બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Sharad Pawar's NCP came into action after Ajit Pawar's rebellion, took this big step

રાજકારણ / મહારાષ્ટ્રમાં 'મહાભારત પાર્ટ-2': અજીત પવારે પાર્ટી તોડી, ચિહ્ન પર દાવ, હવે શું કરશે શરદ પવાર?

Megha

Last Updated: 09:15 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NCPને લાગેલા મોટા આંચકા બાદ પાર્ટી એક્શનમાં આવી છે. અજિત પવારની સાથે મંત્રી તરીકે શપથ લેનારા અન્ય 8 ધારાસભ્યો સામે ગેરલાયકાતની અરજી દાખલ કરી છે.

  • મહારાષ્ટ્રમાં લેવાયેલા રાજકીય પગલાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા
  • અજિત પવારે પાર્ટીની નીતિ વિરુદ્ધ શપથ લીધા
  • શરદ પવારે 1999માં આ પાર્ટીની સ્થાપના કરી હતી

ગઇકાલે રવિવારે 2 જુલાઈએ એનસીપી નેતા અજિત પવાર દ્વારા  મહારાષ્ટ્રમાં લેવાયેલા રાજકીય પગલાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. મહારાષ્ટ્રમાં એનસીપીના કદ્દાવર નેતા અજિત પવારે પાર્ટી તોડી નાખી છે. અજિત પવાર 9 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની ભાજપ-શિંદે સરકારમાં સામેલ થઈને ડેપ્યુટી સીએમ બની ગયા છે

પાર્ટી એક્શનમાં આવી 
NCPને લાગેલા મોટા આંચકા બાદ પાર્ટી એક્શનમાં આવી છે. પાર્ટીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર અજિત પવાર અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી રાજ્ય સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા અન્ય 8 ધારાસભ્યો સામે ગેરલાયકાતની અરજી દાખલ કરી છે. મહારાષ્ટ્ર એનસીપીના વડા જયંત પાટીલે કહ્યું કે અયોગ્યતાની અરજી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મોકલવામાં આવી છે. આ સાથે ભારતના ચૂંટણી પંચને એક ઈ-મેલ પણ મોકલવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે NCPના નેતાઓ અને કાર્યકર્તાઓ પાર્ટી પ્રમુખ શરદ પવારની સાથે છે. 

પાર્ટીની નીતિ વિરુદ્ધ શપથ લીધા
પાટીલે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નવ સભ્યોએ રાજભવન જઈને પાર્ટીની નીતિ વિરુદ્ધ શપથ લીધા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને અંધારામાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. અમે કેન્દ્રીય ચૂંટણી પંચને પત્ર લખ્યો છે અને તેમને મેઈલ પણ કર્યો છે. માત્ર 9 લોકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.  અમે ઈચ્છીએ છીએ કે અયોગ્યતાની અરજી પર જલ્દી સુનાવણી કરીને અમારું વલણ સમજવું જોઈએ." 

શરદ પવારે 1999માં આ પાર્ટીની સ્થાપના કરી હતી. રવિવારે બપોરે જ્યારે તેમના ભત્રીજા અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન તરીકે શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા ત્યારે પક્ષમાં વિભાજન થયું.

શું કહ્યું છે અજીત પવારે ? 
NCP અજિત પવારે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ NCPના સિમ્બોલ પર જ ચૂંટણી લડશે. NCP પાસે મહારાષ્ટ્રમાં 54 ધારાસભ્યો છે અને પક્ષપલટા વિરોધી કાયદા અનુસાર અલગ જૂથ માટે બે તૃતીયાંશ ધારાસભ્યોનું સમર્થન હોવું ફરજિયાત છે. અલગ જૂથની સ્થિતિમાં અજિત પવારને 36 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. જો વધુ ઘટનાક્રમ અજિત પવારના અલગ જૂથમાં ફેરવાય છે, તો તે ભાજપનો સફળ પ્રયાસ તરીકે જોવામાં આવશે. 

પાર્ટીનું નામ અને ચિહ્ન પણ મારી પાસે રહેશે-અજિત પવાર
અજીત પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાર્ટીનું નામ અને ચિહ્ન પણ મારી પાસે રહેશે. મેં અન્ય ધારાસભ્યોનો પણ સંપર્ક કર્યો છે અને આજે સાંજ સુધીમાં ઘણા વધુ ધારાસભ્યો અહીં પહોંચશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ભવિષ્યમાં જિલ્લા પરિષદ કે અન્ય પંચાયતોની ચૂંટણીમાં જે પણ ચૂંટણી થાય છે, તે અમે પાર્ટી (એનસીપી)ના પ્રતીક પર લડીશું. 

અજિત પવારે બળવો કર્યો
એનસીપી નેતા અજિત પવારે આજે જ્યારે પોતાના સાથી ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા ત્યારે બધાને ચોંકાવી દીધા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમણે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને ટેકો આપ્યો હતો અને સરકારમાં જોડાયા હતા. તેમની સાથે અન્ય 9 નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. આ સરકારમાં અજીત પવાર ડેપ્યુટી સીએમ બન્યા છે.

મહારાષ્ટ્રમાં હવે બે ડેપ્યુટી સીએમ 
ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર સરકારમાં ડેપ્યૂટી સીએમ છે એટલે કે હવે રાજ્યમાં બે ડેપ્યુટી સીએમ હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ