બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / shivling found from lake construction work in borsad Alarsa Village

આણંદ / અલારસામાં તળાવ ખોદકામમાં શિવલિંગ જેવી કૃતિ મળતા લોકોએ કર્યું ધ્વજારોહણ, પુરાતત્વ વિભાગે આવે તે પહેલા મહાઆરતીનું આયોજન

Dhruv

Last Updated: 12:52 PM, 21 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના અલારસામાં તળાવમાં ખોદકામ દરમિયાન શિવલિંગની કૃતિ મળી આવતા લોકોમાં કુતૂહલતા સર્જાઇ છે. લોકોએ પુરાતત્વ વિભાગ આવે એ પહેલાં મહાઆરતી કરી.

  • અલારસામાં માટી ખોદકામ દરમિયાન શિવલિંગ કૃતિ મળી આવી
  • આજુબાજુના ગામના લોકોએ ઘટનાસ્થળે કર્યું ધ્વજારોહણ
  • ધ્વજારોહણ બાદ મહાઆરતીનું પણ આયોજન કરાયું

આણંદના અલારસામાં તળાવમાં ખોદકામ દરમિયાન શિવલિંગ કૃતિ મળી આવ્યાની ઘટના સામે આવી છે. જેથી આજુબાજુના ગામ લોકોએ ઘટનાસ્થળે ધ્વજારોહણ કર્યું. ધ્વજારોહણ બાદ મહાઆરતીનું પણ આયોજન કરાયું. આ ઘટના બાદ ગામના લોકોએ ભવ્ય શિવ મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો. ચાર ગામના લોકોએ સાથે મળીને આ સામુહિક નિર્ણય લીધો. જો કે, હજુ સુધી પુરાતત્વ વિભાગ ઘટનાસ્થળે નથી પહોંચ્યું. પુરાતત્વ આવે કે ન આવે પરંતુ ભવ્ય મંદિરના નિર્માણનો ગામ લોકોએ સંકલ્પ કર્યો છે.

વાત વાયુવેગે ફેલાતા મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

વધુમાં જણાવી દઇએ કે, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અભેટપુરા તળાવના ખોદકામ દરમ્યાન શિવલિંગ જેવી પ્રતિમા જોવા મળતા લોકોમાં કુતૂહલતા સર્જાઇ હતી. આસપાસના ગ્રામજનોને તેમાં શિવલિંગ જેવી પ્રતિમા દેખાતા ગામના સૌ કોઇ લોકો ત્યાં દર્શન કરવા દોડી આવ્યા હતા. અનેક લોકોએ આ શિવલિંગ જેવી દેખાતી પ્રતિકૃતિની પૂજા પણ કરી. જો કે, આ વાત વાયુવેગે ફેલાતા મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ અંગેની જાણ બોરસદ મામલતદારને થતા તેઓ પણ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. આ અંગે મામલતદાર આરતીબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 'આ પુરાતન વિભાગનો વિષય હોવાથી તેઓને આ અંગે જાણ કરવામાં આવશે.' તેમજ ગ્રામજનોને પણ તળાવથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી.

તંત્રએ લોકોને ભેખડથી તેમજ તળાવથી દૂર રહેવાની અપીલ કરી હતી

ખોદકામ દરમિયાન શિવલિંગ હોવાની વાત એકાએક હવાની જેમ પ્રસરાતા તુરંત ઘટનાસ્થળે ગ્રામજનો અને તેની આસપાસના લોકો ખૂબ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે ભેખડ ધસી પડવાની સંભાવના હોવાના કારણે તંત્રએ લોકોને ભેખડથી તેમજ તળાવથી દૂર રહેવાની અપીલ કરી હતી. જો કે, ભેખડમાં શિવલિંગ જેવો આકાર દેખાતા હાલમાં તો આસપાસના ગ્રામ્યજનો પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી રહ્યાં છે. ત્યારે આ અંગે પુરાતત્વ વિભાગ તપાસ કરીને રિપોર્ટ રજૂ કરશે અને ત્યારબાદ જ નક્કર વિગતો એટલે કે સાચી હકીકત સામે આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ