બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / shardiya navratri 2023 maa durga will come riding on an elephant know importance

શારદીય નવરાત્રી / નવરાત્રી 2023: આ વર્ષે સિંહ નહીં હાથી પર સવાર થઈને આવશે મા જગદંબા, જાણો માતાજીના સવારીનું મહત્ત્વ

Manisha Jogi

Last Updated: 10:49 AM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીમાં નવ દિવસ સુધી માઁ દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. ભક્તો માઁ દુર્ગાને પ્રસન્ન કરવા માટે પૂજા કરવાની સાથે સાથે ઉપવાસ પણ કરે છે.

  • 15 ઓક્ટોબર 2023 રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ
  • માઁ દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે
  • માઁ દુર્ગાના અલગ અલગ વાહનના મહત્ત્વ વિશે જણાવવામાં આવ્યું છે

15 ઓક્ટોબર 2023 રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 23 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. 24 ઓક્ટોબરના રોજ વિજયાદશમી ઊજવવામાં આવશે. નવરાત્રીમાં નવ દિવસ સુધી માઁ દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. ભક્તો માઁ દુર્ગાને પ્રસન્ન કરવા માટે પૂજા કરવાની સાથે સાથે ઉપવાસ પણ કરે છે. 

માઁ દુર્ગાની સવારી
માઁ દુર્ગા સિંહ પર સવારી કરે છે, પરંતુ નવરાત્રીમાં માઁ દુર્ગા ધરતી પર આગમન કરે છે. તે સમયે દુર્ગા માતાની સવારી બદલાઈ જાય છે. જે દિવસથી નવરાત્રીનો પ્રાંરભ થાય છે, તે દિવસના આધાર પર માઁ જગદંબાની સવારી નક્કી થાય છે. માઁ દુર્ગાના અલગ અલગ વાહનના મહત્ત્વ વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

માઁ દુર્ગાના અલગ અલગ વાહન કયા છે?
માઁ દુર્ગાના અલગ અલગ વાહનમાં ડોલી, નાવ, ઘોડો, ભેંસ, મનુષ્ય તથા હાથી શામેલ છે. 

શારદીય નવરાત્રી 2023માં માઁ દુર્ગાની સવારી કઈ છે?
આ વર્ષે રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય તો દુર્ગા માતાનું વાહન હાથી હોય છે. દુર્ગા માતાનું હાથી પર આગમન થાય તો અધિક વર્ષાનો સંકેત આપે છે. 

દુર્ગા માતાની સવારી અને તેનું મહત્ત્વ
શાસ્ત્રો અનુસાર સોમવાર અથવા રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય તો દુર્ગા માતાનું વાહન હાથી હોય છે, જે અધિક વર્ષાનો સંકેત આપે છે. મંગળવાર અથવા શનિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય તો દુર્ગા માતાનું વાહન ઘોડો હોય છે, જે સત્તા પરિવર્તનનો સંકેત આપે છે. શારદીય નવરાત્રી ગુરુવાર અથવા શુક્રવારથી પ્રારંભ થાય તો દુર્ગા માતાનું વાહન ડોલી હોય છે, જે જાનહાનિ અને તાંડવનો સંકેત આપે છે. નવરાત્રીનો બુધવારે પ્રારંભ થાય તો દુર્ગા માતાનું નાવ પર આગમન થાય છે, નાવની સવારીને શુભ ફળદાયી માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ