બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / shoaib akhtar on fire when journalist ask for sehwag baap baap hota he comment

IND-PAK / સેહવાગના બાપ...બાપ હોતા હૈ વાળી કૉમેન્ટ પર ભડક્યો અખ્તર, કહ્યું મારી સામે બોલ્યો હોત તો...

MayurN

Last Updated: 05:56 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે વિરેન્દ્ર સેહવાગે પાકિસ્તાન વિશે કહ્યું હતું કે બાપ એ હંમેશા બાપ હોય છે. આ વાત પર શોએબ ગુસ્સે થઈને જવાબ આપ્યો હતો.

  • ભારત-પાકિસ્તાન મેચ હમેશા હાઈ વોલ્ટેજ રહે છે
  • પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ગુસ્સો કાઢ્યો
  • સેહવાગે કરેલી ટિપ્પણી પર શોએબ થયો ગુસ્સે 

જો ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હોય તો મેદાનની બહાર પણ બોલાચાલી અને શબ્દયુદ્ધ ઉગ્ર બને છે. ક્રિકેટના સામાન્ય ચાહક હોય કે ભૂતપૂર્વ ક્રિકેટર, ટીવી સ્ટુડિયોમાં બંને પોતપોતાની ટીમોને મજબૂત હોવાનો દાવો કરે છે. દરેક વ્યક્તિ આ મેચને મહામૂકાબલા, હાઈવોલ્ટેજ મેચ અનેઘણું બધું કહે છે. આ સમય દરમિયાન ઘણી વખત ક્રિકેટરો એટલા ગુસ્સે થઈ જાય છે કે તેઓ પિત્તો પણ ગુમાવી બેસે છે. એશિયા કપની મેચ પહેલા પણ કંઇક આવું જ થયું હતું, જ્યારે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને ગુસ્સો આવ્યો હતો.

સેહવાગે ટિપ્પણી કરી હતી
શોએબ અખ્તરને સેહવાગની આ ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું હતું જ્યારે વિરેન્દ્ર સેહવાગે પાકિસ્તાન વિશે કહ્યું હતું કે એક બાપ એ હંમેશા બાપ હોય છે. અખ્તરને પૂછવામાં આવ્યું કે આ સ્ટોરીને બધા જ જાણે છે, આ સિવાય જો તમારી પાસે આવું કંઈક હોય તો તેના વિશે જણાવો.

કદાચ તે બચી શક્યો ન હોત
અખ્તરે ગુસ્સે થઈને કહ્યું, "પ્રથમ, જો તેણે આ વાત મારા મોઢા પર કહી હોત, તો તે બચી શક્યો ન હોત. મને ખબર નથી કે તેણે ક્યારે, ક્યાં અને કયા સમયે તે કહ્યું હતું. હકીકતમાં, મેં પોતે પણ એકવાર તેને પૂછ્યું હતું કે શું તેણે ક્યારેય આવું કહ્યું છે, પરંતુ તેણે ના પાડી દીધી. ' અખ્તરે આગળ પણ કહ્યું કે 'તમે કાર્યક્રમમાં મહત્વની વાતો પૂછો. હું બધાનો આદર કરું છું, હું તમને લોકોનો આદર કરું છું. ભારતમાં ખૂબ જ મોટી ફેન ફોલોઇંગ છે અને હું હંમેશાં એવી કોઈ વાત ન કહેવાનો પ્રયત્ન કરું છું કે જેનાથી બે દેશો વચ્ચેનું અંતર વધે. મને આવી વસ્તુઓ બિલકુલ ગમતી નથી. '

 

આપણે હંમેશાં સારી વાતો કરવી જોઈએ
અખ્તરે કહ્યું, "હું તમને વિનંતી કરું છું કે તમે ક્રિકેટ વિશે વાત કરો. આપણે ઘણી સારી વસ્તુઓ કરી શકીએ છીએ. આ પ્રોગ્રામ જે રીતે કરવામાં આવે છે, તે સારું લાગતું નથી, તે જ વસ્તુ વારંવાર પુનરાવર્તિત થાય છે. સેહવાગે 2010માં સ્વીકાર કર્યો હતો કે તેણે આ વાત ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન કહી હતી. પરંતુ અખ્તર કહી રહ્યા છે કે જ્યારે મેં તેને બાંગ્લાદેશમાં આ સવાલ પૂછ્યો તો તેણે ના પાડી દીધી.

અખ્તર બીજી વખત આ વાત પર ભડક્યો હતો
આ પહેલીવાર નથી જ્યારે અખ્તરે આ સવાલ પર પોતાની નારાજગી વ્યક્ત કરી હોય. બે વર્ષ પહેલા અખ્તરે પણ પાકિસ્તાનની એક ટીવી ચેનલ પર આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. "જો સેહવાગે આવું કહ્યું હોત, તો શું હું કશું જ બોલીશ નહીં? તમને જણાવી દઈએ કે જ્યારે આ બંને ટીમો એકબીજાની સામે આવે છે ત્યારે આવી તકરાર વારંવાર જોવા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ