બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Sharad Pawar has done a big 'game'? Said- Ajit Pawar is our leader, there is no division in the party

મહાપોલિટિકલ ડ્રામા / બંધ મુઠ્ઠી લાખની: મોટો 'ખેલ' કરી ગયા શરદ પવાર? કહ્યું- અજીત પવાર તો અમારા નેતા, પાર્ટીમાં નથી કોઈ વિભાજન

Megha

Last Updated: 04:02 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sharad Pawar: શરદ પવારે કહ્યું કે અજિત પવાર અમારા નેતા છે. લોકશાહી પાર્ટીમાં નેતાઓ અલગ વલણ અપનાવી શકે છે અને એમને અલગ વલણ અપનાવ્યું, જેને વિભાજન કહી શકાય નહીં.

  • શરદ પવારે NCPમાં કોઈ વિભાજન પડ્યો હોય એ વાત વિશે ઈન્કાર કર્યો
  • અજિત પવાર અમારા નેતા છે અને પાર્ટીમાં કોઈ વિભાજન નથી
  •  લોકશાહી પાર્ટીમાં નેતાઓ અલગ વલણ અપનાવી શકે છે

Sharad Pawar: પહેલા સુપ્રિયા સુલે અને પછી તેમના પિતા શરદ પવારે NCPમાં કોઈ વિભાજન પડ્યો હોય એ વાત વિશે ઈન્કાર કર્યો છે. અજિત પવાર વિશે શરદ પવારે કહ્યું કે તેઓ અમારા નેતા છે અને પાર્ટીમાં કોઈ વિભાજન નથી. લોકશાહી પાર્ટીમાં નેતાઓ અલગ વલણ અપનાવી શકે છે. અજિત પવારે અલગ વલણ અપનાવ્યું છે, જેને વિભાજન કહી શકાય નહીં. 

પાર્ટીમાં કોઈ વિભાજન નથી - શરદ પવાર
આ સાથે જ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ પણ ગુરુવારે આવી જ પ્રતિક્રિયા આપી હતી. બંને નિવેદનોની સ્ક્રિપ્ટ અચાનક એક જેવી થઈ ગઇ એ માત્ર સંયોગ નથી. મરાઠા રાજનીતિના ચાણક્યએ 31મી ઓગસ્ટ પહેલા મોટી દાવ રમી છે. શરદ પવાર  એક તીરથી એક અનેક નિશાન સાધવામાં માહેર છે. અજિત પવાર માટે એમની અંદર આવેલ આ પરિવર્તન સારી રીતે વિચારેલી તૈયારી છે. શરદ પવારે "પાર્ટીમાં કોઈ વિભાજન નથી" આ નિવેદન તેમના ગઢ બારામતીમાં આપ્યું છે.

વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. ની બેઠક  મુંબઈમાં યોજાવાની છે
31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. ની બેઠક  મુંબઈમાં યોજાવાની છે. તેઓ વિપક્ષી ગઠબંધનની બેઠક પહેલા પોતાની જાતને મજબૂત કરી રહ્યા છે, જેથી સીટની વહેંચણી અને સંયોજનમાં તેમની ભૂમિકા જળવાઈ રહે. શરદ પવાર મીટિંગમાં આવા સેનાપતિ તરીકે હાજર થવા નથી માંગતા જેની પાછળ કોઈ સેના નથી. જો આમ થશે તો શરદ પવાર I.N.D.I.A.ની બેઠકમાં વાતચીત કરી શકશે નહીં. 

શરદ પવાર એવા સેનાપતિ બની ગયા જેની સેના નથી
એ વાત તો નોંધનીય છે કે ભારતમાં કોંગ્રેસ પહેલેથી જ વર્ચસ્વ ધરાવે છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની જોડીએ વિપક્ષી ગઠબંધન બનાવવાની આગેવાની લેનારા નેતાઓને લગભગ સાઈડ લાઇન કરી દીધા છે. NCPમાં વિભાજન બાદ શિવસેના અને કોંગ્રેસે મહારાષ્ટ્રમાં વિરોધની ભાગદોડ સંભાળી છે. જો એનસીપી 2024ની લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન તેનો હિસ્સો ઇચ્છે છે તો શરદ પવારને માત્ર મજબૂત દેખાવાની સાથે મજબૂત બનવું પણ પડશે. અજિત પવાર અને અન્ય ધારાસભ્યો એનડીએમાં જોડાયા વિના તે શક્ય જણાતું નથી. આવા સમયે પાર્ટીમાં ચાલી રહેલ વિવાદ પણ શરદ પવારના દાવાને નબળો પાડી શકે છે.

અજિત પવાર પાર્ટીના અન્ય નેતાઓને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા
શરદ પવારનું હૃદય પરિવર્તન એવા થયું જ્યારે અજિત પવાર પાર્ટીના અન્ય નેતાઓને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સિવાય એમને ચૂંટણી ચિન્હ પર પણ દાવો કર્યો છે. તાજેતરમાં જ અજિત પવારે તેમના સમર્થકોને પાર્ટીના કાર્યક્રમોમાં શરદ પવારના ફોટાનો ઉપયોગ ન કરવા સૂચના આપી હતી. અજિત પવારે આ બધા નિર્ણયો અચાનક નથી લીધા. અત્યાર સુધી અજિત પવાર ખુલ્લેઆમ શરદ પવારને પાંચ-છ વખત મળ્યા છે. સાથે જ સૂત્રોણઆ જણાવ્યા મુજબ આ બેઠકોમાં એમને શરદ પવારને NDAમાં જોડાવાની ઓફર કરી હતી પણ અજીત પવારે ઠુકરાવી દીધી હતી. આ મીટીંગ સિવાય કાકા-ભત્રીજા વચ્ચે અનેક સ્તરે ગુપ્ત બેઠકો પણ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બેઠકો બાદ અજીત પવાર પાર્ટી અને સરકારના નિર્ણયો લઈ રહ્યા છે.

I.N.D.I.A. ની બેઠક બાદ રાજકારણમાં મોટો ફેરબદલ થઈ શકે
અજિત પવારે પણ એનડીએમાં પોતાની ભાગીદારી માટે તાકાત બતાવવી પડશે. શરદ પવારના આશીર્વાદ વિના અજિત પણ પાવરફુલ નથી. શરદ પવારે હવે અજિતને પાર્ટીના વરિષ્ઠ નેતા ગણાવીને NDAમાં તેમના ભત્રીજાની સ્થિતિ મજબૂત કરી છે. અજિત પવાર પોતે પાર્ટી સંબંધિત નિર્ણયો લઈ રહ્યા છે, તો શરદને વારંવાર મળવાની જરૂર કેમ પડી રહી છે. આ ભૂલ NCPની બંને છાવણીઓને પોતપોતાના જોડાણમાં I.N.D.I.A.ની ત્રીજી બેઠક બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ફેરબદલ થઈ શકે છે જેના માસ્ટરમાઇન્ડ શરદ પવાર હોય શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ