બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Shaheed Major Ashish Dhonak mother said that we gave our son for the country

મા તુજે સલામ / મેં મારો દીકરો દેશને સોંપી દીધો હતો... શહીદ દીકરાની વીરાંગના જનેતાના શબ્દો સાંભળી હૈયું ધ્રુજી જશે

Vaidehi

Last Updated: 07:13 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંતનાગમાં શહીદ મેજર આશીષ ધોનેકની માતા બોલ્યાં કે દુ:ખ તો મને ઘણું છે પણ હું રડીશ નહીં. મારો દીકરો દેશનો હતો અને તેને દેશ માટે આપી દીધો હતો.

  • અનંતનાગમાં વીરગતિ પામે મેજલ આશીષની માતાનું દુ:ખ
  • માતા બોલ્યાં કે દુ:ખ તો મને ઘણું છે પણ હું રડીશ નહીં
  • મેજર ઑક્ટોબરમાં નવા ઘરે આવવાનાં હતાં પણ હવે શવ જ પહોંચશે

જમ્મૂ-કાશ્મીરનાં અનંતનાગમાં આતંકીઓ સાથે લડતા સમયે વીરગતિ પામેલ મેજર આશીષ ધૌનેકની માતાએ કંઈક એવું કહ્યું જે સાંભળીને ગર્વ અને દુ:ખ બંને અનુભવાશે. આંખોમાં આંસુ સાથે માતાએ કહ્યું કે મારો દીકરો તો દેશનો હતો. અમે તેને દેશ માટે આપી દીધો હતો. દુ:ખ તો ઘણું છે પણ હું રડીશ નહીં. 

'સમગ્ર દેશની બહેનો તેની જ હતી'
તેમણે કહ્યું કે,' મારા દીકરાની માત્ર 3 બહેનો જ નહોતી. દેશની તમામ બહેનો તેની હતી અને બધાની રક્ષા માટે તેણે શહાદત આપી છે. ' અનંતનાગમાં શહીદ મેજરનાં ઘરનો માહોલ અતિ ભાવુક છે. પાનીપત સિવાય આસપાસનાં લોકો પણ તેમના ઘરે વીરનાં શવની રાહ જોઈ રહ્યાં છે. 

નવા મકાનમાં મેજરનું શવ જ પહોંચશે
પાનીપતનાં એક વિસ્તારમાં મેજરનો પરિવાર ભાડે રહેતો હતો. થોડા સમય પહેલા જ પરિવારે પાનીપતનાં TDIમાં પ્લોટ ખરીદી મકાન બનાવ્યું હતું. તેઓ આ મકાનમાં જ શિફ્ટ થવાનાં હતાં પરંતુ હવે આ મકાનમાં મેજરનો શવ જ પહોંચશે. મેજર આશીષ ધનૌકનાં કાકાએ જણાવ્યું કે છેલ્લી વખત તો આશીષ સાથે ફોન પર વાત થઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે ઑક્ટોબરમાં હું આવીશ અને ત્યારે ઘર શિફ્ટ કરી લેશું. પરિવારનો પ્લાન હતો કે 23 ઑક્ટોબરનાં ગૃહપ્રવેશનું આયોજન કરશે. કારણકે એ દિવસ મેજર આશીષનો જન્મદિવસ પણ હોય છે.

4 વર્ષની દીકરી છે..
34 વર્ષીય આશીષની 4 વર્ષની દીકરી છે. તે પોતાની પાછળ પોતાની માતા, પિતા, પત્ની અને દીકરીને છોડી ગયાં. મેજરનાં પરિવારનાં લોકોએ જણાવ્યું કે તેમના શવને TDI સ્થિત નવા મકાનમાં લઈ જવામાં આવશે. આ બાદ તેમના ગામ બિંઝોલમાં અંતિમ વિદાય આપવામાં આવશે. પરિવારે જણાવ્યું કે બુધવારે અધિકારીઓએ ફોન કરીને મેજરનાં શહીદ થવાની જાણકારી આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ