ્રેસ ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. 

શોરૂમે લેમ્બોર્ગિની સાથે શ્રદ્ધા કપૂરનો એક ફોટો શેર કર્યો હતો. જેની સાથે તેમણે એક પોસ્ટ પણ લખી છે "આ કોઈ અજીબ વાત નથી પરંતુ શ્રદ્ધા કપૂરે હાલ હ્યુરાકન ટેક્નિકા ખરીદી છે. ભલે તે બોલિવુડની સૌથી મોટી કલાકારમાંથી નથી પરંતુ તે કલાકારોમાંથી એક છે જે સૌથી અલગ છે." પરંતુ આ ગાડીને લઈને શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે. 

લેમ્બોર્ગિનીને લઈને ટ્રોલ થઈ શ્રદ્ધા
હાલમાં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે લેમ્બોર્ગિનીની સાથે એક્ટ્રેસનો ફોટો અને તેમનો જુનો ફોટો શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ તરીકે અવાજ ઉઠાવતી જોવા મળી રહી છે. એવામાં યુઝર્સનું કહેવુ છે કે 'સિલેક્ટિવ એક્ટિવિસ્ટ ઓફ અનવાયરમેન્ટ'. એક તરફ યુઝર્સ લખે છે કે શ્રદ્ધા કપૂરે 4 કરોડની લેમ્બોર્ગિની ખરીદી છે જે ઓઈલ પીવે છે અને CO2 બહાર કાઢે છે. શું આ તેજ શ્રદ્ધા કપૂર છે જેમણે જંગલમાં ઝાડને કાપવાને લઈને વિરોધ કર્યો હતો? 

2019માં શ્રદ્ધા કપૂરે પર્યાવરણને બચાવવા લીધુ હતુ સ્ટેન્ડ 
જણાવી દઈએ કે એક્ટ્રેસને જે વીડિયો અને ફોટોને લઈને ટ્રોલ કરવામાં આવી રહી છે. તે 2019ના છે. જ્યારે શ્રદ્ધા કપૂરે પર્યાવરણને બચાવવા માટે સ્ટેન્ડ લુધુ હતું. જેના ફોટો ખૂબ વાયરલ થયા હતા. તે સમયે એક્ટ્રેસને લોકોનો ખૂબ સપોર્ટ મળ્યો હતો. પરંતુ હવે વર્ષ 2023માં એક્ટ્રેસે લેમ્બોર્ગિની ખરીદ્યા બાદ તેને ટ્રોલર્સનો સામનો કરવો પડી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ