બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / She was trembling. The bus driver reported the incident to the police

ચિત્કાર / એ ગોઝારી સાંજે યુવતીએ ....' કહેતા બસ ચાલકના ગળે ડૂમો; ઘટનાનું વર્ણન જાણી કમકમાટી વછૂટી જશે

Mehul

Last Updated: 10:12 PM, 13 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીની યુવતી પર વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં રિક્ષા ચાલકે અન્યો સાથે મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે એ બસ ડ્રાઈવરની કેફિયત નોંધી છે. તપાસનો ધમધમાટ.

  • નવસારીની યુવતી પર વડોદરામાં દુષ્કર્મ કેસ 
  • પોલીસે યુવતીને મદદ કરનારની કરી પૂછ પરછ 
  • બસ ચાલકે યુવતીને તેની મિત્ર સુધી પહોચાડી હતી 

દિવાળીના દિવસે વલસાડમાં ટ્રેનના ડબ્બામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને નવસારીની વિદ્યાર્થીની એ કરેલી આત્મહત્યા કેસમાં તેણીની ડાયરીની નોંધ બોલી રહી છે.વડોદારમાં ભણતી અને એક ખાનગી સંસ્થામાં કામ કરતી નવસારીની યુવતી પર વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં રિક્ષા ચાલકે અન્યો સાથે મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે એ બસ ડ્રાઈવરને શોધી તેની કેફિયત નોંધી હતી.બસ ચાલકે કહ્યું કે, હું બસ પાર્ક કરવા જતો હતો ત્યારે,ઝાડીમાંથી બૂમ સંભળાઈ શરીર પર અર્ધા કપડા પહેરેલી યુવતીએ તેની સાથે ઘટેલી ઘટના કહી,અને મે એક પશુપાલકની મદદથી મોબાઈલ બેટરીની ટોર્ચ દ્વારા  તેણીને તેના કપડા,ચપ્પલ આપ્યા બાદ ચકલી સર્કલ સુધી હું મુકવા ગયો હતો.

શું કહ્યું પીડિતાએ ?

બસ ચાલક ડ્રાઈવરે  કેફિયત આપતા પોલીસને જણાવ્યું કે,સમી સાંજે સાત વાગ્યા આસપાસ જયારે તે બસ પાર્ક કરી રહ્યા હતા.અને શું થયું તેમ જ્યારે પૂછ્યું ત્યારે પીડિતાએ કહ્યું કે, મારી સાથે બે પુરુષોએ  બળાત્કાર કર્યો છે. બંને યુવાનો મારા હાથ બાંધીને અને મોંઢા ઉપર ડૂચા મારી રિક્ષામાં લઇ આવ્યા હતા. અને મારા ઉપર બળાત્કાર કર્યો છે. તે સમયે બે છોકરા પણ ઉભા હતા. છોકરાઓને ફટકારવા માટે હું બસમાં ટોમી લેવા ગયો તે દરમિયાન બંને છોકરાઓ ફરાર થઇ ગયા હતા.

મારા ફોનથી જ મિત્રને ફોન : બસ ચાલક 

ઘટના સ્થળેથી પીડિતાને દિવાળી પૂરા વેકસીન ગ્રાઉન્ડથી રિક્ષા કે ગાડીમાં લઇ જવા અંગે જ્યારે વાત કરી ત્યારે તેણીએ સ્પસ્ટ ના પાડી અને મારા ફોનથી જ યુવતીએ તેની મિત્રને ફોન કરી નિયત જગ્યાએ બોલાવી હતી. પીડિતાને તેની બહેનપણીને સોંપી હું જતો રહ્યો હતો. વેક્સીન ગ્રાઉન્ડમાં અંધારું હોવાથી મને હવસ ખોરોના ચહેરા નથી દેખાયા કે નથી રિક્ષા નંબર દેખાયો.

વડોદરા પોલીસે નવસારીની યુવતી સાથે ઘટેલી જધન્ય ઘટનાના અંકોડા મેળવવા શરુ કર્યા છે. વેક્સીન ગ્રાઉન્ડ નજીકના વિસ્તારોના CCTV પણ પોલીસ ખંગાળી રહી છે અને કેટલાક રિક્ષા ચાલકની પૂછ પરછ પણ કરી છે. 

ડાયરીમાંથી ખૂલ્યું રહસ્ય

વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. એ મામલે નવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. 

કોઈ પીછો કરતું હોવાનો કર્યો હતો મેસેજ

ધનતેરસના દિવસે યુવતી OASIS સંસ્થામાં ફેલોશિપ કરીને રૂમ પર પરત ફરી રહી હતી ત્યારે 2 રિક્ષાચાલકે તેનું અપહરણ કરી લીધી હતું. એ બાદ તેને વડોદરા વેક્સિન કોલેજ ગ્રાઉન્ડમાં અવાવરૂ જગ્યામાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું ડાયરીમાં નોંધ હતી.  OASIS સંસ્થાના માધ્યમથી લોકોને જીવન જીવવાની પ્રેરણા આપનારી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવતાં તેની હિંમત ચકનાચૂર થઈ ગઈ હતી. યુવતીએ તેના મોબાઈલથી OASIS સંસ્થાને કોઈ તેનો પીછો કરી રહ્યો હોવાનો મેસેજ સોશિયલ મીડિયા પર કર્યો હતો. સંસ્થાના આગેવાનોએ સવારે મોડો મેસેજ જોયો હતો. યુવતીનો કોણ પીછો કરતું હતું, કયાં કારણોથી પીછો કરતું હતું એ તમામ બાબત પરથી પડદો ઉઠ્યો નથી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ