બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / shah rukh khan says rinku singh is baap not bacha on twitter during askSrk

Ask SRK / KKRના આ પ્લેયરને ટાર્ગેટ કરી સોશિયલ મીડિયામાં કોમેન્ટનો મારો, ભડકી ઉઠ્યો કિંગખાન, કહ્યું તે બાપ છે, બાળક નહીં

Manisha Jogi

Last Updated: 04:34 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાન તેમની ફિલ્મ ‘જવાન’ રિલીઝ થાય તે પહેલા પ્રમોશન કરવા લાગ્યા છે. કિંગ ખાને ટ્વિટર પર આસ્ક SRK સેશન ચલાવ્યું છે.

  • શાહરૂખ ખાન ઘણા સમયથી ટ્વિટર પર ફિલ્મોનું પ્રમોશન કરી રહ્યા છે
  • કિંગ ખાને ટ્વિટર પર આસ્ક SRK સેશન ચલાવ્યું 
  • રિંકૂ સિંહ બાબતે આપ્યો મજેદાર જવાબ

બોલીવુડના કિંગ શાહરૂખ ખાન ઘણા સમયથી ટ્વિટર પર પોતાની ફિલ્મોનું પ્રમોશન કરી રહ્યા છે. પઠાનની રિલીઝ સમયે પણ આ પ્રકારે કર્યું હતું. શાહરૂખ ખાન તેમની ફિલ્મ ‘જવાન’ રિલીઝ થાય તે પહેલા પ્રમોશન કરવા લાગ્યા છે. કિંગ ખાને ટ્વિટર પર આસ્ક SRK સેશન ચલાવ્યું છે. આ દરમિયાન તેમણે કોલકત્તા નાઈટ રાઈડર્સના ખેલાડી રિંકૂ સિંહ બાબતે દમદાર ટ્વિટ કર્યું છે. 

Ask SRk સેશન દરમિયાન શ્રેયસ આર્યન નામના એક યૂઝરે શાહરૂખ ખાનને સવાલ કર્યો છે કે, ‘KKRના બાળક રિંકૂ સિંહ માટે એક શબ્દ’. તેમણે આ ટ્વિટનો જવાબ આપ્યો છે કે, ‘રિંકૂ બાપ હૈ, બચ્ચા નહીં હૈ’.

600
king khan and rinku singh

ટ્વિટને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો
શાહરૂખ ખાનના આ ટ્વિટ પર જબરદસ્ત રિએક્શન મળી રહ્યા છે. આ ટ્વિટ પર બે હજારથી વધુ વાર રિટ્વિટ કર્યું છે અને 10 લાખ ઈંપ્રેશન જોવા મળી છે. 600થી વધુ લોકોએ આ ટ્વિટ પર કમેન્ટ કરી છે અને 17 હજારથી વધુ લાઈક્સ મળી છે. તમને જણાવી દઈએ કે, રિંકૂ સિંહ શાહરૂખ ખાનની ટીમ KKRના મહત્ત્વપૂર્ણ સભ્ય છે. તેઓ ઘણા સમયથી આ ટીમ સાથે જોડાયેલ છે. આ સીઝનમાં રિંકૂ સિંહે છેલ્લા પાંચ બોલ પર પાંચ છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી અને ઐતિહાસિક ઈનિંગ રમીને લોકોનું દિલ જીતી લીધુ હતું. 

king khan tweet

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ ક્યારે રિલીઝ થશે
શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની વાત કરવામાં આવે તો તેઓ છેલ્લે ફિલ્મ ‘પઠાન’માં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. શાહરૂખ ખાન હવે ફિલ્મ ‘જવાન’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સાઉથના ડાયરેક્ટર એટલીએ કર્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે અભિનેત્રી નયનતારા પણ જોવા મળશે. સપ્ટેમ્બર 2023માં શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ સિનેમાઘરમાં રિલીઝ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ