બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / Shabridham is located between waterfalls and hills in Gujarat: Lord Shri Ram ate berries here, know the history

ડાંગ / ગુજરાતમાં ધોધ અને ગિરિમાળાઓની વચ્ચે આવેલું છે શબરીધામ: પ્રભુ શ્રીરામે અહીં જ ખાધા હતા બોર, જાણો ઈતિહાસ

Megha

Last Updated: 11:11 AM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે કે શબરીએ રામ ભગવાનને એઠાં બોર ખવડાવ્યા હતા અને ગુજરાતના આ સ્થળે જ શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી, જેનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવેલ છે.

  • અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. 
  • આવું જ એક ભગવાન રામ સાથે જોડાયેલ સ્થળ ગુજરાતમાં પણ આવેલું છે. 
  • કહેવાય છે કે આ જગ્યા પર શબરીએ રામ ભગવાનને એઠાં બોર ખવડાવ્યા હતા. 

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. ઉદ્ઘાટન પહેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે.  વિસ્તૃત ધાર્મિક વિધિઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામલલાનો અભિષેક કરશે. આખો દેશ આ ક્ષણની રાહ જોઈ રહ્યો છે અને અયોધ્યામાં આ માટે તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. 

આ મંદિર જ્યાં બની રહ્યું છે એ સ્થળ ભગવાન રામનું જન્મસ્થળ છે. આવું જ એક ભગવાન રામ સાથે જોડાયેલ સ્થળ ગુજરાતમાં પણ આવેલું છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આ ગામનું પણ અનેરું જ મહત્વ છે. 

વાંચવા જેવુ: 5 લાખનો ખર્ચ, 5 દિવસની મહેનત... અંતે અયોધ્યાના રામ મંદિર માટેનું ‘અજયબાણ’ ગુજરાતમાં બનીને તૈયાર, જાણો શું છે તેની વિશેષતા

એવું માનવામાં આવે છે કે ભગવાન રામની પ્રખર ઉપાસક શબરીએ રામ ભગવાનને એઠાં બોર ખવડાવ્યા હતા. આ કિસ્સાનો સંદર્ભ રામાયણ, ભાગવત પુરાણ, રામચરિતમાનસ, સૂરસાગર, સાકેત જેવા ગ્રંથોમાં જોવા મળે છે. સ્થાનિક માન્યતા છે ગુજરાતના આ સ્થળે જ શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી, જેનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવેલ છે. અહીંના આદિવાસીઓની સંસ્કૃતિમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણને લગતી લોકવાર્તાઓ પણ સાંભળવા મળે છે. 

ગુજરાતના સાપુતારા જિલ્લાના ડાંગ ખાતે સુબીર ગામથી લગભગ 4 કિમી દૂર શબરી ધામ તરીકે ઓળખાતું આ મંદિર આવેલ છે. રાવણે સીતાહરણ કર્યું એ બાદ ભગવાન રામ સીતાની શોધમાં વિવિધ સ્થળોએ જતા હોવાની વાર્તાઓથી લોકો સારી રીતે વાકેફ છે. કહેવાય છે કે એ સમયે તેઓ ગુજરાતના આ ચોક્કસ સ્થળે શબરી નામથી જાણીતી એક વૃદ્ધ મહિલાને મળ્યા. શબરી વર્ષોથી ભગવાન રામના આગમનની રાહ જોઈ રહી હતી અને વનવાસ વેળા ભગવાન રામની મુલાકાત થઈ ત્યારે શબરીએ બોર ધરાવીને એમનું સ્વાગત કર્યું હતું. ભગવાનને ખાટાં બોર ન ખાવાં પડે તેથી તેણે ચાખીચાખીને ભગવાનને માત્ર મીઠાં બોર ખવડાવ્યાં હતાં. 

તેગુજરાતમાં શબરી માતા તરીકે પૂજવામાં આવે છે અને આ મંદિર 2004 માં રામાયણના આ કિસ્સા સાથે સંબંધિત દિવાલો પર દર્શાવવામાં આવેલા ચિત્રો સાથે બાંધવામાં આવ્યું હતું. મંદિરના મુખ્ય ખંડમાં ભગવાન રામ, લક્ષ્મણ અને શબરીની મૂર્તિઓ છે જે એક કટોરામાં બોર અર્પણ કરે છે.  

સાપુતારાની નજીક આવેલ આ સ્થાન હાલમાં ઘાર્મિક સ્થળ બનેલ છે. શબરી ધામથી માત્ર 6 કિમી દૂર પૂર્ણા નદીના કિનારે ‘પંપા સરોવ૨’ આવેલ છે. રામાયણમાં પંપા સરોવરનો ઉલ્લેખ એ સ્થળ તરીકે કરવામાં આવ્યો છે જ્યાં માતંગ ઋષીની શિષ્યા શબરીએ ભગવાન રામને સિતાને પાછી લાવવા માટેની તેમની દક્ષિણ તરફની યાત્રામાં દિશાસુચન કર્યું હતું. 

ધીરે ધીરે ગુજરાતના શબરી ધામનું પણ મહત્વ વધી રહ્યું છે, વધુ પડતાં ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો આ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ