બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Shikhar pahariya posted a photo with janhvi kapoor on her birthday

બૉલીવુડ ગપશપ / જન્મદિવસ પર રોમેન્ટિક પોસ્ટ, બોલિવૂડ અને મિત્રોની પાર્ટીઓમાં એકસાથે, આ વ્યક્તિને ડેટ કરી રહી છે જાહ્નવી કપૂર

Vaidehi

Last Updated: 08:02 PM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાહ્નવી કપૂર અને શિખર પહાડિયાનું નામ આ પહેલા પણ ઘણી વખત જોડાઈ ચૂક્યું છે. બંને વેકેશન પર પણ ઘણી વખત સાથે જોવા મળે છે.

  • એક્ટ્રેસ જાહ્નવી કપૂરનો આજે જન્મદિવસ 
  • શિખરે જાહ્નવીને જન્મદિવસ પર ખાસ તસવીર શેર કરી
  • લોકોમાં બંનેનાં રિલેશનશીપ વિશે થઈ રહી છે ચર્ચા

ફિલ્મ અભિનેત્રી જાહ્નવી કપૂર આજે 26 વર્ષની થઈ છે. જન્મદિવસ પર હજારો ચાહકોની સાથે-સાથે ફિલ્મ સ્ટાર્સ અને જાહ્નવી કપૂરના પરિવારના સભ્યો તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ બધાની વચ્ચે જાહ્નવી કપૂરના ખૂબ જ નજીકના મિત્રએ રોમેન્ટિક રીતે અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી જેથી લોકોમાં તેઓ એકબીજાને  ડેટિંગ કરી રહ્યા હોય તેવું અનુમાન છે. આ મિત્ર બીજો કોઈ નહીં પણ શિખર પહાડિયા છે.

બંને વેકેશન પર પણ એકસાથે જાય છે...
જાહ્નવી કપૂર અને શિખર પહાડિયાનું નામ આ પહેલા પણ ઘણી વખત જોડાઈ ચૂક્યું છે. બંને વેકેશન પર પણ ઘણી વખત સાથે જોવા મળે છે. આ સિવાય જાહ્નવી કપૂર પણ શિખર પહાડિયા સાથે બોલિવૂડ અને મિત્રોની પાર્ટીઓમાં સાથે આવતા-જતા જોવા મળી છે. જો કે ડેટિંગના સમાચાર પર જાહ્નવીએ ક્યારેય ખુલીને વાત કરી નથી.

રોમેન્ટિક તસવીર અને સાથે દિલની ઈમોજી
શિખરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર જાહ્નવી કપૂરને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે એક ખાસ તસવીર શેર કરી છે. આ તસવીર અંધારામાં લેવામાં આવી છે, જેમાં જાહ્નવી કપૂર અને શિખર બીચના સુંદર નજારાની મજા લેતા જોવા મળે છે. તસવીરમાં બંને કેમેરા તરફ જોઈ રહ્યાં નથી. આ સિવાય શિખરે જાહ્નવીને શુભેચ્છા પાઠવતા દિલની ઇમોજી પણ શેર કરી છે. જોકે તેણે આ ઈન્સ્ટા સ્ટોરીમાં બીજું કંઈ લખ્યું નથી.

તસવીર માલદીવની છે

શિખર પહાડિયાની પોસ્ટને જાહ્નવી કપૂરે પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રિપોસ્ટ કરી છે. માનવામાં આવે છે કે આ તસવીર માલદીવની છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને જાહ્નવી તેના પિતા બોની કપૂર અને બહેન ખુશી સાથે ફેમિલી વેકેશન પર જતી જોવા મળી હતી. આ દરમિયાન તેની સાથે રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પણ જોવા મળ્યો હતો.

કોણ છે શિખર પહાડિયા?
જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા   લાંબા સમયથી સાથે જોવા મળે છે. શિખર પહાડિયા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર છે. શિખર સુશીલ કુમાર શિંદેની પુત્રી સ્મૃતિ સંજય પહાડિયાનો પુત્ર છે. જો કે સંજય અને સ્મૃતિના છૂટાછેડા થઈ ગયા છે. શિખર 25 વર્ષનો પોલો પ્લેયર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ