બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Several villages in Tharad flooded with rainwater

બનાસકાંઠા / ખેતરો ડૂબી ગયા, ડેરી, શાળા બધુ પાણીમાં ગરકાવ: 25 દિવસની પરેશાની બાદ ગુજરાતના ત્રણ ગામમાં લોકો હિજરત કરવા મજબૂર

Dinesh

Last Updated: 10:14 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠના થરાદ તાલુકાના ખાનપુર, નાગલા અને ડોડગામ ગામના લોકોને દર ચોમાસે વેઠવી પડતી મુશ્કેલીથી કંટાળી અનેક લોકોએ હિજરત કરવાનું નક્કી કર્યું છે

  • થરાદના કેટલાક ગામો વરસાદી પાણીથી જળબંબાકાર
  • આ ગામના લોકો દર ચોમાસે મુશ્કેલીનો સામનો કરે છે
  • લોકોએ કંટાળી હિજરત કરવાનું નક્કી કર્યું

બનાસકાંઠામાં પાણીની તંગીના કારણે અનેક લોકોએ હિજરત કરી હોવાના સમાચાર સામે આવતાં રહે છે.જો કે બનાસકાંઠામાં ચાલુ સિઝનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે 3 ગામના લોકોને હિજરત કરવાની ફરજ પડી રહી છે. બનાસકાંઠના થરાદ તાલુકાના ખાનપુર, નાગલા અને ડોડગામ ગામના લોકોને દર ચોમાસે વેઠવી પડતી મુશ્કેલીથી કંટાળી અનેક લોકોએ હિજરત કરવાનું નક્કી કર્યું છે.

ત્રણ ગામમાં 25 દિવસથી પાણી ભરાયા
બિપરજોય અને બાદમાં પડેલા ભારે વરસાદને લઇ આ ત્રણ ગામમાં 25 દિવસથી પાણી ભરાયા છે. આ ત્રણેય ગામના ખેતરો અને લોકોના ઘરમાં પાણી ભરાતાં દિવસો સુધી ગામમાં તમામ કામકાજ અને ધંધાઓ ઠપ્પ થઇ જાય છે. દર ચોમાસે ડૂબમાં જતાં ખાનપુર, નાગલા અને ડોડગામ છેલ્લા 8 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ ગામના લોકોએ તંત્રને અનેકવખત રજૂઆત કર્યા છતાં કોઇ કામગીરી ન કરાતાં અનેક લોકો ગામ છોડીને બીજે રહેવા જવા મજબૂર બન્યા છે.

જીવના જોખમે ચાલવા માટે મજબૂર
વાવાઝોડાને ગયા પછી  અનેક દિવસ વિત્યા છતાં પણ સરહદી પંથક ગણાતા થરાદ તાલુકાના નાગલા ગામમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અત્યારે નાગલા ગામમાં ઘરો તેમજ ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી આ ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગ્રામલોકોને અવર-જવર કરવા માટે કોઈ જ રસ્તો ન હોવાના કારણે ગામના લોકો પાણીમાંથી જીવના જોખમે ચાલવા માટે મજબૂર બન્યા છે. જેથી આ ગામના લોકો હવે હિજરત કરવા માટે તૈયાર થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ