બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Sheezan Khan has been sent to 4 days of police custody

મોટા સમાચાર / એક્ટ્રેસ તુનિશા શર્મા આપઘાત કેસમાં આરોપી શિઝાન ખાન જેલહવાલે, પોલીસે આપ્યું મોટું અપડેટ

Hiralal

Last Updated: 03:00 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માના મોત કેસના આરોપી શિઝાન ખાનને મુંબઈની કોર્ટે 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.

  • તુનિશા શર્મા મોત કેસનો આરોપી શિઝાન ખાન 4 દિવસની પોલીસ કસ્ટડીમાં 
  • પોલીસે હવે કરશે આકરી પૂછપરછ
  • મુંબઈ પોલીસે કહ્યું, તુનિશા શર્માએ આપઘાત જ કર્યો છે 

ગઈકાલે ટીવીની અભિનેત્રી તુનિશા શર્માએ સીરિયલના શુટિંગ વખતે મેકઅપ રુમમાં આપઘાત કર્યો હતો. તેના મોત બાદ તેનો પૂર્વ પ્રેમી શિઝાન ખાન ચર્ચામાં આવ્યો હતો અને પરિવારના આરોપસર શિઝાન ખાનની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી હતી પરંતુ આ કેસનું કોકડું ઉકેલવા પોલીસને આરોપીની વધારે પૂછપરછની જરુર હતી તેથી તેને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં કોર્ટે પોલીસની વિનંતી સ્વીકારીને આરોપી શિઝાન ખાનને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં સોંપવાનો આદેશ આપ્યો હતો. 

એસીપી ચંદ્રકાંત જાધવે આપ્યું મોટું અપડેટ 
એસીપી ચંદ્રકાંત જાધવે તુનિશા શર્મા આપઘાત કેસમાં અપડેટ આપ્યું હતું. જાધવે કહ્યું કે તુનિશાની માતાએ ફરિયાદ લખાવી હતી જેને આધારે આરોપી શિઝાનખાનની ધરપકડ કરાઈ હતી અને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ સ્પસ્ટ રીતે ગળેફાંસો ખાવાનું લખાયું છે. 

લવ અફેર્સ, બ્લેકમેઈલિંગ કે લવ જેહાદનો કેસ નહીં 
મુંબઈ પોલીસના એસીપી જાધવે કહ્યું હાલ તપાસ ચાલી રહી છે અને આરોપી તથા મૃતકનો ફોન જપ્ત કરી લેવાયો છે. લવ અફેર્સ, બ્લેકમેઈલિંગ કે લવ જેહાદનો કોઈ કેસ દેખાતો નથી. 

માતાએ જ નોંધાવી ફરિયાદ 
નોંધનીય છે કે તુનિશા અને શીજાન રિલેશનશીપમાં હતા હાલમાં જ બંનેનું બ્રેકઅપ થયું હતું જે બાદ તે ખૂબ પરેશાન રહેતી હતી. સમગ્ર મામલે પોલીસે આપઘાત કરવા માટેની ઉશ્કેરણીની ધારા શીજાન સામે લગાવી છે. તુનિશાની માતાને ડૉક્ટર્સે જ જાણકારી આપી હતી તેને આપઘાત કરવાના વિચારો આવી રહ્યા છે. એવામાં માતાએ જ શીજાન સામે FIR નોંધાવી છે

ગઈકાલે સીરિયલના શુટિંગ વખતે મેકઅપ રુમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો
ઉલ્લેખનીય છે કે 20 વર્ષની તુનિશા શર્માએ ગઈકાલે તેની સીરિયલના શુટિંગ વખતે મેકઅપ રુમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ