બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 04:44 PM, 4 January 2024
ADVERTISEMENT
2 દિવસોનાં ઘટાડા બાદ આજે ભારતીય શેરબજારમાં ફરી મોટી ખરીદારી જોવા મળી છે. રોકાણકારોની બેંકિંગ, એનર્જી, FMCG અને મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં ખરીદીને લીધે બજારમાં આજે શાનદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. નિફ્ટી મિડ કેપ ઈંડેક્સ 800 અંકોનાં ઊછાળા સાથે રેકોર્ડ હાઈ પર પહોંચ્યું છે. આજે ટ્રેડિંગ પૂર્ણ થવા પર BSE સેંસેક્સ 491 અંકોનાં ઊછાળા સાથે 71847 તો નેશનલ સ્ટોક્સ એક્સચેંજ નિફ્ટી 141 અંકોનાં ઊછાળા સાથે 21658 અંકોને પાર પહોંચ્યું છે.
સેક્ટરની સ્થિતિ
આજનાં ટ્રેડમાં કોઈપણ સેક્ટરનાં સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો નથી. બેંકિંગ, FMCG, એનર્જી, મીડિયા IT, ઑટો, ફાર્મા, હેલ્થકેર, ઓયલ એન્ડ ગેસ, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સનાં સ્ટોક્સ શાનદાર તેજી સાથે બંધ થયાં છે. સૌથી વધુ તેજી રિયલ સ્ટોક્સમાં જોવા મળી છે. રિયલ સ્ટોક્સનું ઈંડેક્સ નિફ્ટી રિયલ્ટી 6.72%નાં ઊછાળા સાથે પોતાના લાઈફટાઈમ હાઈ પર ક્લોઝ થયું છે. નિફ્ટી મિડ કેપ ઈંડેક્સ અને સ્મોલ ઈંડેક્સમાં પણ રેકોર્ડ તેજી જોવા મળી હતી. સેંસેક્સનાં 30 શેરોમાં 18 તેજી સાથે જ્યારે 12 ઘટાડા સાથે બંધ થયાં. જ્યારે નિફ્ટીનાં 50 શેરોમાં 29 શેર તેજી સાથે અને 21 શેર ઘટાડા સાથે ક્લોઝ થયાં છે.
ADVERTISEMENT
રેકોર્ડ હાઈ પર માર્કેટ કેપની સ્થિતિ
ભારતીય શેરબજારમાં શાનદાર તેજી હોવાને લીધે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર પહોંચ્યું છે. BSEનાં ડેટા અનુસાર લિસ્ટેડ કંપનીઓનાં સ્ટોક્સ 368.43 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે. ગત સત્રે આ આંકડો 365.10 લાખ કરોડ રૂપિયા પર ક્લોઝ થયું હતું. એટલે કે આજે ટ્રેડમાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં 3.33 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
શેરની સ્થિતિ
આજે બજાજ ફાઈનેંસ 4.30%, NTPC 3.51%, ઈંડસઈંડ બેંક 2.90%, એક્સિસ બેંક 2.45%, પાવર ગ્રિડ 1.94%ની તેજી સાથે બંધ થયું છે. જ્યારે HCL ટેક 1.20%, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.96%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.88%, વિપ્રો 0.83%નાં ઘટાડા સાથે બંધ થયાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.