બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shocking revelation about healthcare ayurvedic company in VTV reality check regarding suspicious death of 5 in Kheda

VTV રિયાલિટી ચેક / ખેડામાં 5નાં શંકાસ્પદ મોત મામલે VTV રિયાલિટી ચેકમાં હેલ્થકેર આયુર્વેદિક કંપનીને લઇ ચોંકાવનારો ઘટસ્ફોટ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ એક્શનમાં

Priyakant

Last Updated: 02:27 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kheda News: ખેડામાં 5 લોકોના શંકાસ્પદ મોત મામલે તપાસ તેજ, સિરપ પર લખાયેલુ એડ્રેસ ખોટું હોવાનું ખૂલ્યું, બિલોદરા ગામમાં પહોંચ્યા SMC વડા નિર્લિપ્ત રાય

  • ખેડાના નડિયાદમાં 5 યુવકોના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર
  • હેલ્થકેર આયુર્વેદિક નામની કંપની સિરપનું કરે છે વેચાણ
  • સિરપ પર લખવામાં આવેલું એડ્રેસ ખોટું હોવાનું ખૂલ્યું
  • ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નરનું નિવેદન
  • વધારે માત્રામાં મિથેનોલ હોવાથી મોત થઈ શકે: કમિશ્નર
  • બિલોદરા ગામમાં પહોંચ્યા SMC વડા નિર્લિપ્ત રાય 

Kheda News : ખેડાના નડિયાદમાં 5 યુવકોના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે VTV ગુજરાતીની ટીમ જ્યારે બિલોદરા ગામે પહોંચી તો અમને અહીં રસ્તાની બાજુમાં શંકાસ્પદ પીણાંની બોટલો જાહેરમાં વેચાતી હોવાના પુરાવા મળ્યા હતા. આ સાથે ખાલી બોટલો અને ગ્લાસનો ઢગ જોવા મળ્યો હતો. આ તરફ સવારે મળેલી ખાલી સિરપની બોટલ પર અમદાવાદનું એડ્રેસ હોવાથી VTV ગુજરાતીની ટીમ તે સ્થળે પહોંચી હતી. અલારામ એસ્ટેટ પર VTV NEWSની ટીમે તપાસ કરતા એવું કોઈ એસ્ટેટ નહિ હોવાનું ખુલ્યું છે. આ તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ બિલોદરા ગામમાં તપાસ માટે પહોંચી તો SMC વડા નિર્લિપ્ત રાય પણ બિલોદરા ગામમાં પહોંચ્યા છે. 

ખેડાના નડિયાદમાં 5 યુવકોના શંકાસ્પદ મોત બાદ સતત નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન હવે VTV NEWSની ટીમે સિરપ બનાવતી ફેકટરીને લઈને રિયાલિટી ચેક કર્યું હતું. હેલ્થકેર આયુર્વેદિક નામની કંપની સિરપનુ વેચાણ કરતી હોવાનું સામે આવતા સિરપની બોટલ પર લખેલ એડ્રેસ અલારામ એસ્ટેટ પર VTV NEWSની ટીમે તપાસ કરતા એવું કોઈ એસ્ટેટ નહિ હોવાનું ખુલ્યું હતું. આ તરફ હવએ શંકાસ્પદ કેફી પીણું બનાવવાના રેકેટની તપાસ શરૂ કરાઇ છે. મહત્વનું છે કે, દાણીલીમડામાં કફ શિરપ બનાવતા રેકેટનું કોઈ કનેક્શન છે કે નહીં તે મુદ્દે પણ તપાસ થશે. 

5 લોકોના શંકાસ્પદ મોત મામલે તપાસ તેજ
ખેડા જીલ્લામાં નડીયાદના બિલોદરા અને ખેડાના બગડું ગામમાં મળી કુલ 5 યુવાનોના શંકાસ્પદ મોત મામલે તપાસ તેજ થઈ છે. સિરપને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાચ પણ એક્શનમાં આવી છે અને ક્રાઈમ બ્રાંચની ટીમની બિલોદરા ગામમાં તપાસ અર્થે પહોંચી છે. આ તરફ બિલોદરા ગામમાં SMC વડા નિર્લિપ્ત રાય પહોંચ્યા છે. પોલીસ કાફલો બિલોદરા પહોંચ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ખેડા SP બિલોદરા ગામ પહોચ્યા છે જ્યાં હાલ નિર્લિપ્ત રાય ખેડા SP સાથે બેઠક કરી રહ્યા છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નરનું નિવેદન
આ તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નરનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યની 150 જગ્યા પર આયુર્વેદિક દવાનું ઉત્પાદન થાય છે. અગાઉ 5 સ્થળોએ સિરપ બનાવવાના પરવાના રદ કર્યા છે. કોઈપણ સિરપમાં વધારે માત્રામાં મિથેનોલ હોવાથી મોત થઈ શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, સિરપ પીવાથી મૃત્યુ થયા છે તેનો પ્રાથમિક રીપોર્ટ મંગાવાયો છે. શ્વાસની તકલીફ માટે સિરપ આપવામાં આવે છે. સિરપમાં મિથેનોલ સિવાય કેમિકલ હોવાની પ્રબળ શક્યતા છે. ભૂતકાળમાં આવા કિસ્સા સામે આવ્યા હતા અને રાજસ્થાન અને દમણમાંથી આવી સિરપ જપ્ત કરાઈ હતી. આ સાથે વડોદરા, અમદાવાદ સહીત 5 સ્થળોએ આવા સિરપ બનાવવાના પરવાના રદ્દ કર્યા હતા. બહારના રાજ્યમાંથી સિરપ લેવાય છે જે ગંભીર છે. અગાઉ વડોદરામાંથી જથ્થો ઝડપાયો હતો. 

અમદાવાદ-હરિયાણાનું સરનામું બોગસ 
આ સાથે તેમણે કહ્યું કે, અમદાવાદનું સરનામું બોગસ લાગે છે અને હરીયાણાનું સરનામું પણ બોગસ જણાય છે. અગાઉ આશો વરિષ્ટની પરવાનગી માંગી હતી પણ પરવાનગી અપાઈ ન હતી. ગુજરાતમાં આવું સિરપ કોઈ બનાવતું નથી. મીસયુઝ થાય એવું સિરપ ગુજરાતમાં નથી બનતું. આ સાથે કહ્યું કે, 5 સિરપ ઉત્પાદકોના પરવાના રદ્દ કરવામાં આવ્યા છે. સિરપનો ખોટો ઉપયોગની સંભાવનાના લીધે પરવાના રદ્દ થયા છે. યોગેશ સિંધીએ 2021માં ઉત્પાદનની પરવાનગી માંગી હતી મંજૂરી અપાઈ ન હતી. ખોટા નામથી સિરપ ગુજરાતમા મોકલાઈ હોય તેવું હાલ લાગી રહ્યું છે. 

નિયત માત્રામાં મિથેનોલ હોય તો મૃત્યુ ન થાય પણ.... 
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નરે કહ્યું કે, નિયત માત્રામાં મિથેનોલ હોય તો મૃત્યુ ન થાય. વધારે માત્રામાં માત્રા મિથેનોલ હોવાથી મૃત્યુ થયા હોઈ શકે છે. તેમણે કહ્યું કે, સિરપનુ બોગસ મેન્યુફેક્ચરિંગ હોઈ શકે છે. પ્રોહિબિશન સંદર્ભે એક કમિટી છે જે રાજ્ય સરકાર હસ્તક છે. કેટલીક બાબતો કેન્દ્ર અને રાજ્ય હસ્તક આવતી હોય છે. સિરપનો જથ્થો બહારના પ્રાંતમાંથી ગુજરાત આવતો હોય છે.

ખેડામાં 5 યુવકોના શંકાસ્પદ મોત મામલે DGPનુ નિવેદન
ખેડામાં પાંચ લોકોના મોતને લઈ DGPએ કહ્યું છે કે, ખેડા પોલીસ રેન્જ આઈજી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે. આયુર્વેદીક સીરપ જેવું છે જેમાં 3 વ્યક્તિના મૃત્યુ થયું છે. 2 લોકોનુ મૃત્યુ સીરપના કારણે થયું નથી. 2 લોકોને પૂછપરછ થઈ રહી છે. આ સાથે કહ્યું કે, આલ્કોહોલ 12%થી ઓછું  હોય તો લાઈસન્સની જરૂર નથી તેવું ફૂડ ડ્રગ્સ વિભાગે કહ્યું હતું. 

શું કહ્યું ખેડા SPએ ? 
ખેડા SPએ કહ્યું કે, અચાનક થયેલા મોત બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. બે મૃત્યુ થયા તેમાં એક મહેમદાવાદ અને બગડુ ગામના છે. SPએ કહ્યું કે, બે મૃત્યુ થયા ત્યાં સુધી પોલીસને કોઈ જાણ કરાઈ ન હતી. બિલોદરાના 3 લોકોના મૃત્યુ થયા પણ બિલોદરાના મૃતકના પરિવારે પણ પોલીસને માહિતી આપી ન હતી. મીડિયામાં સમાચાર જાણ્યા બાદ મૃતકના પરિજનો પાસેથી જાણકારી મેળવી હતી. ગતરાત્રે નટુભાઈનું મૃત્યુ થતા પરિજનો ઘરે લઈ જવા માંગતા હતા. 

આર્યુર્વેદિક સિરપ મેઘસવાનું વેચાણ 
આ સાથે ખેડા SPએ કહ્યું કે, કરિયાણાવાળા કિશોરનું કહેવું છે કે પોતે આર્યુર્વેદિક સિરપ મેઘસવાનું વેચાણ કરે છે. આ કેસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લેવાઇ છે . આ પીણું વેચવા કોઈ પ્રકારની મંજૂરી લેવાની હોતી નથી. કિશન કિરાણા સ્ટોરમાંથી પીણું પીધા બાદ ઘટના થયાની ચર્ચા હતી. ગામમાં મૃત્યુ થયાની ચર્ચા થતા કિરાણા સ્ટોરનો વેપારી ફરાર થયો છે. બિલોદરાનો દુકાનદાર 100 રૂપિયામાં સિરપ લાવી 130માં વેચતો હતો. આ સાથે SP એ કહ્યું કે, બિલોદરામાં જેટલા લોકોએ પીણું પીધું છે તેમની તપાસ ચાલુ છે. 

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પોલીસને સિરપ મામલે કરી હતી સચેત ? 
ખેડામાં 5 યુવાનોના શંકાસ્પદ મૃત્યુ બાદ હવે પાન પાર્લર પર મળતા સિરપ અને પીણાં મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પોલીસને સિરપ મામલે સચેત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો પાન પાર્લર પર મળતા પીણાંની તપાસ કરવા સચેત કરી હતી. પીણાંની તપાસ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા ન હોવાથી તપાસ કરવા સચેત કર્યા હતા. મહત્વનું છે કે, પાર્લર પર મળતા પીણાંમાં તત્વો સંદર્ભે અગાઉ સતર્ક  કરવામાં આવ્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

ખેડા જીલ્લામાં નડીયાદના બિલોદરા અને ખેડાના બગડું ગામમાં મળી કુલ 5 યુવાનોના શંકાસ્પદ મોત મામલે હવે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ 5 લોકોનાં શંકાસ્પદ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. આ તરફ પરિવારજનો કથિત લઠ્ઠાકાંડની આશંકા સેવી રહ્યાં છે. આ બધાની વચ્ચે VTV ગુજરાતીની ટીમ જ્યારે બિલોદરા ગામે પહોંચી તો અમને અહીં રસ્તાની બાજુમાં શંકાસ્પદ પીણાંની બોટલો જાહેરમાં વેચાતી હોવાના પુરાવા મળ્યા હતા. આ સાથે ખાલી બોટલો અને ગ્લાસનો ઢગ જોવા મળ્યો હતો. જોકે પોલીસે પણ 3 વ્યક્તિની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

ખેડા શંકાસ્પદ રીતે 5 યુવકોના મોત
નડીયાદના બિલોદરામાં નટુભાઈ, અશોકભાઈ, અર્જુન સોઢા નામના યુવકનું અને ખેડાના બગડુ ગામમાં અલ્પેશ સોઢા, મિતેષ ચૌહાણ નામના યુવકોના શંકાસ્પદ મોત થયા છે. મિતેષ ચૌહાણ મહેમદાવાદના વડદલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, મિતેષ જ અલ્પેશ દવાખાને લઈ ગયો હતો. આ તરફ પેઢામાં દુ:ખાવા બાદ આખા શરીરે  દુખાવો થયો હતો અને કલાક બાદ  આંખો દેખાતું બંધ થયું હતું. મહેમદાવાદના વેદ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. આ તરફ હવે બગડું ગામના ભરતપુર પરામાં શોકનો માહોલ છે. 

ખેડા પોલીસે 3 શખ્સોની અટકાયત કરી
આ તરફ 5 યુવકોના મોત બાદ પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. વિગતો મુજબ ખેડા પોલીસે 3 શખ્સોની અટકાયત કરાઇ છે. પોલીસ દ્વારા આ 3 વ્યક્તિઓની પૂછપરછ કરાઈ રહી છે. ત્રણેય શખ્સોમાંથી એક બિલોદરા ગામનો રહેવાસી હોવાનું ખૂલ્યું છે. આ તરફ નડિયાદ અને અમદાવાદના શખ્સોની અટકાયત કરાઈ છે. વિગતો મુજબ અમદાવાદનો શખ્સ સીરપ સપ્લાય કરતો હતો અને નડિયાદ શખ્સ વચેટિયાઓ હોવાનું જાણવા મળી રહ્યુ છે. 

જાણો શું હતી સમગ્ર ઘટના ? 
ખેડા જીલ્લામાં નડીયાદમાં ચાર લોકોનાં શંકાસ્પદ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે નડીયાદ પાસેનાં બિલોદરા અને બગડું ગામમાં શંકાસ્પદ 5 લોકોનાં મોત થતા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. નડીયાદનાં બિલોદરા ગામે બે દિવસમાં 3 લોકોનાં શંકાસ્પદ મોત થયા હતા. જ્યારે મહુધા તાલુકાનાં બગડુ ગામે પણ શંકાસ્પદ મોત થયું છે. કથિત રીતે લઠ્ઠાકાંડની શક્યતા હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે. 

શંકાસ્પદ પીણુ પીવાથી મોત થયાની લોકોમા ચર્ચા
આ તરફ પાંચ વ્યક્તિઓનાં શંકાસ્પદ મોતોની ચર્ચાએ જોર પકડ્યું છે. VTV ગુજરાતીની ટીમે જ્યારે બિલોદરા ગામની મુલાકાત લીધી ત્યારે રસ્તા પર આવી શંકાસ્પદ બોટલો મળી આવી હતી. સ્થાનિકોમાં પણ શંકાસ્પદ પીણું પીવાથી આ લોકોનું મોત થયાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ મોતથી લોકમુખે કથિત લઠ્ઠાકાંડની વાતો ચગડોળે ચઢતા મામલો ગરમાયો હતો. પોલીસ સહિત તંત્ર પાસે આ બાબતે કોઈ નક્કર પુરાવા લાગ્યા ન હોવાનું જણાવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ