બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / shahrukh khans red chillies entertainment files case against jawan leaks

બોલિવૂડ / જવાન ફિલ્મની સાથે થયો એવો કાંડ કે શાહરુખની કંપનીએ ઠોકી દીધો કેસ, કહ્યું પ્રમોશનની આખી સ્ટ્રેટેજી બગડી ગઈ

Arohi

Last Updated: 09:23 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jawan Leaks Online: રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે એવું પણ જણાવ્યું કે સોશિયલ મીડિયા લીક્સના કારણે એક્ટર્સના લુક્સ અને ગીત બહાર આવી ગયા છે. પરંતુ તેમને આ બધુ રિલીઝ કરવા માટે માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી હતી.

  • રિલીઝ પહેલા ઓનલાઈન લીક થઈ જવાન 
  • રેડ ચિલીઝે એન્ટરટેઈમેન્ટે કર્યો કેસ 
  • બગડી પ્રમોશનની સ્ટ્રેટેજી 

શાહરૂખ ખાનની પ્રોડક્શન કંપની Red Chillies Entertainmentએ અમુક અજાણ્યા શખ્સો વિરૂદ્ધ FIR કરી છે. આ મામલો ફિલ્મ Jawanના ફોટો અને વીડિયો લીક સાથે જોડાયેલો છે. 

પહેલા પણ જવાનની ઘણી તસવીરો અને ક્લિપ્સ સોશિયલ મીડિયા પર લીક થઈ હતી. તેના વિરૂદ્ધ પણ રેડ ચિલીઝ કોર્ટ ગઈ હતી. કોર્ટે તમામ પ્લેટફોર્મ્સથી જવાનનું લીક થયેલું મટીરિયલ ડિલિટ કરવાનો આદેશ કર્યો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી
રિપોર્ટ અનુસાર રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે મુંબઈના સાંતા ક્રૂઝ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. તેમણે જવાનની લીક થયેલી ફૂટેજ મામલે IPC કલમ 379 ચોરી અને ઈન્ફોરમેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન 43(B)ના હેઠળ 10 ઓગસ્ટે કેસ નોંધ્યો. 

તેમણે આ મામલામાં પોલીસને પાંચ ટ્વીટર એકાઉન્ટના ડિટેલ્સ પણ આપ્યા જેમણે લીક વાળા ફોટોઝ અને વીડિયોઝ શેર કર્યો. તેમણે બધા હેન્ડલ્સને ચલાવતા લોકોને લીગલ નોટિસ મોકલી છે. પરંતુ તેમાંથી ફક્ત એકના તરફથી જ નોટિસનો જવાબ આવ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

કોપીરાઈટનો ભંગ 
RCEનું કહેવું છે કે આ કોપીરાઈટનું ઉલ્લંઘન છે. પ્રોડક્શન હાઉસનું કહેવું છે કે જે ક્લિપ્સ લીક થઈ તેનાથી ફિલ્મમાં એક્ટર્સના લુક બહાર આવી ગયા છે. અમુક એવા વીડિયોઝ પણ લીક થયા છે. જેમાં ફિલ્મના ગીત પણ સંભાઈ રહ્યા છે. તેના પર રેડ ચિલીઝનું કહેવું છે કે તેમણે જવાન માટે માર્કેટિંગ સ્ટ્રેટર્જી તૈયાર કરી હતી. તે રીતે ગીત રિલીઝ કરવાનું હતું. પરંતુ લીક્સના કારણે તેમની સ્ટ્રેટર્જી ગડબડ થઈ ગઈ. 

સોશિયલ મીડિયા પર લીક થયા ઘણા ફોટો 
જવાનના લીક ફૂટેજ ઘણા લાંબા સમયથી રેડ ચિલીઝ માટે માથાનો દુખાવો બન્યા છે. તેમણે સેટ પર મોબાઈલ ફોન્સ અને રેકોર્ડિંગ ડિવાઈઝ બેન કર્યા હતા. તેમ છતાં જ્યારે ફિલ્મમાંથી કોઈ વસ્તુ લીક થઈ રહી છે તો આ ચિંતાનો વિષય છે. શાહરૂખનો વાળ વગરનો લુક ઓફિશ્યલી બહાર આવ્યાના ઘણા મહિનાઓ પહેલાથી સોશિયલ મીડિયા પર લીક થઈ ગયો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

તેના ઉપરાંત શાહરૂખ અને નયનતારાની વચ્ચે ફિલ્માયેલું ગીત વિઝુઅલની સાથે લીક થયું હતું. જોકે તરત કાર્યવાહી કરીને તેને સોશિયલ મીડિયા પરથી હટાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે વસ્તુઓ સોશિયલ મીડિયા પર આવે છે તેને હટાવવું મુશ્કેલ હોય છે. કારણ કે તે વીડિયોઝ અને ફોટો ડાઉનલોડ કરીને મુકી દે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ