બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Share Market 3.5 lakh crore rupees loss in 15 minutes! For the sixth day in a row, the stock market is in turmoil

Share Market / 15 જ મિનિટમાં 3.5 લાખ કરોડ રૂપિયા સ્વાહા! સતત છઠ્ઠા દિવસે પણ શેર માર્કેટમાં હાહાકાર, જુઓ કેટલા પોઈન્ટ ગબડ્યું સેન્સેક્સ

Megha

Last Updated: 11:18 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી જોરદાર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. માર્કેટ ખુલતાની સાથે જ  15 મિનિટમાં રોકાણકારોએ માત્ર 15 મિનિટમાં 3.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

  • શેરબજારમાં ઘટાડાનો સિલસિલો આજે પણ ચાલુ
  • 15 મિનિટમાં રોકાણકારોના 3.5 લાખ કરોડ રૂપિયા સ્વાહા!
  • અ શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો 

ભારતીય શેરબજારમાં ઘટાડાનો સિલસિલો આજે પણ ચાલુ છે. નકારાત્મક વૈશ્વિક સંકેતો, તેલની વધતી કિંમતો, મધ્ય પૂર્વમાં તણાવને કારણે વિશ્વભરના શેરબજારો લાલનિશાન પર જોવા મળી રહ્યા છે એવામાં ભારતમાં પણ છેલ્લા પાંચ દિવસથી શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું અને આજે પણ તે જોરદાર ઘટાડા સાથે ખુલ્યું હતું. 

Tag | VTV Gujarati

15 મિનિટમાં રોકાણકારોના 3.5 લાખ કરોડ રૂપિયા સ્વાહા!
આજે શરૂઆતના કારોબારમાં, BSE સેન્સેક્સ લગભગ 600 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 19,000 પોઈન્ટની નીચે આવી ગયો છે. આજે માર્કેટ ખુલતાની સાથે જ શરૂઆતની 15 મિનિટમાં રોકાણકારોએ માત્ર 15 મિનિટમાં 3.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા. જ્યારે છેલ્લા છ દિવસથી ચાલી રહેલા ઘટાડાને કારણે રોકાણકારોનાં રૂ. 18.85 લાખ કરોડનું નુકસાન થયું છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અઠવાડિયે માર્કેટ ભાગ્યે જ કમબેક કરી શકશે. 

અ શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો 
સેન્સેક્સ શેરોમાં ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ ઘટ્યા છે. ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ અને ટાટા સ્ટીલ પણ નુકસાન સાથે ખુલ્યા હતા. બીજી તરફ એક્સિસ બેન્ક, એચસીએચએલ ટેક અને ઇન્ડસઇન્ડ બેન્ક ઉછાળા સાથે ખુલ્યા હતા. 

શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, માર્કેટની મજા બગાડવામાં આ શેરનો મોટો  હાથ, જાણો વિગત | Stock market fell for the third day Sensex closed below  65400

સાથે જ IT કંપની ટેક મહિન્દ્રાએ બુધવારે ક્વાર્ટર પરિણામ જાહેર કર્યું હતું જેમાં કંપનીના નફામાં 16 વર્ષમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 61.6 ટકા ઘટ્યો હતો, જે માર્ચ 2007 પછીનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. એમએમટીસીના શેરમાં ચાર ટકાનો વધારો થયો છે. જુબિલન્ટ ફૂડવર્કસના શેર પાંચ ટકા તૂટ્યા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નફામાં 39.5 ટકાનો ઘટાડો થયો છે. સોનાટા સોફ્ટવેરના શેરમાં ચાર ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 10 ટકા વધીને રૂ. 124.2 કરોડ થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ