બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Shiva Shiva Shiva Shambhu...wearing Rudraksha has amazing benefits.

રૂદ્રાક્ષના ફાયદા / શિવ શિવ શિવ શંભુ..રુદ્રાક્ષ પહેરવાથી થાય છે અદભૂત લાભાલાભ, જાણી લો ધારણ કરવાની વિધિ

Vishal Khamar

Last Updated: 07:37 AM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રુદ્રાક્ષને સનાતન ધર્મમાં એક મહત્વપૂર્ણ અને પૂજનીય વસ્તુ માનવામાં આવે છે. જે ભગવાન શિવ સાથે સંબંધિત છે. તેને ધારણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો કે તેને પહેરતી વખતે ચોક્કસ નિયમો અને ધાર્મિક વિધિઓનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  • હિંદુ ધર્મમાં રૂદ્રાક્ષને પવિત્ર માનવામાં આવે છે  
  • રૂદ્રાક્ષને પહેરતી વખતે ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી
  • રૂદ્રાક્ષ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક

હિંદુ ધર્મમાં રૂદ્રાક્ષને પવિત્ર માનવામાં આવે છે અને તેનો ભગવાન શિવ સાથે સંબંધ માનવામાં આવે છે. તેનો અર્થ 'રુદ્રની આંખ' છે. ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવની આંખોમાંથી આંસુ પડતાં તેનો જન્મ થયો હતો. રૂદ્રાક્ષના વિવિધ પ્રકારના મુખ હોય છે. જેના કારણે તેનું મહત્વ અને ઉપયોગ અલગ અલગ છે. તેને માળાનાં રૂપમાં પહેરવામાં આવે છે.  જેનો ધાર્મિક અને આધ્યાત્મિક ઉદ્દેશ્ય માટે હોય છે.  રુદ્રાક્ષ ખાસ કરીને ભારત અને નેપાળમાં પૂજાય છે અને મહત્વપૂર્ણ છે.  જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર રૂદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ભગવાન શિવના આશીર્વાદ આવે છે. 

રૂદ્રાક્ષ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તે તણાવ, ચિંતા અને અન્ય નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં મદદ કરે છે. તે ધ્યાનમાં પણ વપરાય છે. જે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.  એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ તેને પહેરે છે. તેને અકાળ મૃત્યુનો ભય નથી. પરંતુ રૂદ્રાક્ષ ધારણ કરતી વખતે અમુક નિયમો અને વિધિઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

 રુદ્રાક્ષ ધારણ કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન
જે રીતે સોમવારે ઉપવાસ, પૂજા અને રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. તેવી જ રીતે રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે.  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાનો સૌથી શુભ દિવસ સોમવાર માનવામાં આવે છે. કારણ કે તે ભગવાન શિવનો દિવસ છે. જ્યારે તમે રુદ્રાક્ષની માળા પહેરવા જઈ રહ્યા હોવ. ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તેમાં ઓછામાં ઓછી 27 રૂદ્રાક્ષનાં મણકા હોવા જોઈએ. રૂદ્રાક્ષ ધારણ કરતા પહેલા કેટલીક પૂજા વિધિઓનું પાલન કરવું જરૂરી છે. માળાને પહેલા લાલ કપડામાં બાંધીને શિવ મંદિરમાં રાખવી જોઈએ અને 'ઓમ નમઃ શિવાય'નો જાપ કરવો જોઈએ. જાપ કર્યા પછી વ્યક્તિએ ગંગાજળથી માળા અને હાથ ધોવા જોઈએ અને ભગવાન શિવની ભક્તિમાં રુદ્રાક્ષની માળા ધારણ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. રૂદ્રાક્ષ ધારણ કરતા પહેલા સ્નાન કરવું જોઈએ. જેથી શારીરિક અને માનસિક શુદ્ધતા જળવાઈ રહે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ