બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / 'Severe' storm coming towards Gujarat? What's new in the Israel-Hamas war? India India in World Cup

2 મિનિટ 12 ખબર / ગુજરાત તરફ આવી રહ્યું છે 'તેજ' વાવાઝોડું? ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં નવું શું? વર્લ્ડ કપમાં ઈન્ડિયા ઈન્ડિયા

Vishal Khamar

Last Updated: 11:21 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news: તહેવારો નજીક આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેલનાં વેપારીને ત્યાંથી તેલ સેમ્પલ લીધા હતા પરંતું મહત્વની વાત તો એ છે કે એ તેલનાં સેમ્પલનો રિપોર્ટ લોકો ફાફડા જલેબી આરોગી જશે તે બાદ આવશે.

Cyclone tej arabian sea imd gujarat rainfall alert weather update forecast

IMDની આગાહી અનુસાર આ લો પ્રેશર 21 ઓકટોબર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે. જોકે નિષ્ણાતોનું માનીએ તો હાલ આ લો પ્રેશર વાવાઝોડામાં ફેરવાશે જ તેવી સંભવાનાઓ ઓછી છે, આગામી સમયમાં જોવાનું રહે છે મોસમ પડખું ફરે છે કે નહીં. 

Permission to play DJ or loud speaker on public roads or other places is mandatory, affidavit of Ahmedabad Police in the...

રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણનાં મુદ્દે થયેલી હાઈકોર્ટમાં PIL દાખલ થતા આજે અમદાવાદ પોલીસ દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. લાઉડ સ્પીકર વેચનારે લાઉડ સ્પીકરમાં સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરવું ફરજિયાત છે. તેમજ લાઉડ સ્પીકર ખરીદરનારે તેનાં જાહેરમાં ઉપયોગ પહેલા લાઈસન્સ લેવું ફરજિયાત છે. તેમજ પોલીસની પરવાનગી વગર જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. માત્ર શરતોને આધીન લાઉડ સ્પીકર વગાડવા પોલીસ મંજૂરી આપી શકશે.  

Beauty Games in Spa! Police raided 851 spa centers in the last 24 hours, see where unethical businesses were caught

 રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડિયો કોન્ફરન્સ યોજીને આપેલી સૂચના બાદ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરના સ્પા સેન્ટર, કોમર્શિયલ બિલ્ડીંગ તથા હોટલ પર દરોડા શરૂ કર્યા છે. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા એક જ દિવસમાં ૮૫૧ સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.  પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીમાં રાજ્યભરમાંથી ૧૫૨ આરોપીઓ સામે ગુના દાખલ કરી ૧૦૩ એફઆઈઆર નોંધવામાં આવી છે. ૧૫૨ આરોપીઓ પૈકી ૧૦૫ આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસ દ્વારા ૨૭ જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્યનાં વિવિધ સરકારી વિભાગોમાં  ફિક્સ પગારમાં કામ કરતા લોકોનાં પગારમાં 30 ટકાની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા કરાયેલ જાહેરાતને કર્મચારીઓએ લોલીપોપ સમાન ગણાવી હતી. આજે ગાંધીનગર ખાતે ફિક્સ પે ના કર્મચારીઓ દ્વારા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

દશેરાનો તહેવાર નજીક આવતા વડોદરા તેલનાં વેપારી, સુરતમાં માવાનાં વેપારી તેમજ અમદાવાદમાં ફરસાણનાં વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ તેમજ ફ્રૂડ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.  વડોદરામાંથી તેલનાં વેપારીને ત્યાંથી આરોગ્ય વિભાગ દ્વારા તેલનાં હોલસેલ વેપારીઓને ત્યાંથી સેમ્પલ લીધા હતા. જેનો સેમ્પલનો રિપોર્ટ એક અઠવાડીયા પછી આવશે. લોકો ફાફડા જલેબી આરોગી જશે તે બાદ સેમ્પલનો રિપોર્ટ આવશે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દિવાળી સુધી કામગીરી કરવામાં આવશે. 

From crop damage to the global market, the big statement of the Agriculture Minister

રાજ્યમાં ઓછા વરસાદથી કપાસમાં થયેલ નુકશાનને લઈ કૃષિમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, આ વર્ષમાં અનેક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે કૃષિપાક અને ખાસ કરીને કપાસના પાકમાં નુકસાન પહોંચ્યું છે. જેને લઈ હવે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાઘવજી પટેલે કપાસના પાકમાં નુકસાનને લઈ કહ્યું છે કે, હું આ વાતનો સ્વિકાર કરું છું, કપાસમાં નુકસાની મુદ્દે CM સાથે ચર્ચા પણ કરી છે. 

1200 Indians brought to India amid Israel Hamas war

ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસનું યુદ્ધ વિકરાળ બની રહ્યું છે. આ દરમિયાન વિદેશ મંત્રાલયના જણાવાયા અનુસાર અત્યાર સુધીમાં એટલે કે 19 ઓક્ટોબર સુધીમાં લગભગ 1200 ભારતીય નાગરિકોને ઇઝરાયેલમાંથી હેમખેમ ઉગારી બહાર લવાયા છે. જેમાં 18 નેપાળી લોકોનો પણ સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના જણાવાયા અનુસાર ઓપરેશન અજય હેઠળ 5 ફ્લાઈટ્સ થકી 1200 ભારતીયોને વતન પરત લવાયા છે અને હજુ પણ વધુ ફ્લાઈટ્સ મોકલવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. જે ભારત પરત ફરવા માંગે છે તેઓને પરત લવાશે.

2 more youths died due to heart attack, one while spending money while the other got pain while going to take medicine

કોરોનાકાળ બાદ સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઇને મેડિકલજગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. ગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગતરોજ ગુજરાતમાં વધુ બે હાર્ટ એટેકથી મોતના બનાવ સામે આવ્યા છે. જેમાંથી અમરેલીના બાબરા અને જામનગરમાં હાર્ટ એટેકથી બે લોકોના મોત થયા છે. 

ICMR successfully tests first long-lasting male contraceptive

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) પુરુષો માટે ગર્ભનિરોધક ઈન્જેક્શન બનાવી રહ્યું છે અને 7 વર્ષના રિસર્ચ બાદ તેણે 303 પરિણિત પુરુષો પર ટ્રાયલ કરી છે જે ખૂબ સફળ રહી છે એટલે કે આવનારા દિવસોમાં બજારમાં પુરુષો માટેના ગર્ભનિરોધક ઈન્જેક્શન આવી જશે. વૈજ્ઞાનિકોના મતે તે સુરક્ષિત અને અસરકારક છે. આ એક પ્રકારનું ઇન્જેક્શન છે જે લાંબા સમય સુધી વંધ્યત્વ આપે છે અને સૌથી સારી વાત એ છે કે આ સ્થિતિને પણ રિવર્સ કરી શકાય છે.

After Navratri, Dussehra preparations have started, the family making Ravana for 35 years in Ahmedabad has received orders

અમદાવાદમાં દશેરા પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, ગુજરાતમાં અનેક સ્થળોએ દશેરાની ઉજવણી થશે. જેને લઈ અમદાવાદમાં રાવણના પૂતળા બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે. અમદાવાદના રામોલમાં એક પરિવાર 35 વર્ષથી રાવણના પૂતળા બનાવી રહ્યો છે. વિગતો મુજબ રાવણ દહન માટે આ વર્ષે 40, 50, 60 અને 70 ફૂટ સુધીના પૂતળાઓનો ઓર્ડર મળ્યો હોવાનું સામે આવ્યું છે. 

Today Gold Silver price: Gold rates increased and silver rates decreased by 500 rupees

ભારતીય બુલિયન માર્કેટમાં આજે એટલે કે 19 ઑક્ટોબરનાં દિવસે સોનું મોંઘું જ્યારે ચાંદી સસ્તી થઈ છે. સોનાની કિંમત 59 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની પાર છે.જ્યારે ચાંદીનો ભાવ 71 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધારે છે. રાષ્ટ્રીય સ્તર પર 999 શુદ્ધતાવાળા 24 કેરેટનાં 10 ગ્રામ સોનાની કિંમત 59885 રૂપિયા છે જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 71300 રૂપિયા થઈ છે.

IND Vs BAN : india won by 7 wicket

વર્લ્ડ કપમાં ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પુણેના એમજી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવીને વર્લ્ડ કપમાં ચોથી જીત મેળવી છે.  ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને બાંગ્લાદેશની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા  જવાબમાં ભારતે 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 261 રન બનાવ્યાં હતા આ રીતે તેણે બાંગ્લાદેશને 7 વિકેટ હરાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ