બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Share Market will be working on Saturday 2nd march

શૅર બજાર / આ શનિવારે પણ ખુલ્લું રહેશે શૅર બજાર, કયા સમયે થશે ટ્રેડિંગ, જાણો બધી જ વિગત

Bhavin Rawal

Last Updated: 10:26 AM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NSEએ 15 ફેબ્રુઆરીએ જાહેર કરેલા એક સરક્યુલરમાં કહ્યું છે કે,'એક્સચેન્જ 2 માર્ચના રોજ શનિવારે પ્રાઈમરી સાઈટ પરથી ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રા ડે સ્વિચ સાતે સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ કરી રહ્યું છે. આ ટ્રેડિંગ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં થશે.'

20 જાન્યુઆરીના રોજ શનિવારે શૅર બજારમાં ટ્રેડિંગ ચાલુ રહ્યું હતું. હવે આગામી મહિને ફરી એકવાર શૅર માર્કેટ શનિવારે ચાલુ રહેવાનું છે. શૅર માર્કેટમાં રોકાણ કરનાર લોકો 2 માર્ચના રોજ એટલે કે માર્ચ મહિનાના પહેલા શનિવારે માર્કેટમાં ટ્રેડિંગ કરી શક્શે. NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા 2 માર્ચે ખાસ લાઈવ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેશન દરમિયાન ઈન્ટ્રા ડેમાં કામકાજને ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર લઈ જવામાં આવશે. જો ક્યારેક કોઈ મુશ્કેલી આવે, કે જેને લીધે શૅર બજારના કામને અસર થાય છે, તેવી પરિસ્થિતિમાં શું કરવું, તેની તૈયારીના ભાગરૂપે આ સેશનનું આયોજન કરાઈ રહ્યું છે.

ડિઝાસ્ટર રિકવરી સાઈટ

NSEએ 15 ફેબ્રુઆરીએ જાહેર કરેલા એક સરક્યુલરમાં કહ્યું છે કે,'એક્સચેન્જ 2 માર્ચના રોજ શનિવારે પ્રાઈમરી સાઈટ પરથી ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રા ડે સ્વિચ સાતે સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ કરી રહ્યું છે. આ ટ્રેડિંગ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં થશે.'

આ સમયે થશે ટ્રેડિંગ

2 માર્ચના રોજ પહેલું ટ્રેડિંગ સેશન સવારે 9.15 વાગ્યથી 10 વાગ્યા સુધ થશે. જ્યારે બીજું ટ્રેડિંગ સેશન 11.30 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી થશે. જ્યારે પ્રિ સેશન સવારે 9 વાગ્યૈ થશે. અને 9.15 વાગે માર્કેટ રોજની જેમ ઓપન થશે. બીજા સેશન માટે પ્રિ ઓપનિંગ સેશન 11.15 વાગે શરૂ થશે અને 11.23એ માર્કેટ સામાન્ય રીતે કામ શરૂ કરશે. આ પહેલા આ સ્પેશિયલ સેશન 20 જાન્યુઆરીએ થવાનું હતું, પરંતુ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને કારણે 20 જાન્યુઆરીએ ફૂલ ટ્રેડિંગ સેશન રાખવામાં આવ્યું હતું અને 22 જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં આવી હતી.

વધુ વાંચો: રોકાણકારો ફાવી ગયા! એક લાખ રોક્યાને મળ્યા 55 લાખ, અંબાણીની કંપનીએ કર્યા લખપતિ

સાથે જ એ પણ જાહેરાત કરવામાં આવી છે કે 2 માર્ચે યોજાનારા આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશન દરમિયાન બધા જ ફ્યુચર કોન્ટ્રેક્ટ્સ 5 ટકાની ઓપરેટિંગ રેન્જની અંદર અપડાઉન કરી શકે છે. ફ્યૂચર એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટની સિક્યોરિટીજમાં 5 ટકાની અપર અને લોઅર સર્કિટની લિમિટ યથાવત્ રહેશે. આ નિયમને કારણે વધુ અપડાઉન નહીં થઈ શકે. સાથે જ ડ્રિલ દરમિયાન માર્કેટ સ્થિર રહેશે. 2 માર્કે સેટલમેન્ટ હોલીડે હોવાને કારણે ઈક્વિટી માર્કેટમાં 1 માર્કે કરેલી ખરીદીનું સેટલમેન્ટ સોમવારે 4 માર્ચના રોજ થશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરવા આ લિંક પર ક્લિક કરો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ