બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shortage of teachers in Chotaudepur

છોટાઉદેપુર / આદિવાસી વિસ્તારોમાં શિક્ષણના પોકળ દાવા: એક તો શાળા ખખડધજ એમાંય શિક્ષક એક જ

Dinesh

Last Updated: 10:09 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નસવાડી તાલુકામાં શિક્ષણની સ્થિતિ ખખડધજ; નસવાડીના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર એક શિક્ષકથી શાળા ચાલે છે, સ્થાનિકોની શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવાની માગ

  • છોટાઉદેપુરમાં શિક્ષકોની અછત
  • એક શિક્ષક ચલાવે આખી શાળા
  • પ્રાથમિક શિક્ષણની સ્થિતિ ક્યારે સુધરશે?

આદિવાસી વિસ્તારમાં સરકારના ગુણવત્તા સભર શિક્ષણના દાવા પોકળ સાબિત થયા છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં શિક્ષણની સ્થિતિ ખખડધજ જોવા મળી છે. નસવાડીના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર એક શિક્ષકથી શાળા ચાલે છે. 

નસવાડી તાલુકામાં શિક્ષણની સ્થિતિ ખખડધજ 
નસવાડીના ભગવાનપુરા, ચુનાખાણ સોડત ગામની શાળામાં માત્ર એક શિક્ષક છે. આ તમામ ગામની શાળામાં ધોરણ 1થી 5માં માત્ર 1 શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે. જેને લઇ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નબળા શિક્ષણને લઇ પ્રશ્નો ઉભા થયા છે. આ શાળાઓમાં વર્ષોથી એક શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે. આમ છતાં નવા શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી. શાળામાં શિક્ષકોના અભાવને લઇ સ્થાનિકોએ સરકારી શાળા માટેની કરોડોની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ સ્થાનિકો શાળાઓમાં વર્ષોથી શિક્ષકોની ભરતી કરવાની માગ કરી રહ્યા છે. 

આદિવાસી વિસ્તારમાં ગુણવત્તા સભર શિક્ષણના દાવા પોકળ
આદિવાસી વિસ્તારમાં ગુણવત્તા સભર શિક્ષણના દાવા પોકળ સાબિત થયો હોવ તેવું જાણવા મળ્યું છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં શિક્ષણની સ્થિતિ ખખડધજ છે. ભગવાનપુરા, ચુનાખાણ સોડત ગામની શાળામાં માત્ર એક શિક્ષક છે. ધોરણ 1થી 5માં માત્ર 1 શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે. પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે નબળા શિક્ષણને લઈ સવાલો ઉભા થઈ રહ્યાં છે. વર્ષોથી એક શિક્ષકથી ચાલતી શાળાઓની તંત્ર દરકાર નથી લઈ રહ્યું કે કેમ. ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓ તો પહોંચી પણ શિક્ષકો હજુ પુરતા પ્રમાણમાં પહોચ્યા નથી. ચુનાખાણ સોડત પ્રાથમિક શાળામાં 67 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

સળગતા સવાલ

  • છોટાઉદેપુરમાં શિક્ષકોની ભરતી કેમ નથી થતી?
  • માત્ર એક શિક્ષક આખી સ્કૂલ કેવી રીતે ચલાવી શકે?
  • બાળકોના ભવિષ્ય સાથે ચેડા કોણ કરે છે?
  • શિક્ષણ વિભાગ શિક્ષકોની ભરતી કેમ નથી કરતું?
  • શું આદિવાસી બાળકોને સારા શિક્ષણની જરૂર ન પડે?
  • શિક્ષકો જ નથી તો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ કેવી રીતે મળશે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ