બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Share market update: Bank Nifty saw a gain of around 700 points on buying in SBI, Kotak Mahindra Bank and HDFC Bank shares.

બજારની ઉડાન ચાલુ / શેર બજારમાં છપ્પરફાડ દિવસ, સપ્તાહની શરૂઆતમાં રોકાણકારોએ 5 લાખ કરોડ રળી લીધા, આ શેરોમાં તેજીનું ઝાપટું

Pravin Joshi

Last Updated: 05:02 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે સ્થાનિક શેરબજારમાં વૈશ્વિક બજારથી સકારાત્મક સંકેતો મળ્યા હતા. જેના કારણે શેરમાં બમ્પર ખરીદી જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો પણ મજબૂત થયો છે. વિદેશી રોકાણકારોનું સકારાત્મક વલણ ચાલુ છે.

  • ગયા સપ્તાહના રેકોર્ડ હાઈ પછી આ સપ્તાહે પણ બજારની ઉડાન ચાલુ 
  • સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ફરી એકવાર રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયું 
  • સેન્સેક્સ 529 પોઈન્ટના ઉછાળા સાથે 66,590 પર બંધ થયો હતો

ગયા સપ્તાહના રેકોર્ડ હાઈ પછી આ સપ્તાહે પણ બજારની ઉડાન ચાલુ છે. અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે પણ, રીંછ બુલ્સની શક્તિ સમક્ષ હથિયાર મૂકતા જોવા મળે છે. સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી ફરી એકવાર નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. સોમવારે સેન્સેક્સે 550 પોઈન્ટથી વધુનો વધારો દર્શાવ્યો હતો અને 66,611.36 પોઈન્ટની સપાટી વટાવી હતી. બીજી તરફ નિફ્ટીએ પ્રથમ વખત 19700ની સપાટી વટાવી હતી. માર્કેટમાં IT, FMCG અને મીડિયા સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી રહી છે. મીડિયા પેકના શેરમાં બે ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. સોમવારે સેન્સેક્સ 529.03 પોઈન્ટના વધારા સાથે વિક્રમી ટોચે 66,589.93 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. 

સોમવારે બેન્કિંગ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી 

સોમવારે સ્થાનિક શેરબજારમાં વૈશ્વિક બજારથી સકારાત્મક સંકેતો મળ્યા હતા. જેના કારણે શેરમાં બમ્પર ખરીદી જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો પણ મજબૂત થયો છે. વિદેશી રોકાણકારોનું સકારાત્મક વલણ ચાલુ છે. આ દરમિયાન બેન્કિંગ સેક્ટરના શેરોએ પોતાની તાકાત બતાવી. SBI નિફ્ટીમાં ટોપ ગેઇનર હતો અને 3 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. બીજી તરફ ONGC અને Hero MotoCorp ટોપ લુઝર તરીકે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

આજના કારોબારમાં બેન્કિંગ અને ફાયનાન્સિયલ શેરોમાં તેજી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.41 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી આઇટી 0.31 ટકા, ફાર્મા 0.77 ટકા ઉપરાંત મેટલ્સ, મીડિયા, એનર્જી, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ઓટો અને રિયલ એસ્ટેટ સેક્ટરના શેર ઘટીને બંધ રહ્યા હતા. સ્મોલ કેપ અને મિડ કેપ સેક્ટરના શેરોમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 વધ્યા અને 12 ઘટીને બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 31 શેર વધીને અને 19 ઘટીને બંધ રહ્યા હતા.

આ શેરોમાં ઘટાડો થયો

આજના વેપારમાં SBI 2.81 ટકા, વિપ્રો 2.54 ટકા, રિલાયન્સ 2.10 ટકા, HDFC બેન્ક 2.07 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.45 ટકા, ટેક મહિન્દ્રા 1.24 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.04 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ઘટેલા શેરોમાં ટાટા મોટર્સ 1.02 ટકા, ભારતી એરટેલ 0.89 ટકા, ટાઇટન કંપની 0.70 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.66 ટકા ઘટીને બંધ થયા હતા.

માર્કેટ કેપમાં ઉછાળો

શેરબજારમાં આવેલી શાનદાર તેજીને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓના શેરોનું માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 303 લાખ કરોડને પાર કરી ગયું હતું. આજે કારોબારના અંતે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 303.88 લાખ કરોડ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ