બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Shattila Ekadashi today: Know the auspicious moment and significance: Keep these special things in mind while fasting

વ્રત / આજે ષટતિલા એકાદશી: જાણો શુભ મુહુર્ત અને મહત્વ: ઉપવાસ દરમિયાન ધ્યાનમાં રાખજો આ ખાસ બાબતો

Megha

Last Updated: 09:39 AM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ષટતિલા એકાદશીનું વ્રત આજે છે અને જો તમે પણ આ એકાદશી પર વ્રત રાખ્યું છે તો એકાદશી વિશેના અમુક નિયમો વિશે જાણી લો..

  • ષટતિલા એકાદશીનું વ્રત આજે છે
  • એકાદશી વિશેના અમુક નિયમો વિશે જાણી લો
  • ષટતિલા એકાદશી પર ન કરવી જોઈએ આ ભૂલો 

ગુજરાતી પંચાંગ અનુસાર પોષ મહિનાની વદ અગિયારસને ષટતિલા એકાદશી કહેવાય છે. આ દિવસે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરીને વ્રત રાખવાથી ઇચ્છિત ફળ મળે છે. આ સાથે જ આ એકાદશી પર ભક્તો ભગવાન વિષ્ણુને તલ અર્પણ કરે છે. ભક્તો તલનું દાન કરે છે અને પોતે પણ તલનું સેવન કરે છે. એવ માનવામાં આવે છે કે આમ કરવાથી તેના જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. જણાવી દઈએ કે આ વર્ષે ષટતિલા એકાદશીનું વ્રત આજે છે અને જો તમે પણ આ એકાદશી પર વ્રત રાખ્યું છે તો એકાદશી વિશેના અમુક નિયમો વિશે જાણી લો..

ષટતિલા એકાદશીનો શુભ સમય 17 જાન્યુઆરી, 2023 ના રોજ સાંજે 06.05 વાગ્યે શરૂ થયો છે અને આજે એટલે કે 18 જાન્યુઆરીએ સાંજે 4.03 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર 18 જાન્યુઆરી 2023 ના રોજ ષટતિલા એકાદશી વ્રત મનાવવામાં આવી રહ્યું છે.

ષટતિલા એકાદશી પર ન કરવી જોઈએ આ ભૂલો 
1. ષટતિલા એકાદશીના દિવસે ભૂલથી પણ રીંગણ અને ચોખાનું સેવન ન કરવું જોઈએ.
2. આ સાથે જ ષટતિલા એકાદશીના આ દિવસે માંસ અને આલ્કોહોલનું સેવન પણ ન કરવું જોઈએ અને બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ
3. ષટતિલા એકાદશીના દિવસે ઉપવાસનું વ્રત લેનાર વ્યક્તિએ પથારીને બદલે જમીન પર સૂવું જોઈએ.
4. ષટતિલા એકાદશીના દિવસે ખરાબ શબ્દો ન બોલવા જોઈએ અને એ સાથે જ ખોટું બોલવાનું ટાળો.
5. ષટતિલા એકાદશીના દિવસે  ઝાડમાંથી ફૂલ, પાંદડા કે ડાળીઓ ન તોડવી જોઈએ. 

ષટતિલા એકાદશીના દિવસે ખાસ આ કામ કરવા જોઈએ
1. ષટતિલા એકાદશીએ તલનું દાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે એટલા માટે આ દિવસે તમે તલ કે તલથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો.
2. ષટતિલા એકાદશીના દિવસે શ્રી હરિ ભગવાન વિષ્ણુને તલ અર્પણ કરવું જોઈએ, આમ કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
3. જે વ્યક્તિએ ષટતિલા એકાદશીનું વ્રત લીધું હોય તેણે બાફેલા તલ ખાવા જોઈએ અને સાથે જ પાણીમાં તલ નાખીને સ્નાન કરવું જોઈએ.
4. ષટતિલા એકાદશીના વ્રતની કથા સાંભળ્યા બાદ તલ ચઢાવવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.

એકાદશીનો મહિમા
જણાવી દઈએ કે એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ હોય છે અને દરેક એકાદશીનું પોતાનું મહત્વ હોય છે. વૈદિક શાસ્ત્રોમાં એકાદશીના દિવસે કરવામાં આવતો ઉપવાસ શ્રેષ્ઠ અને સૌથી મોટો ઉપવાસ માનવામાં આવ્યો છે. જ્યોતિષ નિષ્ણાતોના મત અનુસાર એકાદશીના ઉપવાસની સીધી અસર મન અને શરીર પર પડે છે અને આ ઉપવાસ ચંદ્રની દરેક નકારાત્મક અસરને રોકી શકે છે. સાથે જ એવું માનવામાં આવે છે કે આ વ્રત દ્વારા ગ્રહોની અસરને પણ ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ