બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / વિશ્વ / SFJ head gurpatwant singh pannu got scared after the death of nijjar in canada

વિશ્વ / વિદેશમાં જોવા મળ્યો ખાલિસ્તાની આતંકીઓની હત્યાનો ખૌફ! SFJ ચીફ ગુરપતવંત પન્નુ લાપતા

Vaidehi

Last Updated: 04:31 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં રહેતો ગુરપતવંત સિંહ પન્નૂ, જે ખાલિસ્તાન જનમત સંગ્રહ અભિયાન ચલાવી રહ્યો છે તે પોતાના નજીકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ 3 દિવસથી અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો છે.

  • અમેરિકામાં રહેતો આતંકી ગુરપતવંત સિંહ પન્નૂ થયો ભયભીત
  • નિજ્જરની હત્યા બાદ 3 દિવસથી અન્ડરગ્રાઉન્ડ થયો છે પન્નૂ
  • પન્નૂ અને નિજ્જર એકસાથે ખાલિસ્તાન જનમત સંગ્રહ ચલાવતાં હતાં

હાલમાં જ ખાલિસ્તાની આંતકી હરદીપ સિંહ નિજ્જર અને પરમજીત સિંહ પંજવારની હત્યાં અને બ્રિટનમાં અવતાર સિંહ ખાંડાની શંકાસ્પદ મોત બાદ બીજા આતંકીઓ પણ ભયભીત થયાં છે. તે અમેરિકા, કેનેડા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં છૂપાઈ ગયાં છે.અમેરિકામાં રહેતો Sikh For Justice ચીફ ગુરપતવંત સિંહ પન્નૂ જે ખાલિસ્તાન જનમત સંગ્રહ ચલાવી રહ્યો છે તે પોતાના નજીકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ 3 દિવસથી અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો છે. 

નિજ્જર અને પન્નૂ એકસાથે કામ કરતાં હતાં
પન્નૂ અને નિજ્જર બંને એકસાથે કામ કરી રહ્યાં હતાં અને જનમત સંગ્રહ અભિયાન શરૂ કરવા માટે ઑસ્ટ્રેલિયા પણ ગયાં હતાં. જો કે નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સ KTFનું નેતૃત્વ પણ કરી રહ્યો હતો પરંતુ તેણે 2019ની સાલમાં ગુરપતવંત સિંહ પન્નૂ સાથે હાથ મળાવી લીધો. આ બાદ તેમણે કેનેડામાં 2020ની સાલમાં જનમત સંગ્રહ અભિયાન શરૂ કરવાનું કામ ચાલુ કર્યું જે બાદ પન્નૂ કેનેડામાં શીખ ફોર જસ્ટિસનો મુખ્ય ચહેરો પણ બની ગયો . તેણે સરે અને વેંકૂવરમાં અનેક પ્રદર્શનો અને કાર રેલીઓનું આયોજન પણ કર્યું હતું.

નિજ્જરનાં મૃત્યુ બાદ પન્નૂએ પ્રચાર બંધ કર્યો
સૂત્રો અનુસાર નિજ્જરનાં મૃત્યુ બાદ ગુરપત સિંહ પન્નૂએ પોતાનો પ્રચાર પણ બંધ કરી દીધો છે. તેણે નિજ્જરનાં સમર્થનમાં કોઈ વીડિયો કે ઓડિયો મેસેજ પણ પબ્લિશ નથી કર્યો. જો કે નિજ્જરની હત્યા બાદ કેનેડામાં અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં જેમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત વિરોધી નારાઓ પણ લગાવવામાં આવ્યાં હતાં. સામાન્યરીતે પન્નૂ ભારતમાં થનારી આતંકી ઘટનાઓનો શ્રેય લેતો હોય છે પરંતુ બ્રિટનમાં અવતાર સિંહ ખાંડાની રહસ્યમય મોત અને અન્ય 2 આંતકીઓનાં મૃત્યુ બાદ તેણે મૌન ધારણ કરી લીધું છે.

પન્નૂએ PM મોદીને પણ આપી હતી ધમકી
ભારત સરકારની તરફથી પન્નૂને ડેઝિગ્નેટેડ આતંકી ઘોષિત કરી દેવામાં આવ્યું છે. તેણે ગત એપ્રિલમાં PM મોદીને ધમકી આપી હતી. 14 એપ્રિલ 2023નાં PM અસમની યાત્રાએ હતાં તે દરમિયાન પન્નૂએ સ્થાનીક પત્રકારોને એક રેકોર્ડેડ મેસેજ મોકલ્યો. આ ઓડિયોમાં ધમકી મળ્યાં બાદ અસમનાં CM હિમંત બિસ્વા સરમાની સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ